પોસ્ટ ઓફીસ ની આ સ્કીમ માં લગાવો પૈસા, બચત ખાતા માંથી ડબલ રીટર્ન મળશે – માહિતી વાંચો

0

પોસ્ટ ઓફીસ ના આ સ્મોલ સેવિંગ સ્કીમ ને ચોઈસ કરી શકો છો, જયા બચત ના પૈસા પર વધુ રીટર્ન મેળવી શકો છો.
જો આજ ના સમય માં ૫૦ હજાર થી ૧ લાખ રૂપિયા મંથલી સેલેરી છે તો વધુ બચત સંભવિત નથી. નોકરી કરનાર વર્ગ માંથી ઘણા લોકો એવા છે, જેની મંથલી બચત ૨,૩ અથવા ૫ હજાર રૂપિયા સુધી થઇ શકે છે. એવા માં ઘણા લોકો આ બચત ને બેંક ના સેવિંગ એકાઉન્ટ માં રાખે છે અથવા તો એવી જ કઈક બીજી સ્કીમ નો વિકલ્પ પસંદ કરે છે. પરંતુ આજે આપને જણાવીએ કે કેટલીક એવી સ્કીમ છે, જેના દ્વારા આપ બચત ના પૈસા પર વધુ ફાયદો મેળવી શકો છો, એ પણ ખુબ સુરક્ષિત રીત થી. વાસ્તવિક રીતે જયારે બચત ઓછી હોઈ તો એવી જગ્યા એ નિવેશ ન કરવો જયા બાઝાર જોખમ હેઠળ હોઈ. એવા માં આપના બચત ખાતા ના પૈસા પર વધુ રીટર્ન મેળવવા એક રીત અમે બતાવી રહ્યા છીએ. એના માટે તમારે પોસ્ટ ઓફીસ ની એ સ્મોલ સેવિંગ સ્કીમ નો વિકલ્પ પસંદ કરી શકો છો, જયા બચત ખાતા ની જગ્યા પર પૈસા આપી ને તે પૈસા પર સારું રીટર્ન મેળવી શકો છો. ખાસ વાત એ છે કે આ સ્કીમ માં તમે ૧૦ રૂપિયા મંથલી નિવેશ કરી શકો છો.આ સ્કીમ પર બેંક થી વધુ વ્યાજ પોસ્ટ ઓફીસ આપી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ, સ્મોલ સેવિંગ સ્કીમ આરડી એટલે કે રેકરીંગ ડીપોઝીટ ની. વાસ્તવ માં કેટલીક બેંકો માં પણ આરડી સ્કીમ છે, પરંતુ એ સ્કીમ પર પોસ્ટ ઓફીસ માં બીજી બેંકો ની તુલના માં વધુ વ્યાજ મળી રહ્યું છે. જયા એસબીઆઈ, દેના બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, ઇલાહબાદ બેંક અને આંધ્ર બેંક ૧ વર્ષ થી ૫ વર્ષ ની આરડી પર ૬.૫ થી ૭ ટકા વ્યાજ આપી રહી છે. તેજ, પોસ્ટ ઓફીસ ની ૧ વર્ષ થી ૫ વર્ષ ની આરડી સ્કીમ પર ૭.૧૦ ટકા વર્ષે વ્યાજ મળી રહ્યું છે.એફડી ના બરાબર મળી રહ્યું છે વ્યાજ :
સુરક્ષિત નિવેશ માટે એક વધુ માર્ગ બેંક એફડી છે, જેમાં તમને વધુ ઇન્ટરેસ્ટ મળે છે, પરંતુ તમારે મોટી રાશી એક સાથે લાંબા સમય માટે લોક કરવી પડે છે. તેવા માં તમે નાની રાશી ને દર મહીને ડીપોઝીટ કરી એફડી જેટલું વ્યાજ મેળવી શકો છો. એવા માં બચત ખાતા પર બે ગણું વ્યાજ મેળવા નો સરળ ઉપાય છે રેકરીંગ ડીપોઝીટ.બચત ખાતા થી કેટલું આવશે અંતર : માની લો કે તમે દર મહીને બચત ખાતા માં અને આરડી માં ૧ હજાર રૂપિયા જમા કરો છો. એવા માં તમે એ પણ જાણવા માંગશો કે ૧ વર્ષ પૂર્ણ થતા તમને બંને સ્કીમ થી મળેલા રીટર્ન માં કેટલું અંતર આવશે.
સેવિંગ એકાઉન્ટ : જો સેવિંગ એકાઉન્ટ માં દર મહીને ૧૦ હજાર રૂપિયા જમા કરો છો તો તમને એક વર્ષ માં ૧,૨૦,૦૦૦ રૂપિયા જમા કરવા જોશે. તે જ વર્ષ ના ૩.૫ ટકા મળતા વ્યાજ ના હિસાબ થી એક વર્ષ માં તમારા ૧,૨૪,૪૨૦ રૂપિયા થશે. એટલે કે વર્ષ માં ૪૪૨૦ રૂપિયા વધુ મળશે.RD : જો આરડી માં દર મહીને ૧૦ હજાર રૂપિયા સુધી જમા કરો છો તો વર્ષ માં ૧,૨૦,૦૦૦ રૂપિયા જમા કરવા પડશે. ત્યાં જ તમે પોસ્ટ ઓફીસ આરડી પર વર્ષ ના ૭.૧ ટકા વ્યાજ આપે છે. જે ગણતરી એ તમારા પૈસા એક વર્ષ માં ૧૨૮૫૨૦ રૂપિયા થઇ જશે. એટલે કે તમને ૮૫૨૦ રૂપિયા વધુ મળશે. જો કમ્પાઉન્ડીંગ ઈન્ટરવલ ક્વાર્ટલી છે તો પણ તમને એક વર્ષ માં ૧૨૫૪૨૦ રૂપિયા એટલે કે ૫૪૨૦ રૂપિયા વધુ મળશે.

આરડી ના ફાયદા

  • -રેકરીંગ ડીપોઝીટ નિવેશક ની સેવિંગ પર નિર્ભર કરે છે અને દર મહીને રાશી નો નિવેશ કરી શકો છો.
  • -આરડી ના લોકઇન ફીચર માં શરૂઆત થી અંત સુધી વ્યાજ દર એક સમાન રહે છે અને ડીપોઝીટ પર ઇન્ટરેસ્ટ રેટ શરૂઆત માં જ લોકઇન થઇ જાય છે.
  • -રેકરીંગ ડીપોઝીટ થી સેવિંગ મેનેજમેન્ટ સરળ બની જાય છે અને વારંવાર ફિક્સ ડીપોઝીટ ની પરેશાની થી રાહત મળી જાય છે.
  • -આરડી મે એકાઉન્ટ ખોલતા સમયે જ ટાઈમ પરરીયડ નક્કી થઇ જાય છે. ટાઇમ પીરીયડ પૂરું થતા તમને વ્યાજ મળી જાશે.
  • -આરડી ની ખાસિયત એ છે કે આમાં નિયમિત નિવેશ ની સાથે ફિક્સ ડીપોઝીટ ના ફાયદા પણ મળે છે. વ્યાજ નક્કી થવા થી આય ની નિશ્ચિતતા રહે છે અને બેંક તરફ થી ઓફર મળવા ની સંભાવના રહે છે. આરડી માં એક ખાસ લક્ષ્ય માટે રકમ એકઠી કરી શકાય છે.
  • -આરડી ૧૦ વર્ષ સુધી કરી શકાય છે. એમાં લાંબા સમય નો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવી શકાય છે.

કેવી રીતે શરુ કરવું રેકરીંગ ડીપોઝીટ
આરડી એકાઉન્ટ પોસ્ટ ઓફીસ, બેંક જઈ ને અથવા ઓનલાઈન પણ ખોલી શકાય છે. તમે મોબાઈલ એપ થી આરડી ખોલાવી શકો છો. જો તમે પોસ્ટ ઓફીસ માં આરડી ખોલી રહ્યા છો તો કૈશ અને ચેક દઈને ખોલાવી શકો છો. તમારું એકાઉન્ટ એક પોસ્ટ ઓફીસ થી અન્ય પોસ્ટ ઓફીસ પર ટ્રાન્સફર પણ કરી શકો છો. બે એડલ્ટ ના નામ થી જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકો છો. આરડી એકાઉન્ટ ખોલતા પહેલા જોઈ લેવું કે કેટલું વ્યાજ મળી રહ્યું છે. જો આરડી પર ૧૦ હજાર થી વધુ વ્યાજ મળતું હોઈ તો ત્યાં ટેકસેબલ હશે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here