પોપકોર્ન ખાનારાઓને ક્યારેય પણ નહિ થાય આ બીમારીઓ, જાણો તેના આ 8 ફાયદાઓ…

0

પોપકોર્ન એક એવી વસ્તુ છે જે તમને શોધ્યા વગર જ ગમે ત્યાં રસ્તાઓ પર મળી જતું હોય છે. તે ખાવામાં ખુબ જ સારું લાગે છે અને સ્વાસ્થ્યના મામલામાં પણ ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. એક પોપોકોર્નથી ભરેલું બાઉલ ખાવા મળી જાય તો સમજી લો કે તમારો દિવસ બની ગયો.

બહારના કરતા જો ઘરમાં જ પોપકોર્ન બનાવામાં આવે તો તે વધુ હેલ્દી હોય છે. પોપકોર્નને જો યોગ્ય રીતે બનાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદેમંદ માનવામાં આવે છે. પોપકોર્નમાં વધુ તેલ કે ઘી નો પ્રયોગ કરવો ન જોઈએ. પોપકોર્ન પર લસણ અને કાલીમિર્ચ પાઉડર નાખીને ખાવાથી દિલ વધુ મજબુત થાય છે.

પોપકોર્નમાં વધુ માત્રામાં ફાઈબર, પોલીફેનોલિક કમ્પાઉન્ડ, એન્ટીઓક્સીડેંટ, વિટામીન બી કોમ્પ્લેક્ષ, મેગેઝીન અને મેગ્નેશિયમ જેવી પ્રભાવશાળી ચીજ હોય છે. તો તમે પણ જો હજી સુધી પોપકોર્ન નહિ ખાતા, તો હવે થી આવું કરવાનું છોડી દો અને પોપકોર્નનું સેવન કરવાનું ચાલુ કરી દો.

1. લેસ્ટ્રોલ કરે છે કમ:

 પોપકોર્નમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે જે કોલેસ્ટ્રોલ કમ કરે છે અને ધમનીઓને મજબુત બનાવે છે. જેનાથી હાર્ટ એટેકના ચાન્સને ઓછુ કરે છે.

2. પાચન માટે ઉત્તમ:

પોપકોર્ન એક એવું અનાજ છે જેને ખાવાથી પાચનક્રિયા મજબુત બને છે અને કબ્જ જેવી કંડીશન પણ રહેતી નથી. ફાઈબર ચીકણા આંતની માસપેશીઓને પેસ્ટલેટીક ગતિને ઉત્તેજિત કરે છે.

3. કેન્સરથી બચાવે છે:

પોપકોર્નની અંદર ભરી માત્રામાં પોલીફેનોલીક યૌગિક હોય છે, જો કે સૌથી વધુ શક્તિશાળી એન્ટીઓક્સીડંટ છે, જેની તમારા શરીરને જરૂર હોય છે. એન્ટીઓક્સીડંટ કેન્સર પૈદા કરનારા ફ્રી રેડિકલ્સથી મુક્તિ અપાવે છે.

4. ઉમરને વધતી રોકે છે:

તેને ખાવાથી વધતી ઉમરની કરચલીઓ, એજ સ્પોટ, અંધાપાણું, માંસપેશીઓ કમજોરી કે હેઈર ફોલની સમસ્યા વગેરે દુર રહે છે. તે તમને હેલ્દી રાખે છે.

5. મોટાપો ઘટાળે:

1 કપ પોપકોર્નમાં તમને માત્ર 30 કેલરીજ જ મળશે, જે આલુંની ચિપ્સની સમાન માત્રાથી લગભગ 5 ગણું કમ હોય છે. માટે જો તમને ભૂખ લાગે તો માત્ર પોપકોર્ન જ ખાઓ.

6. મજબુત હાડકા માટે:

પોપકોર્નમાં મેગેજીન ખુબ વધુ માત્રામાં મળી આવે છે જે હાડકાઓને મજબુત બનાવામાં ખુબ મદદ કરે છે. તે તમને આગળ ચાલતા osteoporosis, arthritis અને osteoarthritis થવાથી બચાવે છે.

7. તેમાં હોય છે વધુ પડતું આયરન:

USD અનુસાર 28 ગ્રામ પોપકોર્નમાં લગભગ 0.9 mg આયરનની માત્રા હોય છે. એક વયસ્ક પુરુષને પ્રતિદિન 8 એમ જી આયરન અને એક વયસ્ક મહિલાને પ્રતિ દિન 18 એમ જી આયરનની જરૂર રહે છે. તો જો તમને આયરન જોઈએ છે તો ગોળીઓનો જગ્યાએ પોપકોર્ન ખાવાનું ચાલુ કરી દો.

8. ડાયાબીટીસ માં ફાયદેમંદ:

પોપકોર્નમાં ફાઈબર હોય છે જે શરીરની અંદર બ્લડ શુગર પર સારો એવો પ્રભાવ પાડે છે. જ્યારે શરીરમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે ત્યારે તે બ્લડ શુગર અને ઇન્સ્યુલીનનાં સ્તરને નિયમિત કરે છે. માટે ડાયાબીટીસનાં રોગીઓને પોપકોર્ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡