પોતાની મહેનતથી દુર કરી ગરીબી આ ભારતીયક્રિકેટરો, કોઈ વોચમેન રહ્યું હતું તો કોઈ મજુર, જાણો આવા ક્રિકેટરો ની જીવન કહાની..

ઈરાદા મા વિશ્વાસ રાખો, ઈરાદા મા જાન હોય છે પાંખો થી કાઈ નથી થાતું દોસ્તો, ઉડાન તો હોસલાઓ થી થાતી હોય છે.

જેવી રીતે એક સોના ની પરખ અગ્નિ કરે છે તેવીજ રીતે એક વ્યક્તિ ની પરખ એક દુઃખ દ્વારા થાય છે. વધારે પડતા પૈસા ગમે તેવા અમીર વ્યક્તિ ને પણ લાચાર બનાવી દેય છે. સાથે જ અમુક લોકો તંગી મા પણ હીરા ની જેમ ચમકી ઉઠતા હોય છે. અહી અમે કોઈ મોટા બીઝનેસ મેન ની સફળતા ની કહાની સંભળાવતા નથી , જ્યારે અમે વાત કરી રહ્યા છે એવા લોકો ના વિશે જે મોટા ભાગે ફિલ્ડ મા પરસેવો પાડતા નજર આવ્યા છે.

જો તેઓ સારું પ્રદર્શન કરશે તો તેમની વાહ વાહ જ થાશે અને જો સારું પ્રદર્શન કરવામાં નાકામિયાબ રહેશે તો તેઓ ને લોકો ના ગુસ્સા નો શિકાર પણ બનવું પડતું હોય છે. અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટ ખિલાડીઓની.

તમે જાણો છો એવા ક્રિકેટરો ને જે એવી ગરીબી માંથી પસાર થયા છે કે જેમાં સપના પણ પોતાનો દમ તોડી બેસે છે.

રવીન્દ્ર જાડેજા..

ભરતા નાં મહાન અને ઓલરાઉન્ડર ‘રવીન્દ્ર જાડેજા’ આજે જે કાઈ પણ છે પોતાના મહેનત ના દમ પર જ છે. શરૂઆત ના દિવસો મા ચોકીદાર રહેલા રવીન્દ્ર  જાડેજા ને જોઈ ને એક વાત નીકળે છે કે,’ હોસલા અને મહેનત કોઈ પણ પરિસ્થિતિ ના ગુલામ નથી હોતા’. તમને જાણ કરી આપીએ કે જાડેજા નાં પિતા પણ એક ચોકીદાર જ હતા.

ઉમેશ યાદવ, ગેંદબાજી મા જ નહી પરંતુ સપના માં પણ હતી ગતિ..


ઉમેશ યાદવ નાં હાથ મા જ્યારે ગેંદ ન હતી ત્યારે તેના આગળ વધવાની ગતિ એકદમ ધીમી હતી. નાગપુર મા જન્મેલા ઉમેશ યાદવ નો પરિવાર ખુબજ ગરીબ હતો. પરિવાર ને ચલાવવા માટે 12 ધોરણ પછી પિતા નાં સાથે મજુરી કરવા વાળા ઉમેશ યાદવ ને પોતાના મજુરી કામે આગળ આવતા રોક્યા હતા. તે પોતાની મહેનત અને લગન થી આગળ વધતા રહ્યા અને આજ ના સમય મા ભારતીય ક્રિકેટ ટીમ મા તેના થી વધારે ગતિ વાળો બીજો કોઈ ગેંદબાજ નથી.

પઠાણ બંધુ..

ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ આ બન્ને નામ ને દુનિયા પૂરી રીતે જાણે છે. બન્ને નું બાળપણ કાઈ ખાસ નીવડ્યું ન હતું, મોટા થયા ની સાથે જ બન્ને પોતાના પિતા ની સાથે મસ્જીદ ની દેખ રેખ નું કામ કરવા લાગ્યા. જો કે બન્ને ભાઈઓ એ મસ્જીદ ની ગલીયારો ને જ પોતાની પીચ બનાવી લીધી હતી અને ત્યાજ પ્રેક્ટીસ કર્યા કરતા હતા. પછી બન્ને ભાઈઓ ને દુનિયામાં એક નવી પહેચાન મેળવવામાં વધારે સમય લાગ્યો ન હતો.

કામરાન ખાન, ખેડૂત થી આઈપીએલ સુધી ની સફર..

કામરાન ખાને ગરીબી ના એ દિવસો પણ જોયા હતા જ્યારે તેમની પાસે રહેવા માટે ઘર પણ ન હતું. રેલ્વે સ્ટેશન પર રાત ગુજારવા વાળા આ યુવા ખિલાડી ને પોતાની મહેનત નું ફળ ત્યારે મળ્યું જ્યારે તે 18 વર્ષ ના હતા. 18 સાલ ની ઉમર મા કામરાન ના માથા પર થી ગરીબી નાં કાળા વાદળ હટી ગયા, તેમેણે રાજસ્થાન રોયલ્સ ને 15 લાખ રૂપિયા માં ખરીદી લીધું. આઈપીએલ પહેલા જ્યારે કામરાન પાસે ઈલાજ માટે ના પૈસા નાં હોવાથી તેમણે પોતાની માં ને ગુમાવી દીધી હતી.

મનોજ તિવારી..

જ્યારે મનોજ તિવારી ને ભારતીય ટીમ ની રોશની ની જેમ જોવામાં આવતા હતા,  જ્યારે મનોજ તિવારી ના ભૂતકાળ ના દિવસો મા નજર કરવામાં આવે તો જાણે આંખો મા પાણી ઉભરાઈ આવશે. સફળતા માટે મનોજ તિવારી એ પોતાની હર એક ક્ષણ નો સદ્દુપીયોગ કર્યો હતો. તે રેલ્વે સ્ટેશન પર કામ કરતા હતા અને ક્રિકેટ ની શિક્ષા અપાવવા માટે ઘર ના લોકો પાસે પુરતા પૈસા ન હતા. મનોજ ના મોટા ભાઈ એ લોન લઇ ને ક્રિકેટ ક્લબ મા મનોજ નું એડમીશન કરાવ્યું હતું. મનોજ આ લોન નું કર્જ તેના પ્રદર્શન દ્વારા જાહિર થતું હતું.

ભુવનેશ્વર કુમાર..

જ્યારે ભુવનેશ્વર કુમાર વગર ભારતીય બોલિંગ જાણે કે અધુરી લાગે છે. જ્યારે એક સમય હતો કે ભુવનેશ્વર પાસે પહેરવા માટે જૂતા પણ ના હતા. ક્રિકેટ ના લગાવ ને તેને બધીજ કઠીન પરીસ્થીતી માંથી બહાર કાઢ્યા હતા અને આજ ના સમય મા તે એક ભારતીય ગેંદબાજી ની એક અહેમ કડી છે.

મુનાફ પટેલ..

આપળે બધા મુનાફ પટેલ ને એક મહાન ગેંદબાજ નાં સ્વરૂપ મા જાણીએ છીએ. પણ ખુબજ ઓછા લોકો જ છે કે જે મુનાફ પટેલ ના અતીત ને જાણતા હોય. મુનાફ ને ક્રિકેટ ની સાથે માત્ર મહેનત કરતા જ આવડે છે જેથી તે શરૂઆત ના દિવસો મા ઘર ચલાવવા માટે મજુરી નો સહારો લેવો પડ્યો હતો. મુનાફ આજે જે કાઈ પણ છે તે પોતાની લગન અને મહેનત ને લીધે છે.

જેના ઈરાદા મહેનત ની શાહી થી લખેલા હોય છે, તેની કિસ્મત નાં પન્ના ક્યારેય ખાલી નથી હોતા.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!