મોદી સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા, જાણો શું છે તેના નિયમો અને શરતો

0

અત્યારે જયારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારની ધમાકેદાર યોજના પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની શરતો રજુ થઇ ગઈ છે. આ યોજનાનો કોણ-કોણ લાભ લઇ શકે છે અને તેનાથી કયા-કયા લાભો થશે, એ બાબત રજુ થઇ ચુકી છે. આ યોજનાથી કરોડો લોકોને ઘણો ફાયદો થવાનો છે. ખાસ કરીને એ લોકો કે જેને વૃદ્ધાવસ્થામાં દર-દરની ઠોકરો ખાવી પડે છે, તેમને હવે સરકારની આ યોજનાથી પોતાના ઘડપણની ચિંતા નથી થાય. જો કે તેની શરૂઆત, તમારે પોતાના યુવાનીના દિવસોથી કરવી પડશે. આપણે વાત કરીશું કેન્દ્ર સરકારની આ યોજનાના કેટલાક નિયમો અને શરતો વિશે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને 60 વર્ષની ઉમર પછી માસિક 3000 રૂપિયાન પેંશન આપવામાં આવશે, જેનાથી તેઓ પોતાનું ઘડપણ સારી રીતે વિતાવી શકે. જણાવી દઈએ કે આ યોજના હેઠળ તમારે 60 વર્ષની ઉમર પછી કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી, પરંતુ જ્યાં સુધી તે વ્યક્તિ જીવિત રહેશે ત્યાં સુધી સરકાર તરફથી 3000 રૂપિયા સીધા તેમના ખાતામાં આવી જશે.

કઈ ઉંમરના વ્યક્તિ કરી શકે છે એપ્લાય?

આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની ઉંમરના લોકો જોડાઈ શકે છે. જો તમે આ ઉંમરની વચ્ચે હોવ, તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. 40 વર્ષથી વધુ વયના લોકોને તેના માટે અરજી કરવી નહીં, કારણ કે પહેલા તમારે દર મહિને કેટલાક પૈસાનું રોકાણ કરવું પડશે અને તે પછી જ તમને જીવનપર્યંત પેન્શન મળશે, પરંતુ આ માટે પણ કેન્દ્ર સરકાર તરફથી કેટ્લીક શરતો લાગુ કરવામાં આવી છે.

કોને મળશે કેટલો ફાયદો?

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર, આ યોજનાનો લાભ રેંકડી લગાવવાવાળાને, રીક્ષા ચાલકોને, નિર્માણકાર્ય કરતા મજૂરોને, કચરો ઉઠાવવાવાળાને, હેન્ડલૂમના કારીગરોને, મોચી, ધોબી, બીડી બનાવવાવાળાઓને, ચામડાના કારીગરોને, અને આ પ્રકારના બીજા નાના કામો કરતા અસંગઠિત ક્ષેત્રના કામદારોને મળશે.

દર મહિને કેટલી રકમ જમા કરાવવી પડશે?

આ યોજનામાં જો તમે 18 વર્ષની ઉંમરથી જોડાવો છો તો તમારે દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે અને આટલી જ રકમ સરકાર તરફથી પણ જમા કરવામાં આવશે. જો તમારી ઉંમર વધુ હોય તો એ હિસાબથી તમારે વધુ રકમ જમા કરાવવી પડશે અને પછી તમને દર મહિને 3000 રૂપિયા મળવા લાગશે.

જો વ્યક્તિ મૃત્યુ પામે તો?

આ યોજનાનો લાભ લેવાવાળા વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આનો લાભ તેની પત્ની કે પછી નોમિનીને મળશે. એટલું જ નહીં પણ જો નોમિની ઈચ્છે તો પેંશન બંધ પણ કરાવી શકે છે. આવી સ્થિતિમાં તમને પૂરા પૈસા વ્યાજ સહીત પાછા મળી જશે. આનો અર્થ એ છે કે તમારા પૈસા ડૂબશે નહિ. આ યોજના માટે તમે 15 ફેબ્રુઆરી પછી એપ્લાય કરી શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here