લગ્ન બાદ વધી પ્રિયંકા-નિકની મુશ્કેલી, હવે થઇ રહ્યું છે પ્રિયંકા ચોપરાને નુકશાન – જાણો પૂરો મામલો

0

બોલિવૂડમાં હાલ લગ્નની સીઝન ખતમ થઇ ચુકી છે. ગયા વર્ષે થયેલ લગ્નોમાં સોનમ કપૂર-આનંદ આહુજા હંમેશા ખુશ જ દેખાતા હોય છે, ત્યારે દીપિકા પાદુકોણ-રણવીર સિંહની જોડી લગ્ન પછી પણ સંપૂર્ણ રીતે કામમાં લાગી ગઈ છે, અને પ્રિયંકા ચોપરા-નિક જોનાસના લગ્ન પછી ઘણા બધા હનીમૂન મનાવી ચુક્યા છે, અને વેકેશન એન્જોય કરી ચુક્યા છે. હજુ પણ બંને સંપૂર્ણપણે કામના મૂડમાં આવ્યા હોય એવું નથી જણાતું ત્યારે હવે તેમના લગ્ન પછી તેમની મુશ્કેલીઓ વધી રહી હોય એવું જણાઈ રહ્યું છે.

Image Source

બોલિવૂડમાં કોઈ અભિનેત્રીના લગ્ન પછી જોઈ કોઈની બ્રાન્ડ વેલ્યુમાં ખૂબ ઝડપથી ઘટાડો થયો હોય તો એ છે પ્રિયંકા ચોપરા જોનાસ. દેશી ગર્લ પ્રિયંકા ચોપડાને હવે નવી બ્રાન્ડ મેળવી ઓછી થઇ ગઈ છે અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના તેના જુના કોન્ટ્રાક્ટ્સ પણ ધીરેધીરે છૂટતા જાય છે. અને આ ખાલી થયેલી આ જગ્યાને કોઈ ખૂબ જ ઝડપથી ભરી રહ્યું હોય તો એ છે દિશા પટની.

Image Source

દિશા પટની હંમેશા ચર્ચાઓમાં જ રહે છે. ક્યારેક સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાના કારણે, તો ક્યારેક ટાઇગર શ્રોફ સાથેના તેના કથિત પ્રેમ સંબંધોને કારણે તો ક્યારેક પોતાના નવા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને કારણે. આવી જ રીતે એક પ્રખ્યાત બ્રાન્ડના નવા પ્રોડક્ટને લોન્ચ કરવા પહોંચેલી દિશા, મુંબઈમાં થયેલા એક કાર્યક્રમમાં પહોંચી તો ત્યાં તેના ચાહકોની ખાસી ભીડ જામી હતી. કાર્યક્રમ સ્થળની બહાર દિશાને જોવા માટે તેના ચાહકોની ભારે ભીડ જમા થઇ હતી અને અંદર પણ લોકોએ ખૂબ જ ધમાલ કરી હતી.

 

View this post on Instagram

 

🐝

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા તેની ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે. અહીં પણ તેનો અનોખો જ અંદાજ જોવા મળ્યો હતો. દિશા સફેદ ટોપ અને બ્લ્યુ જીન્સમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. દિશા અહીં એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની ઘડિયાળ અને જવેલરી લોન્ચ પહોંચી હતી. દિશા પટનીની બ્રાન્ડિંગનું કામ સાંભળી રહેલી કંપની તરફથી મળેલી માહિતી મુજબ, સલમાન ખાન સાથે ફિલ્મ ભારત કર્યા બાદ દિશાની બ્રાન્ડ વેલ્યુ ઘણી વધી ગઈ છે.

 

View this post on Instagram

 

🐝

A post shared by disha patani (paatni) (@dishapatani) on

ફિલ્મોની વાત કરીએ તો દિશા હાલમાં મોહિત સુરીની ફિલ્મ મલંગનું શૂટિંગ કરી રહી છે, જે એક રોમેન્ટિક હોરર ફિલ્મ છે. આ ફિલ્મમાં તેમની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ મુખર્જી, અને કુણાલ ખેમુ પણ જોવા મળશે. આ ફિલ્મ પહેલા દિશા સલમાન ખાનની ફિલ્મ ભારતમાં ખાસ ભૂમિકામાં જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here