પોતાની કરોડો રૂપિયાની સંપત્તિને દાન કરીને આ બોલીવુડનો સુપરસ્ટાર વિતાવી રહ્યો છે એક સામાન્ય માણસની જિંદગી

0

અભિનેતા નાના પાટેકરે મહારાષ્ટ્રના વિદર્ભ ઈલાકાના ખેડૂતોને કહ્યું કે હવે પછી તેઓ આત્મહત્યા ન કરે, બસ તેમને(નાના પાટેકર)ને ફોન કરે. પાટેકરનું કહેવું છે કે તેમણે આર્થિક હાલતમાં આત્મહત્યા કરવાવાળા ખેડૂતોની 180 વિધવાઓને 15-15 હજાર રૂપિયાની મદદ કરેલી છે. પાટેકરે જણાવ્યું કે તેમણે પોતાનો નંબર સરકારી સંગઠનો અને ખેડૂતોને આપેલો છે જેથી તેઓ ગમે ત્યારે મદદ માંગી શકે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના આધારે વર્ષ 2014 માં દેશભરમાં 12 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરેલી છે.

ખેડૂતોના મુદ્દાઓ પર નજર રાખવાવાળી ‘વિદર્ભ જન આંદોલન સમિતિ’ ના આંકડાના આધારે 20 મેં 2014 થી 20 મેં 2015 સુધી વિદર્ભમાં  અકે હજાર કરતા પણ વધારે ખેડૂતોએ આત્મહત્યા કરેલી છે. આ આંકડાના આધારે નાના પાટેકર કહે છે કે સ્યુંસાઈડ કરવાવાળા ખેડૂતોના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ બની ચુકી છે.

1. નાના પાટેકર પોતે એક ખેડૂત:

નાના પાટેકરના આધારે વરસાદ વચ્ચેના સમયમાં બંધ હોવાને લીધે ખેડૂતોની બીજી વખત ફસલ વાવવી પડી હતી, કેમકે પહેલાનો પાક ઉગી શક્યો ન હતો. જેને લીધે તેમના પરિવાર પર ખુબ મોટી સમસ્યા આવી પડી હતી. માટે પાટેકરે જેટલું બની શકે તેટલી મદદ એ લોકોને કરવાની કોશીશ કરી હતી.

પાટેકરે ખેડૂતોને કહ્યું કે આત્મહત્યા ન કરો, તેવું કરતા પહેલા મને ફોન કરો. પાટેકર એક અભિનેતા હોવાની સાથે સાથે એક ખેડૂત પણ છે. માટે જ્યારે તે ફિલ્મો નથી કરતા ત્યારે તે ખેતીવાડીના કામમાં વ્યસ્ત રહે છે.

એક ખેડૂત હોવાના લીધે તેમને ખેડૂતોનું દુઃખ ખુબ સારી રીતે દેખાઈ છે. માટે તે ખેડૂતોની મદદ પોતાના દ્વારા કરેલો ઉપકાર બીલકુલ પણ નથી માનતા. તે કહે છે કે મને નથી લાગતું કે મેં કોઈ પર પણ ઉપકાર કર્યો છે, અને જો કર્યો છે તો તે ખુદ મારા પર. કેમ કે આ બધું જોઇને મને ખુબ તકલીફ પળે છે અને તે પોતાની આ તકલીફોને દુર કરવા માટેજ લોકોની મદદ કરે છે.

2. 700 ખેડૂતોની મદદ

પાટેકર કહે છે કે આજના સમયમાં ખેડૂતોને માત્ર બેજ વસ્તુ જોઈએ છે પાણી અને વીજળી. જો આ બન્ને ચીજ તેઓને મળી જાય તો તેઓ કોઈની પાસે કાઈ પણ નહિ માંગે. તેમણે જણાવ્યું કે પોતે પહેલા અનીજ બજ્મી ની ફિલ્મ ‘વેલકમ બેક’ના પ્રમોશનમાં વ્યસ્ત હતા. પણ હાલ તે પૂરી રીતે ખાલી બની ગયા છે.

તેમનું કહેવું છે કે ફિલ્મ રીલીઝ થવાના બાદ તે મરાઠવાડા, ખાનદેશ અને વિદર્ભના લગભગ 700 ખેડૂતોની મદદમાં લાગી ગયા હતા. પાટેકરે જણાવ્યું કે આત્મહત્યા કરવાવાળા ખેડૂતોમાં મુસ્લિમ ખેડૂતોની સંખ્યા વધારે છે.

કેમ કે તેમના પવિત્ર ગ્રંથ કુરાનમાં આત્મહત્યાને પાપ ગણવામાં આવેલું છે. જેના ઈશ્વરના નિયમોની અવહેલના થાય છે. તેમને કહ્યું કે તેમને આ વિચાર ખુબ પસંદ આવ્યો અને તે ઈચ્છે છે કે ખેડૂતોને આ સમજવું જોઈએ અને કોઈ પણ પરિસ્થિતિમાં હાર માની લેવાને બદલે પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.