વિવાહિત અભિનેત્રી ના પ્રેમ પડી ગયા હતા આશુતોષ રાણા, મહેશ ભટ્ટે બેઈજ્જત કરીને સેટ પરથી કાઢી મુક્યા હતા….

0

ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને જખ્મ, દુશ્મન અને સંઘર્ષ જેવી બેસ્ટ ફિલ્મો દેનારા આશુતોષ રાણા નો જન્મ 10 નવેમ્બર ના રોજ થયો હતો. આશુતોષ અલગ અલગ કિરાદરો માટે જાણવામાં આવે છે. ટીવી સિરિયલ સ્વાભિમાન થી પોતાના કેરિયર ની શરૂઆત કરનારા આશુતોષ મધ્ય પ્રદેશ ના રહેનારા છે. ફિલ્મ દુશ્મન માં સાઈકો કિલર નો કિરદાર નિભાવીને તેમણે દર્શકોના દિલોને જીતી લીધા હતા.
આશુતોષ પૂજા-પાઠ કરનારા ધાર્મિક વ્યક્તિ છે, તે ભગવાન શિવના ખૂબ મોટા ભક્ત છે. તેમણે એક ઇન્ટરવ્યૂ ના દરમિયાન કહ્યું કે તે પોતાના ગુરુ ના કહેવા પર જ ફિલ્મ જગત માં આવ્યા હતા અને હાલ તે 30 થી વધુ ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલો માં કામ કરી ચુક્યા છે. આશુતોષ ના જીવનમાં એક દિવસ એવો પણ આવ્યો હતો કે તેને સેટ પર થી કાઢી મુકવામાં આવ્યા હતા.
આજે તે જ આશુતોષ પોતાના દમ પર બૉલીવુડ માં હલ્લો મચાવી રહ્યા છે. આશુતોષે એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે એકવાર તે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ ને મળવા માટે ગયા હતા. ભારતીય પરંપરા ના અનુસાર તે મહેશ ભટ્ટ ને પગે લાગ્યા, પણ પગે લાગતા જ તે ભડકી ગયા કેમ કે તેમને પગે લાગનારા વ્યક્તિ પ્રત્યે નફરત હતી. તેમણે આશુતોષ ને સેટ પરથી બહાર કાઢી મુક્યા. આશુતોષે કહ્યું કે આટલા અપમાન છતાં પણ તેમણે હિંમત હારી ન હતી, તે જ્યારે પણ મહેશ ભટ્ટ ને મળવા જાતા કે તરત જ તેને પગે લાગી લાગી લેતા હતા. આખરે એક વાર મહેશ ભટ્ટે તેને પૂછી લીધું કે આટલી નફરત હોવા છતાં પણ તે તેને પગે કેમ લાગે છે.આશુતોષે જણાવ્યું કે વડીલોને પગે લાગવું તેના સંસ્કાર છે અને તે તેને છોડી ના શકે. આવું કહેવા પર મહેશ ભટ્ટે તેને ગળે લગાડી દીધા અને ટીવી સિરિયલ સ્વાભિમાન માં ગુન્ડે નો પહેલો રોલ આપ્યો. જણાવી દઈએ કે આશુતોષે રેણુકા સાહણે સાથે લગ્ન કર્યા છે. આશુતોષ અને રેણુકા ની પહેલી મુલાકાત ફિલ્મ જયતિ ના શૂટિંગ દરમિયાન થઇ હતી. તેના પછી ઘણાં મહિનાઓ સુધી બંને ની કોઈ જ વાત થઇ ન હતી. 1998 ઓક્ટોબર માં આશુતોષે ફોન પર રેણુકા ને દિવાળી ની શુભકામનાઓ આપી. જેના પછી બે-ત્રણ દિવસ તેમણે લગાતાર રેણુકા ને ફોન કર્યો. રેણુકા માટે આ બધું સામાન્ય ન હતું. એક દિવસ રેણુકાએ ફોન કર્યો અને એક કલાક સુધી વાત કરી. તેના પછી ત્રણ મહિના સુધી બંને ફોન પર વાતો કરતા રહયા હતા. રેણુકાના તેની પહેલા ના લગ્ન તૂટી ચુક્યા હતા.પછી બંને એ લગ્ન કર્યા અને હાલ તેઓના બે બાળકો શૌર્યમન અને સત્યેન્દ્ર છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here