પ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે પાર્ટી માણી…પાર્ટીમાં પ્રિયંકા કરતા આલિયા નો વટ હતો

0

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને હોલીવુડ સિંગર નિક જોનસના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લગ્નની તૈયારીઓમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. આજકાલ સોશિયલ મીડિયામાં તેમના બંનેના લગ્ન પહેલાની જે પણ પાર્ટીઓ ચાલી રહી છે તેના ફોટો ધૂમ મચાવી રહ્યા. પ્રિયંકા એ અવાર નવાર પોતાના ફેન્સ માટે ફોટો અપલોડ કરતા રહે છે. પ્રિયંકા અને નિક પોતાની લગ્ન પહેલાની પાર્ટીઓમાં બહુ એન્જોય કરી રહ્યા છે. સોશિયલ મીડિયા’માં શેર થઇ રહેલા ફોટો માં આ કપલની કેમેસ્ટ્રી આપણે જોઈ શકીએ છીએ. તેમના બનેના ફોટો જોઇને તેમના ફેન્સ બહુ ખુશ છે. હમણાં જ સોશિયલ મીડિયામાં પ્રિયંકાના ગ્રુપનો એક ફોટો શેર થયો હતો અને એ ફોટો એ બહુ વાઈરલ પણ થયો હતો. ફોટોમાં પ્રિયંકા અને નિક સિવાય પરણિતી ચોપડા અને તેમની નજીકના મિત્રો જોઈ શકાય છે. આ પાર્ટીમાં પ્રિયંકા અને નિક પોતાની દરેક પાર્ટીઓ બહુ સારી રીતે ઉજવી રહ્યા છે.

પ્રિયંકા અને નિકના લગ્નની તૈયારીઓ તો બહુ જોર શોરથી ચાલી રહી છે પણ તમને જાણીને નવાઈ લાગશે પણ તેમના લગ્નની કોઈ એક ફિક્સ તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમના લગ્ન એ ૨૯ નવેમ્બર થી ૨ ડીસેમ્બરની વચ્ચે થવાના છે.

નિક એ ભારત આવી ગયા છે. અને પ્રિયંકા એ પોતાના થવાવાળા જેઠ અને જેઠાણી એટલે કે જો જોનસ અને સોફી ટર્નર પણ મુંબઈ આવી ગયા છે આ બંનેને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. આ બંનેના ચહેરા પર લગ્નની ખુશી દેખાઈ રહી છે.

તેમના અહિયાં આવી જવાની માહિતી એ પ્રિયંકા ચોપડાએ જાતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને જણાવ્યું હતું. તેણે પોતાના ટવીટમાં જણાવ્યું હતું કે – તમારું સ્વાગત છે. તમને જણાવી દઈએ કે લગ્ન પહેલા પ્રિયંકા ચોપડાના મુંબઈના ઘરને બહુ સરસ શણગારી દેવામાં આવ્યું છે. તેના આ ઘરના ફોટો સોશિયલ મીડિયામાં બહુ શેર થઇ રહ્યા છે.

પ્રિયંકા અને નિકના લગ્નનો પૂરો પ્લાન એ આવી ગયો છે સામે. મીડિયા રીપોર્ટ અનુસાર તેઓ ૩૦ નવેમ્બરના દિવસે તેઓ પોતાના ફ્રેન્ડસ અને ફેમેલી સાથે એક કોકટેલ પાર્ટી કરવાના છે. ૧ ડીસેમ્બરે તેઓની પીઠીની વિધિ થશે. ૨ તારીખે હિંદુ રીવાજ મુજબ અને ૩ તારીખે ક્રિશ્ચન રીત રીવાજથી લગ્ન થશે.

આ રોયલ લગ્ન થવાના છે જોધપુર રાજસ્થાનમાં. કહેવાય છે કે પોતાના લગ્નમાં પ્રિયંકા એ હેલિકોપ્ટર દ્વારા ગ્રાન્ડ એન્ટ્રી કરશે. પિંકવિલા અનુસાર ઉદયપુરના ઉમેધ ભવન પેલેસના ગ્રાઉન્ડની અંદર આ કપલ માટે એક ખાસ હેલીપેડ બનાવવામાં આવશે. સોશિયલ મીડિયામાં એક ફોટો એવો પણ શેર થઇ રહ્યો છે જેમાં ઉમ્મેદ ભવન સામે એક હેલીપેડ બનાવવામાં આવ્યું છે અને તેની પર હેલિકોપ્ટર પણ મુકેલ છે.

Video:

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here