પોતાની જ પત્ની પાસે DM એ કરાવ્યું હેરાન કરી દેનારું કામ, લોકોને નથી આવી રહ્યો વિશ્વાસ….

આજના બદલાઈ રહેલા જમાનામાં ઘણા લોકો એવા છે જેઓ મહિલાઓને સન્માનની દ્રષ્ટિથી નથી જોતા. દરેક ક્ષેત્રમાં આગળ આવવા છતાં તેઓ મહિલાઓને પોતાનાથી નીચેનો દર્જો આપતા હોય છે અને જો મહિલા તેનાથી આગળ નીકળી જાય તો તે તેને ખુદથી પાછળ લાવવા માટેની દરેક સંભવ કોશીસ કરતા હોય છે. પણ આવા દૌરમાં અમુક લોકો એવા પણ હોય છે જેઓ મહિલાઓને ખુદથી ક્મ નથી સમજતા. તેઓને મહિલાઓની સફળતાથી ઈર્ષ્યા નથી થતી પણ તેઓને ગર્વ મહેસુસ થાય છે જ્યારે તેની બહેન, દીકરી કે પત્ની પણ પૈસા કમાતી હોય.તેઓ પુરા સન્માન સાથે મહિલાઓને આગળ વધવા માટેનો મૌકો આપતા હોય છે. તેઓના હર એક કદમમાં સાથે રહીને તેઓને પૂરો સહયોગ આપતા હોય છે. આપણા સમાજને આજે એવા જ સમજદાર અને ભણેલા-ગણેલા લોકોની જરૂર છે જે મહિલા અને પુરુષમાં અંતર નથી સમજતા. આજે અમે તમને એવા જ વ્યક્તિને મળાવવા જઈ રહ્યા છીએ જે એક મોટા હોદ્દા પર હોવા છતાં પણ સારું કામ કરવાનું ન ભૂલ્યા. નહિતર તો આજકાલનાં સમયમાં પાવર આવી જાવાથી લોકો ઈમાનદારી ભૂલી જાતા હોય છે. પણ આ વ્યક્તિએ એક એવું કામ કર્યું છે જેના વખાણ હર કોઈ કરી રહ્યા છે.
ઉત્તરાખંડનાં બાગેશ્વર જીલ્લાનાં એક સરકારી સ્કુલમાં વિજ્ઞાનનાં શીક્ષક ઓછા પડી રહ્યા હતા. બાળકોનો અભ્યાસ કરવામાં સમસ્યા આવતી હતી, તેની આ સમસ્યાને જોતા તેણે આ વાત પોતાની પત્નીને જણાવી. પછી તેની પત્નીએ બાળકોની આ સમસ્યાનું સમાધાન કાઢવાનો નિર્ણય કરો. તેની પત્નીએ ખુદ સ્કુલમાં બાળકોને વિજ્ઞાન ભણાવાનો નિર્ણય કર્યો.
તમને જાણીને હેરાની લાગશે કે અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તે કોઈ સાધારણ વ્યક્તિ નથી પણ ત્યાના ડીએમ છે. ડીએમ મંગેશની પત્નીએ ખુદ બાળકોને ભણાવાની જવાબદારી ઉઠાવી હતી. બાગેશ્વરનાં લોકો ડીએમ મંગેશનાં નામથી ખુબ ખુશ રહેતા હતા અને હંમેશા તેના વખાણો કરતા રહે છે. પણ જ્યારે તેઓને જાણ થઇ કે તેનું ટ્રાન્સફર બીજી કોઈ જગ્યા પર થઇ ગયું છે તો બધા ખુબ જ દુઃખી બની ગયા હતા.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સિવિલ સેવા 2011 માં મંગેશે ચોથા નંબરનો રેન્ક હાંસિલ કર્યો હતો. આટલો સારો રેન્ક હાસિલ કર્યા બાદ તેની પાસે બહાર જવાનો પણ મૌકો હતો પણ તેણે પોતાના દેશને પ્રથમ સ્થાન આપતા અહી જ રહીને લોકોની સેવા કરવાનું વિચાર્યું. આવા ઓફિસરોની આપણા દેશને ખુબ જ જરૂર છે અને આવા વિચાર રાખનારાઓને અમે સલામ કરીએ છીએ.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!