પ્રેગ્નેન્ટ સાનિયા મિર્ઝાનો આ ફોટોશૂટ થઇ રહ્યો છે વાઇરલ, બતાવ્યો પોતાનો બેબી બમ્પ..

0

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલના પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. સાનિયા તે ક્ષણ ની વાટ જોઈ રહી છે, જયારે તેના ઘરમાં એક બાળકની કિલકારી સાંભળવા મળશે. સાનિયાંને ઘણા મૌકો પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પણ જોવામાં આવેલી છે.સાનિયા પોતાના પ્રેગ્નેન્સી પિરિયડને એન્જોય કરી રહી છે. હાલના દિવસોમાં તે રમત જગતથી દૂર પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહી છે. સાથે સાથે પોતાના આ કિંમતી પળને કેમેરામાં કેદ કરી રહી છે.
હાલમાં જ સાનિયાની અમુક તસવીરો સામે આવી છે જેમાં તે રેડ કલરના આઉટફિટ માં છે અને પોતાનો હાથ બેબી બમ્પ પર રાખેલો છે. સાનિયાએ એક મેગેજીન માટે પણ બેબી બમ્પની સાથે ફોટોશૂટ કરાવ્યું છે.
આ તસ્વીરોમાં સાનિયાના ચેહરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો ખુબ સારી રીતે દેખાઈ રહ્યો છે. સાનિયા મિર્ઝાની આ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે.જણાવી દઈએ કે સાનિયા અને તેના પતિ શોએબે સૌથી પહેલા પોતાના એકાઉન્ટ પર પોસ્ટ શેયર કરીને જણાવ્યું હતું કે તે માં-બાપ બનવાના છે. સાનિયા-શોએબના લગ્ન 2010 માં થયા હતા. ત્યારથી લઈને સાનિયાએ ઘણી આલોચનાનો સામનો કર્યો છે, છતાં પણ સાનિયા ભારત માટે લગાતાર પ્રદર્શન કરતી રહી છે. સાનિયા લગ્ન પછી પોતાના પતિની સાથે દુબઈમાં રહે છે પણ આ દરમિયાન તે ભારત તરફથી ટેનિસ ના ટૂરનામેન્ટ રમે છે.

જો કે હાલના દિવસોમાં તે ટેનિસ થી દૂર છે. પણ બાળકના જન્મ પછી પણ 31 વર્ષની સાનિયાએ લગાતાર ટેનિસ રમવાની પોતાની ઈચ્છા બતાવી છે. સાનિયાનું કહેવું છે કે માં બન્યા પછી કોર્ટ પર વાપસી કરવી તેની પહેલી પ્રાથમિકતા હશે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે વર્ષ 2020 માં ટોકિયો ઓલમ્પિક માં સાનિયા જોવ મળશે.
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!