પોતાના લગ્ન સમયે કરોડો કમાવાની છે પ્રિયંકા અને વિદેશી બોયફ્રેન્ડ, જાણો એવું તો વળી શું કરશે? જાણવા જેવું

0

પ્રિયંકા-નિક ના લગ્ન ની ચર્ચા પણ હાલના દિવસોમાં ખુબ ચાલી રહી છે. બી-ટાઉન ની સાથે સાથે દુનિયાભર માં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ને સૌથી હોટ કપલ માનવામાં આવી રહ્યા છે. બંને ના લગ્ન માટે હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. દુનિયાભર ના મૅગેઝીન્સ આ લગ્ન ને કવર કરવા માટેની લાઈનમાં લાગેલા છે.
પ્રિયંકા ના લગ્નના પહેલા જ તેઓના વેડિંગ શાવર ની અમુક તસ્વીરો મીડિયા પર પહેલાથી જ વાઇરલ થઇ ચુકી છે. બંને આ જ વર્ષ ડિસેમ્બર માં જોધપુર માં લગ્ન કરવા જઈ રહ્યા છે.આ કપલ ના લગ્ન ની તસ્વીરો એક ઇન્ટરનેશનલ મૈંગેઝીન માં પબ્લિશ થશે. રિપોર્ટ અનુસાર આ આલ્બમ માટે એક મોટી રકમ પણ વસુલવામાં આવી રહી છે. તેઓના આલ્બમ ની કિંમત 2.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 19 કરોડ રૂપિયા છે, જેને એક જાણીતી ઇન્ટરનેશનલ મૈંગેઝિને અત્યારથી જ ખરીદી લીધું છે.જો આવું થાશે તો પોતાનો આલ્બમ વહેંચનારા નિક-પ્રિયંકા આવું કરનારા પહેલા કપલ નથી, તેની પહેલા પણ સોનમ-આનંદે પોતાના લગ્ન ની તસ્વીરો એક મૈંગેઝીન ને વહેંચી હતી.
અમુક દિવસો પહેલા જ પ્રિયંકા-નિક એ મુંબઈ માં સગાઈ કરી હતી. રણવીર-દીપિકા પછી હવે નિક-પ્રિયંકા ના લગ્ન ની ચર્ચા જોરમાં છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here