પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે ખરીદ્યા 20 લાખના iPhone, પછી આવી રીતે આપ્યું સરપ્રાઈઝ..પછી ગર્લફ્રેન્ડએ શું કહ્યું? જાણો

0

કોઈ પણ છોકરા માટે કોઈ છોકરીને પ્રપોઝ કરવું માનો કે જાણે બોર્ડર પર લડાઈ કરવા માટે જવું. કોઈ પણ હિમ્મતવાન વ્યક્તિ કેમ ન હોય કોઈને પ્રપોઝ કરવાની વાત આવે તો સારા સારા લોકો પણ હાર માની લેતા હોય છે. પણ કોઈ છોકરીને પ્રપોઝ કરવું એ પણ એક હુનર છે. આજ કાલના લોકો તો પહેલા છોકરી વિશે બીજા દ્વારા બધું જાણી લેતા હોય છે કે તેમને શું શું પસંદ છે. ત્યાર બાદ જ તેની પસંદગી અનુસાર છોકરાઓ છોકરીને કાઈક અલગ જ અંદાજથી પ્રપોઝ કરતા હોય છે જેને લીધે કોઈ પણ છોકરી તેમાં મોહીત થઈને પોતાનું દિલ આપી દેતી હોય છે.

જો કે દરેક લોકોની પ્રપોઝ કરવાની સ્ટાઈલ અલગ અલગ હોય છે કોઈ લેટર વડે, કોઈ ફોન કરીને, તો કોઈ બીજા થ્રુ એમ કોઈને કોઈ પ્લાન દ્વારા પ્રપોઝ કરતા હોય છે. પણ અમે અહી પ્રપોઝ કરવા પર એવી વાત લાવ્યા છીએ કે જેને સાંભળીને તમને પણ એવું લાગશે કે કદાચ તમને પણ તમારા પ્રેમી દ્વારા આ પ્રકારનો પ્રપોઝ મળે.

ચીનમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનો અનોખો પ્રયોગ વાઈરલ થઇ રહ્યો છે. અહી એક વિડીયો ગેઈમ ડીઝાઇનરે બ્રેંડ ન્યુ 25 આઈફોન એક્સએસ ખરીદ્યો અને તેને હાર્ટ(દિલ) શેપમાં બનાવીને પોતાની પ્રેમિકાને ભેટ આપી હતી. આ રોમેન્ટિક પ્રપોઝલ પર પ્રેમિકા જાણે ખુશીથી જાણે કે પાગલ બની ગઈ હતી. ચીનમાં સોશીયલ મીડિયા પર આ પ્રપોઝની ફોટોસ વાઈરલ થઇ રહી છે.

વિડીયો ગેઈમ ડીઝાઇનર ચેન મિંગે 3 નવેમ્બરના ઓફીશીયલ લોન્ચિંગના પહેલા જ 25 આઈફોન એક્સએ નો ઓર્ડર આપી રાખ્યો હતો. ફોનની ડીલીવરી થયા બાદ ચેને પોતાના મિત્રો સાથે મળીને મૈરીજ પ્રપોઝલ માટેની તૈયારી કરવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે એક ખાસ લોકેશન પર લાલ ગુલાબની પાંખડીઓ ઉપર આઈફોનથી હાર્ટ શેપ બનાવ્યું અને તેને એકદમ વચ્ચેના ભાગમાં પોતાની પ્રેમિકા માટે ગીફ્ટ પણ રાખ્યું.

ચેને પોતાની પ્રેમિકાની મિત્રોને તેને આ લોકેશન પર લઇ આવવા માટે કહ્યું, જેથી તે તેને સરપ્રાઈઝ મૈરીઝ પ્રપોઝલ આપી શકે. પ્રેમિકા જેવી તે જગ્યા પર પહોંચી કે ચેને સરપ્રાઈઝ દેવાની સાથે સાથે સગાઈની રીંગ આપીને તેને લગ્ન માટે પ્રપોઝ કરી ડીધો હતો. પ્રેમિકાએ પણ આ રોમેંટીક પ્રપોઝલ પર ખુબ હૈરાન રહી ગઈ હતી.

ચેને પોતાની પ્રેમિકા માટે આઈફોનની પસંદગી એટલા માટે કરી કેમકે તે બન્ને મોબાઈલ વિડિયો ગેઈમને ખુબ પસંદ કરે છે. બે વર્ષ પહેલા બંન્નેની મુલાકાત પણ આ મોબાઈલ ગેઇમને લીધેજ થઇ હતી. જેને ચેન દ્વારા જ ડેવલપ કરવામાં આવ્યું હતું. તેના રીલેશનશીપમાં આ એક મોટો હિસ્સો રહ્યો છે. તેના પછી આ બન્નેએ પોતાની ખુશીને સેલીબ્રેટ કરતા આ ફોન પોતાના મિત્રો અને ફેમિલીને ગીફ્ટ કરી નાખ્યો હતો.

સોશીયલ મીડિયા પર પ્રપોઝલ વાઈરલ:

ચીનના સોશીયાલ મીડિયા પર આ અનોખા મૈરિજ પ્રપોઝલની ફોટોસ વાઈરલ થઇ રહી છે. લોકોનું માનવું છે કે કઈ રીતે કોઈ વ્યક્તિ આટલી મોટી રકમ ફોન જેવી વસ્તુ પર ખર્ચ કરી શકે છે. આ રકમથી તો નવી કાર અને મકાન પણ બુક કરાવી શકાય છે. ચીન માં આ ફોનની કિંમત 82,000 રૂપિયા છે. એટલે કે ચેને 25 આઈફોન ખરીદવા પર 20 લાખ જેટલા રૂપિયા ખર્ચ કર્યા હતા.
Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!