પ્રેમ એટલે શું ? આ સવાલનો અનોખો જવાબ આપી રહ્યા છે આ નાના નાના બાળકો, વાંચો અને અભિપ્રાય જરૂર આપજો.

0

પ્રેમ એટલે શું? આ વિષય પર દરેક લોકોના પ્રતિભાવ અલગ અલગ હોય છે. તમે ઘણી બધી ફિલ્મોમાં પણ પ્રેમ વિષે બધાના અલગ અલગ પ્રતિભાવ હોય છે. તમે એક મીત્રોના ગ્રુપને પણ આ સવાલ પૂછશો તો પણ તમને લગભગ દરેકના જવાબ અલગ અલગ મળશે. પણ શું તમે જાણો છો કે નાના બાળકો કે જે હજી સ્કુલમાં ભણે છે તેમના માટે પ્રેમ એટલે શું હોઈ શકે. આવો જાણીએ કે તે નાના બાળકો પ્રેમ એટલે શું વિચારે છે.

એક સાત વર્ષના બાળકને પૂછવામાં આવ્યું કે પ્રેમ એટલે શું તેનો જવાબ હતો કે કે જયારે કોઈ આપણને કોઈ પ્રેમનો ઈઝહાર કરે અને I LOVE YOU કહે અને તમને તમારી આસપાસ તારા દેખાવા લાગે ત્યારે જે ફીલિંગ આવે તેને પ્રેમ કહેવાય છે. જોયું આપ્યો ને એક સાત વર્ષના બાળકે એક યુવાન જેવો જવાબ.

હવે તમને જણાવીએ કે ચાર વર્ષના બાળકનું શું કહેવું છે તમને થશે કે ચાર વર્ષના બાળકને પ્રેમ વિષે શું ખબર પણ ના આ જવાબ વાંચીને તમે પણ માની જશો. જયારે હું ભણવામાં વ્યસ્ત હોવ અને તમારી જોડે રમવા આવતા ગલુડિયાને તમે ભગાડી દો પછી આખો દિવસ એ ગલુડિયું ઘરે એકલા એકલા રહે અને સાંજે જયારે હું સ્કુલથી ઘરે પાછો આવું અને એ ગલુડિયું સામેથી ચાલીને આવીને મને ચાટવા લાગે તેને પ્રેમ કહેવાય. ખરેખર પ્રેમ આ જ છે.

એક બાળકનો જવાબ છે કે મારા પપ્પાનું કામ બહુ મહેનતનું છે તે જયારે સાંજે ઘરે આવે છે ત્યારે તેમની હાલત એ બહુ ગંદી હોય છે તેમના કપડા ગંદા હોય છે તેમના કપડામાંથી વાસ પણ આવતી હોય છે આવી સ્થિતિ હોય તે છતાં પણ મારી મમ્મી એ જયારે પપ્પા ઘરે આવે છે ત્યારે મમ્મી એ તેમની સામે હસે છે અને ખુશીથી તેમને ગળે લગાવે છે અને બંનેના ચહેરા પર જે દેખાય છે એ પ્રેમ છે. વાહ અદ્ભુત વાત કહી.

એક છ વર્ષના નાના બાળકનું કહેવું છે કે જયારે મારી મમ્મી એ રાત્રે મને સુવાડે છે અને જયારે તેને ખાતરી થાય છે કે હવે હું સુઈ ગયો છું અને પછી એ મને કિસ કરે છે એ પ્રેમ છે.

જયારે જીવનના આટલા વર્ષો એ એકબીજા સાથે વિતાવે અને એકબીજાની દરેક સારી અને ખરાબ વાતો જાણતા હોય છે અને તેમ છતાં તેઓ સાથે રહે છે એ પણ પ્રેમ છે. આ કહેવું છે એક છ વર્ષના નાનકડા છોકરાનું.

એક સાત વર્ષનું બાળક કહે છે કે જયારે કોઈ છોકરીને છોકરાને પસંદ કરે અને તેને કહે કે આ શર્ટમાં તું બહુ મસ્ત લાગે છે અને પછી જયારે એ છોકરો દરરોજ એ જ શર્ટ પહેરે જે પેલી છોકરીને પસંદ છે તો એ પ્રેમ છે.

તમને ગમતી વ્યક્તિ એ તમને ગમતું હોય એચુ કઈંક ભેટમાં આપે અને તમે એ ભેટ ખોલીને જોવાને બદલે એ વ્યક્તિ સાથે પ્રેમભરી વાતો કરો તો એ પ્રેમ છે. આ કહેવું છે એક નાનકડી સાત વર્ષની છોકરીનું.

જયારે પણ મારા પપ્પા મારી મમ્મી પાસે કોફી માંગે છે અને મારી મમ્મી એ પપ્પા માટે કોફી બનાવે અને પછી એ જ કપમાંથી થોડી ચાખે કે બરોબર છે કે નહિ,આ વાત એ મારા માટે પ્રેમ છે આ કહેવું છે ૭ વર્ષની એક નાનકડી બાળકીનું.

જયારે ચાર વર્ષના એક નાના બાળકનું કહેવું છે કે જયારે તમે ઉદાસ હોવ, ટેન્શનમાં હોવ અને એ એક વ્યક્તિ કે જે તમને હસાવી શકે અને ખુશ કરી શકે એ તમારા માટે પ્રેમ છે.

છ વર્ષની એક નાનકડી છોકરીનું કહેવું છે કે જયારે તમારી મન ભાવતી વસ્તુને તમે તમારા મનગમતા વ્યક્તિને ખાવા માટે આપી દો અને સામે કોઈપણ આશા ના રાખો એ છે પ્રેમ.

પ્રેમ એટલે શું ના જવાબમાં એક છોકરાનું કહેવું છે કે જયારે તમને ગમતા વ્યક્તિના તમારા નામ બોલવા પર તમે એક અલગ અનુભૂતિ કરો તે પ્રેમ છે.

એક આઠ વર્ષની છોકરીનું કહેવું છે કે મારા બા એ નીચા નમી શકતા નથી એટલા માટે તેઓ પોતાના પગના નખ એ જાતે કાપી નથી શકતા એટલા માટે મારા દાદા એ મારી બાના નખ કાપી આપે છે અને તેના પગના નખ રંગી પણ આપે છે. મારી નજરમાં આ જ છે પ્રેમ.

વાત તો બધાની વિચારવા જેવી છે. નાના બાળકો છે પણ તેમના વિચારો તો જુઓ કેટલા સુંદર અને ઊંડા છે તેઓના વિચારોમાં પ્રેમ એટલે શું એ વાંચીને મને તો આનંદ આવી ગયો. તો મિત્રો તમારી મુજબ પ્રેમ એટલે શું એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમને જેના માટે પ્રેમ છે એમને પણ કોમેન્ટમાં ટેગ જરૂર કરજો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here