પ્રેગ્નેન્સી ના સવાલ પર અનુષ્કા એ તોડી ચુપ્પી, બોલી-‘અહીં તો લગ્ન પહેલા જ લોકો…’

0

અનુષ્કા શર્મા ને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવ્યા ના 10 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. 12 ડિસેમ્બર ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘રબ ને બનાદી જોડી’ થી અનુષ્કા એ બૉલીવુડ માં એન્ટ્રી લીધી હતી. અનુષ્કા હાલ પોતાની આવનારી ફિલ્મ ઝીરો નું પ્રમોશન કરી રહી છે. અમુક દિવસોથી અનુષ્કા ને લઈને ખબર આવી હતી કે તે ગર્ભવતી છે. પોતાની પર્સનલ લાઈફ વિશે ક્યારેય પણ વાત ન કરણરી અનુષ્કા એ પ્રેગ્નેન્સી ની વાત ને લઈને મોટી વાત કહી દીધી છે.હાલમાં જ અનુષ્કા પોતાની ટિમ ની સાથે ફિલ્મ ના પ્રમોશન માં નજરમાં આવી હતી. એક ઇવેન્ટ ના દરમિયાન અનુષ્કા એ તે ખુલાસો કર્યો કે તે પ્રેગ્નેન્ટ છે કે નહીં. પ્રેગ્નેન્સી પર અનુષ્કા એ કહ્યું,”મને નથી જાણ કે આ બધી ખબરો ક્યાંથી આવી રહી છે. જે પુરી રીતે એકદમ બેકારની વાતો છે. તમે લગ્ન ને તો છુપાવી શકો છો પણ પ્રેગ્નેન્સી ને નહિ”.
અનુષ્કા એ આગળ કહ્યું કે,”આવી ખબરો ને લઈને ઘણીવાર અભિનેત્રીઓ ને અમુક સામનો પણ કરવો પડતો હોય છે, પણ મારા માટે આ અફવાઓ કઈ મહત્વ નથી રાખતી. અહીં તો લોકો લગ્ન પહેલા જ તમને મેરિડ જણાવી દેતા હોય છે. પ્રેગ્નેન્ટ થતા પહેલા જ તમને માં બનાવી દેતા હોય છે…મને તેનાથી કોઈ જ ફર્ક પડતો નથી. જો કે આવી ખબરો ને સાંભળીને મને હસવું આવી જાય છે”.જણાવી દઈએ કે ફિલ્મ ઝીરો પછી એકપણ ફિલ્મો સાઈન ન કરવા પર આ બધી અફવાઓ આવી રહી હતી કે અનુષ્કા પ્રેગ્નેન્સી ને લીધે ફિલ્મો થી બ્રેક લઇ રહી છે. જયારે ખુદ અનુષ્કા એ આવી ખબરો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. અનુષ્કા જલ્દી જ ઝીરો માં શાહરુખ ખાન ની સાથે નજરમાં આવશે. આ ફિલ્મ માં અનુષ્કા વિકલાંગ છોકરી ની ભૂમિકા કરી રહી છે જે એક સેરેબ્રલ પાલ્સી ના નામની બીમારી થી પીડિત છે.શાહરુખ ખાન,અનુષ્કા શર્મા અને કૈટરીના કૈફ સ્ટારર ફિલ્મ ઝીરો 21 ડિસેમ્બર ના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ને આનંદ એલ. રાઈ એ નિર્દેશિત કર્યું છે. અનુષ્કા ની પાસે ફિલ્મ ઝીરો પછી હાલ એકપણ ફિલ્મ નથી. તેના પ્રોડક્શન હાઉસમાં પણ સન્નાટો છે અને કોઈ નવી ફિલ્મ વિશેની કોઈ જ ચર્ચા નથી. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here