પોતાની ફિલ્મી કરિયરમાં ટોપ પર હતી આ 7 અભિનેત્રીઓ, ને લગ્ન કર્યા ને વસાવ્યું ઘર, થઈ ગઈ કરિયર બર્બાદ…

0

દરેક વ્યક્તિના જીવનમાં એવો એક વખત જરૂર આવતો હોય છે. જ્યારે તેને શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ એ કશું જ સમજાતું નથી. એમાંય ખાસકારીને છોકરીઓના જીવનમાં આ સમય જરૂર આવે છે. અને એમાંય એક બાજુ કરિયર અને બીજી બાજુ લગ્ન ની વાત આવે. ત્યારે, મોટા ભાગે આવું બનતું હોય છે. કેટલીક છોકરીઓ લગ્નને પ્રાધાન્ય આપે છે તો કેટલીક છોકરીઓ પોતાની કરિયર ને.

બોલિવુડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે જેને લગ્નને પહેલા પ્રાધાન્ય આપ્યું. એમને એ જ સમયે લગ્ન કર્યા જ્યારે તેમનું કરિયર ટોપ પર હતું. તેમણે એ જ સમયે લગ્ન કર્યા જ્યારે તેમના ફેન અને ફોલોવર્સ વધારે હતા. આજે અમે આ આર્ટિક્લ્માં એવી અભિનેત્રીઓની વાત કરવા જઈ રહ્યા છીએ જેમને લગ્ન જીવન માટે પોતાની કરિયરને બરબાદ કરી નાખી.

મુમતાઝ અને મયુર મધવાનીના લગ્ન :

મુમતાઝ તેના સમયની સૌથી ખૂબસૂરત અભિનેત્રી માની એક હતી. તેને એની કરિયરમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. તેને એ જ સમયે એક વ્યક્તિને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો. તે વ્યક્તિ તેનો ફેન અને બિઝનેસમેન મયુર માધવાની હતો. તેને તેની સાથે 1974માં લગ્ન કરી લીધા.

મીનાક્ષી શેષાદ્રી અને હરીશ મૈસૂર ના લગ્ન :

જ્યારે મીનાક્ષી ફિલ્મોમાં આવી ત્યારે તે માત્ર 18 વર્ષની જ હતી. અને તેને તેની પહેલી ફિલ્મ પેંટર બાબુ કરી હતી. મીનાક્ષીની એક્ટિંગના કારણે લોકો આજે પણ યાદ કરે છે. તેને 1995 માં હરીશ બાબુ સાથે લગ્ન કર્યા પછી તે ક્યારેય ફિલ્મોમાં જોવા મળી નથી.

માધુરી દીક્ષિત અને શ્રી રામ નેને ના લગ્ન :

બોલિવુડની ધક ધાક ગર્લ એટ્લે માધુરી. તેને 1999 માં અમેરિકાના સર્જન ડોક્ટર શ્રી રામ નેને સાથે લગ્ન કરી લીધા હતા. શ્રી રામ નેને માધુરીના મોટા ફેન હતા. તેમણે તેની સ્માઇલ ખૂબ જ ગમતી હતી. જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેમણે એ ખ્યાલ ન હતો કે માધુરી ભારતની આટલી મોટી સુપર સ્ટાર હશે. તેને તે નાની મોટી અભિનેત્રી સમજતા હતા. જ્યારે માધુરીએ લગ્ન કર્યા ત્યારે તેની કરિયર ટોપ પર હતી.

જૂહી ચાવલા અને જય મહેતાના લગ્ન :

જૂહી એ 1995 માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા. 90 ના દાયકામાં જૂહી મોસ્ટ ડીમાંડેડ અભિનેત્રીમાની એક હતી. પોતાની ટોપ કરિયરમાં પોતાનાથી 7 વર્ષ મોટા જય સાથે લગ્ન કર્યા. જો કે જૂહીએ લગ્ન પછી પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્ન :

બોલિવુડની સેક્સી ગર્લ શિલ્પાએ 2009 માં પ્રસિદ્ધ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા, જ્યારે લગ્ન કર્યા ત્યારે શિપલાની કરિયર ટોપ પર હતી.

સાયરા બાનું અને દિલિપ કુમારના લગ્ન :

બોલીવિડના સુપર સ્ટાર દિલિપ કુમાર સાથે તેમનાથી 22 વર્ષ નાની સાયરા બાનુને પ્રેમ થઈ ગયો અને તેમણે લગ્ન કરી લીધા. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ સાયરા બાનુને દિલિપ કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે સાયરા બાનુના લગ્ન થયા ત્યારે સાયરબાનું બોલિવુડની ટોપ અભિનેત્રીમાની એક હતી.

ભાગ્ય શ્રી અને હિમાલય દશાનીના લગ્ન :

ફિલ્મ મેને પ્યાર કિયા થી અભિનય કરનાર ભાગ્યશ્રી સૌથી સુંદર અદાકાર હતી. તેની સુંદરતા એ બધાના દિલ જીતી લીધા હતા. 1990 માં બિઝનેસમેન હિમાયલ દશાની સાથે લગ્ન કરી લીધા. તેમણે 23 વર્ષનો એક દીકરો અભિમન્યુ અને એક દીકરી અવંતિકા છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here