પ્રભાસની ફી જાણીને કરન જોહરના પગ નીચેથી સરકી ગઈ જમીન, જાણો એવી 7 બાબતો…

0

બાહુબલીના મુખ્ય કલાકાર પ્રભાસને સાઈન કરવી કોઈ સામાન્ય વાત નથી. બાહુબલીની સફળતા બાદ પ્રભાસનું સ્ટારડમ એટલું વધી ગયું છે કે ઘણા મોટા પ્રોડયુસર પણ તેની ફી ચુકવવામાં અસમર્થ રહ્યા છે. જાણવામાં આવ્યું છે કે બોલીવુડનાં એક મહાન પ્રોડયુસર કરન જોહર પણ પ્રભાસની મોટી રકમને લીધે તેમને પોતાની ફિલ્મમાં સમાવેશ કરી શક્યા ન હતા. જેમ કે પ્રભાસે કરન પાસેથી 20 કરોડ જેટલી મોટી રકમ માંગી હતી. ડીએનએ નાં રીપોર્ટનાં આધારે, કરન જોહર સાઉથનાં આ સુપર સ્ટારને હિન્દી ફિલ્મોમાં લોન્ચ કરવા માંગે છે, પણ તે પ્રભાસની ફી ચુકવવામાં અસમર્થ છે.

1. કરીના કપૂર ખાન અને કરન જોહર ભલે આજ બેસ્ટ ફ્રેન્ડ હોય પણ એક સમયે પૈસાની બાબતને લઈને બન્ને વચ્ચે તિરાડ ઉત્પન થઈ હતી. વાત એમ હતી કે કરન જોહર કરીનાને ફિલ્મ ‘કલ હો ના હો’ માં લેવા માંગતા હતા, પણ કરીનાએ શાહરૂખની બરાબરી ની ફી માટેની ડીમાંડ કરી હતી. કરને કરીનાને ‘મુજસે દોસ્તી કરોગે’ ફિલ્મ રીલીઝ થવાના એક દિવસ પહેલા આ ઓફર આપી હતી. તેના પછી આ ફિલ્મમાં કરને પ્રીતિ ઝીંટાને લીધી હતી.

2. નાવાઝુદીન સિદ્દીને અક્ષય કુમાર સ્ટાર જોલી એલએલબી-2 માં એક ખાસ રોલ મળતો હતો, પણ તેમણે ફિલ્મ માટે 3.5 કરોડ રૂપિયાની ડીમાંડ કરી હતી. નાના બજેટની ફિલ્મમાં નવાઝને આટલી મોટી રકમ આપવી મુશ્કેલ હતી.

3. બાહુબલીમા માતા શીવગામીનો રોલ શ્રી દેવીને ઓફર કરવામાં આવ્યો હતો, પણ તેમણે 6 કરોડ રૂપિયાની ડીમાંડ કરી હતી.તેના પછી રામ્યા કૃષ્ણનને 2.5 કરોડ રૂપિયામાં આ ફિલ્મમાં લેવામાં આવી હતી.

4. સલમાન ખાનની ફિલ્મ કિક માટે સોનાક્ષી સિન્હા પહેલી ચોઈસ હતી, પણ સન ઓફ સરદારની સફળતા બાદ તેની ફી આસમાને પહોંચી ગઈ હતી અને તેની ફિલ્મ દબંગ-2 પણ આવવાની હતી. માટે સાજીદ નડીયાદવાલાએ દીપિકા પાદુકોણને અપ્રોચ કરી હતી. જો કે દીપિકા સાથે પણ કાઈ વાત બની ન હતી. અંતે આ ફિલ્મ જેકલીનને મળી હતી.

5. સંજય લીલા ભણસાલીએ એક ફિલ્મ માટે શાહરૂખ ખાનને અપ્રોચ કર્યો હતો, પણ શાહરૂખે ફિલ્મ માટે 90 કરોડની ડીમાંડ કરી હતી. તેના પછી સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ માટેનો આઈડિયા ડ્રોપ કરી નાખ્યો હતો.

6. એશ્વર્યા રાય બચ્ચનની આવનારી ફિલ્મ ‘ફન્ને ખાં’ માં આર માધવનને એક રોલ ઓફર કરવામાં આવ્યો હતો, પણ તેમણે 1.5 કરોડ ની માંગ કરી હતી. તેના પછી આં ફિલ્મમાં તેની જગ્યાએ રાજકુમાર રાવ ને લેવામાં આવ્યો છે.

7. 90 નાં દશકની સફળ અભિનેત્રી માધુરી દિક્ષિત જ્યારે 2012માં બોલીવુડમાં કમબેક કરી રહી હતી, ત્યારે તેમને ઘણા પ્રોડ્યુસર સાથે 5 કરોડ રૂપિયાની ડીમાંડ કરી હતી. પણ કોઈ પણ પ્રોડ્યુસર તેની આ ડિમાન્ડને પરું કરી શક્યા ન હતા.


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!