પોતાને જોઈતું વરદાન મેળવો અને પોતાના નસીબના દરવાજા ખોલો આ હનુમાન જયંતિ નિમિત્તે

👉🏻પોતાને જોઈતું વરદાન મેળવો અને પોતાના નસીબ ના દરવાજા ખોલો આ હનુમાન જયંતિ નિમિત્તે

👉🏻રાશિ પ્રમાણે કઈ રીતે કરશો ભગવાન હનુમાનજીની પૂજા

👉🏻જ્યારે કોઈ તહેવાર અથવા તો ધાર્મિક દિવસ આવે છે તેનું ખૂબ જ મહત્ત્વ હોય છે..

👉🏻 ૩૧ તારીખે હનુમાન જયંતીએ જ્યારે તમે પૂજા કરો ત્યારે પૂર્વ દિશામાં મોઢું રાખીને પૂજા કરજો..
👉🏻સૌથી પહેલા ગણેશજીનું ધ્યાન કરવું પછી તમારા ગુરુદેવનું ધ્યાન કરવું.. પછી હનુમાનજીને પ્રાર્થના કરવી કે હે ભગવાન હું જે પૂજા કરું છું તેનું ફળ, મને અર્પણ કરો અથવા તો આ વ્યક્તિને અર્પણ કરો.. તમે જો ભાઈ-બહેન પતિ-પત્ની માતા-પિતા કોઈની માટે પૂજા કરતા હોય તો તેમને નામ તેમનું નામ લઈ શકો છો.. જમણા હાથમાં પાણી લેવું અને સંકલ્પ કરવો કે , આજની આ પૂજા હું મારા સ્વજન માટે કરું છું આવો સંકલ્પ કરીને પાણીને નીચે છોડી દો.. આવું કરવાથી તેનું ફળ જેની માટે પૂજા કરી રહ્યાં છો તેમના સુધી પહોંચશે..

1. મેષ રાશિ
ચમેલીના તેલના પાંચ દીવા કરીને સંકટ અષ્ટક હનુમાનજિ ના પાઠ કરવા અને લાલ ગુલાલ અને લાડુનો પ્રસાદ ધરાવવો.. બાળકોમાં વહેંચી દેવો..

2. વૃષભ રાશિ
હનુમાનજીની મૂર્તિને સિંદૂર ચઢાવવું, સફેદ બેના નો પ્રસાદ ચઢાવવો સફેદ પેંડાનો પ્રસાદ ચઢાવવો.. હનુમાન ચાલીસાનો પાઠ કરવો.. પ્રસાદ બધાને વહેંચી દેવો.

3. મિથુન રાશિ આ રાશિના જાતકોએ હનુમાન અષ્ટકનો પાઠ કરવો.. આ સંકટ મોચન કવચનો પાઠ કરવો જ જોઈએ.. ગોળ અને લોટના બનેલા ચૂરમાનો પ્રસાદ તરીકે ધરાવવો

4. કર્ક રાશિ હનુમાનજીની સામે સાત દીવા પ્રગટાવીને નારિયેળના ગોટાનો ભોગ લગાવીને, દશરથ કરત શનિ સ્ત્રોત તેનો પાઠ કરવો..

5. સિંહ રાશી
હનુમાનજીની સામે ધૂપ-દીપ અગરબત્તી કરીને લાલ બાહુકનો પાઠ કરવો.. હનુમાનજીના મંદિરમાં લાલ પુષ્પ લાલ ફળ અને લાલ ધજા પર જયશ્રીરામ લખીને હનુમાનજીને ચઢાવો અને હનુમાન બાહુકનો પાઠ કરવો..

6. કન્યા રાશિ
પંચમુખી હનુમાનજીના મંદિરે જઈને અથવા તો કોઈ પણ હનુમાનજીના મંદિરે જઈને 5 દિવાઓ પ્રગટાવા.. ગોળ અને રોટલીનો પ્રસાદ ચઢાવી ને તે પ્રસાદ વહેંચી દેવો.. શક્ય હોય તો પ્રસાદ નવું વર્ષ સુધીની બાલિકાઓને વહેંચી દેવો..

7. તુલા રાશિ

હનુમાનજીનું સમક્ષ ધૂપ દીપ કરીને, રામચરિત માનસનો પાઠ તથા સુંદરકાંડનો પાઠ કરવો..

8. વૃશ્ચિક રાશિ
હનુમાનજીની સામે સાત દીવાઓ પ્રગટાવી ને, લાલ રંગનું ફળ અર્પણ કરીને.. બજરંગબાણનો પાઠ કરવો..

9. ધનુરાશિ
એ લોકોને સાડાસાતી ચાલી રહી હોય તે લોકોએ હનુમાન મંદિરે જઇ ને, ધૂપ દીપ અને અગરબત્તી કરીને.. પીળા ફૂલોની માળા ચઢાવવી.. ખીરનો ભોગ ધરાવવો અને હનુમાન અષ્ટકનો પાઠ કરવો..

10. મકરરાશી હનુમાનજીની સામે ધૂપ દીપ અને અગરબત્તી કરીને, ગોળ અને ચણાનો ભોગ ધરાવીને .. વાંદરાઓને ખવડાવી દેવો.. હનુમાન બાહુ અથવા તો કીસકીનધા પાઠ અવશ્ય વાંચવો જોઈએ.

11. કુંભ રાશિ

હનુમાનજીની મૂર્તિ સામે ઘીના 21 દીવા કરવા.. ચૂરમાનો પ્રસાદ ધરાવીને બધાને વહેંચી દેવો.. રામચરિતમાનસ સુંદરકાંડ અથવા તો હનુમાન અષ્ટકનો પાઠ કરવો..

12. મીન રાશિ
હનુમાનજીની સમક્ષ 11 ઘીના દીવા કરવા.. ગળી રોટલી નો ભોગ ધરાવીને બજરંગબાણનો પાઠ કરવો, રામચરિતમાનસ નો પાઠ કરવો..

લેખક – નિરાલી હર્ષિત
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!