આ પ્રસિદ્ધ 6 બોલિવુડના સ્ટાર્સ બંગલાની કિંમત જાણીને, તમને ચક્કર આવી જશે !!

0

આ બેધા જ જાણે છે કે, બોલિવૂડની ફિલ્મોમાં કામ કરતાં સિતારાઓનાં એટલા બધા ફેંન્સ હોય છે કે જેની ગણી બતાવવા પણ અશક્ય હોય છે. જો કે આ સુપર સ્ટારોની મહત્વની વાત તો એ છે કે એમની આવક બોક્સ ઓફિસ પર તગડી હોય છે.સાથે સાથે જ એમના દ્વારા આવતી ટીવીમાં જાહેરાતો જ એમને કરોડો પૈસા કમાઈ આપતી હોય છે. એટ્લે જ બોલિવુડના સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ એકદમ રાજાશાહી જેવી હોય છે. આ બાબતોને ધ્યાને રાખીને આજે અમે તમને બોલીવુડ સ્ટાર્સના બંગલા અને તેની કિમ્મત કહેવાના છીએ. જે જાણીને તમે પણ આશ્ચર્ય અનુભવશો. કેમકે એમના બંગલા કોઈ મહેલથી કમ નથી. તો ચાલો જાણીએ બોલીવુડ સ્ટાર્સના બંગલા અને તેની કિમ્મ.

બોલિવૂડ સ્ટાર્સની બંગલાની કિંમત જાણો

શાહરૂખ ખાનતમને જણાવી દઈએ કે , બોલિવુડ જગતમાં કિંગ ખાન એટ્લે અભિનેતા શાહરુખ ખાન. શાહરુખ ખાનના બંગલાનું નામ ‘મન્નત’ છે. તે મુંબઈમાં સ્થિત છે, જે સૌથી મોંઘા બંગલાની ગણતરીમાં આવે છે. શાહરુખ ખાનને બૉલીવુડના સૌથી ધનવાન કલાકારોમાંના એક ગણવામાં આવે છે. તમને જાણીને હેરાની થશે કે શાહરૂખ ખાનના બંગલો ‘મન્નત’ ની 200 કરોડની કિંમત છે.

સૈફ અલી ખાન :સૈફ અલી ખાન પટૌડી ખાનદાન સાથે સંબંધ ધરાવે છે. તેના ઠાઠમાઠની જેમ તેનો બંગલો પણ એવો જ સજાવેલો છે. આ બંગલામાં તે તેની પત્ની કરીના કપૂર અને પુત્ર તૈમુર સાથે રહે છે. તમે જાણતા હશો કે સૈફ અલી ખાનના બંગલાની કિંમત 750 કરોડ રૂપિયા છે.

શિલ્પા શેટ્ટીબૉલીવુડની સૌથી સુંદર અભિનેત્રીમાં શિલ્પા શેટ્ટી પણ આવે છે. શિલ્પાના બંગલાનું નામ ‘કિનારા’ છે અને શિલ્પા તેના પતિ રાજ કુન્દ્રા સાથે આ બંગલામાં રહે છે. શિલ્પાનો આ બંગલો સમુદ્રની કિનારે બનાવવામાં આવ્યો છે. . શિલ્પા શેટ્ટીના બંગલા ‘કિનારા’ની કિમત કુલ 100 કરોડ હશે

અક્ષય કુમારબોલીવુડના ખેલાડી તરીકે ઓળખાતો અક્ષય કુમાર તેની શાનદાર એક્ટિંગ અને કોમેડી માટે જાણીતો છે. અક્ષય કુમારનો બંગલો જુહુ બીચ પર આવેલો છે અને અક્ષયે આ બંગલામાં તેમની પત્ની ટ્વિંકલ ખન્ના અને બાળકો સાથે રહે છે. અક્ષય કુમારના બંગલાની કિમત 80 કરોડ છે.

આમિર ખાનબૉલીવુડના મિ. રફેક્શનિસ્ટ આમિર ખાનની એક્ટિંગ પર તો સૌ ઘાયલ છે. પોતાના અભિનયથી જ ઢગલો રૂપિયા કમાઈ લેતો આમિર એક સાધારણ બંગલામાં જ રહે છે. અહિયાં તે તેની બીજી પત્ની કિરણ રાવ અને પુત્ર આઝાદ સાથે રહે છે. 60 કરોડ રૂપિયાની કિમતનું આમિર ખાનનું ઘર બાંદરામાં આવેલું છે.

અમિતાભ બચ્ચન

બૉલીવુડના સૌથી મોટા અને બૉલીવુડ જગતના શહેનશાહ એટ્લે અભિનેતા અમિતાભ બચ્ચન. તમને એ જણાવી દઈએ કે, અમિતાભના બંગલાનું નામ જલસા છે, જે જુહુમાં આવેલો છે. તે આ બંગલામાં પુત્ર અભિષેક, પુત્રી ઐશ્વર્યા, પત્ની જયા અને પૌત્રી આરાધ્યા સાથે રહે છે. અમિતાભ બચ્ચનના બંગલાની કુલ કિંમત 160 કરોડ રૂપિયા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here