પૂજા નું નારિયેળ ખરાબ નીકળે તો શુભ કે અશુભ? વાંચો ભગવાન શું સંકેત આપે છે ? લેખ વાંચો

0

હિંદુ ધર્મ
હિન્દુ ધર્મમાં પૂજા અને અન્ય ધાર્મિક વિધિઓ ખાસ મહત્વ ધરાવે છે, તેમજ તેમની સાથે જોડાયેલી માન્યતાઓ પણ માનવીના મગજમાં અસર કરવા લાગે ત્યારે કોઈ કસર છોડતી નથી. અને પૂજામાં એવી કોઈ વસ્તુ કે બનાવ બને તો મનમાં હજારો વહેમ આવી જશે. પછી ભલે તે વસ્તુ કે ઘટના કોઈના પણ ધ્યાને ન આવી હોય.

પૂજા નો દીવો :
દાખલા તરીકે જોઈએ તો જો પૂજા કરવા બેઠા હોય ને જો દિપક બુઝાઇ જાય તો પણ મનમાં તેને મોટો અપશુકન માનવામાં આવે છે. જો પૂજાનો સામાન હાથમાંથી પડી જાય કે પૂજાની કોઈ વસ્તુ તૂટી જાય તો પણ તેને શુભ માનવામાં આવતી નથી. પછી ભલે તેને કોઈએ જોયું પણ ન હોય. પરંતુ આ બધી બાબતો સાચે જ ધર્મમાં ખૂબ મહત્વની છે.

નાળિયેર
મંદિરોમાં નાળિયેર ચઢાવવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર તે નાળિયેર પુરુષો જ ચઢાવી શકે છે. કેમકે નાળિયેરને શાસ્ત્રમાં ગર્ભ સાથે જોડવામાં આવ્યું છે. અને એટલા માટે જ નાળિયેરને ક્યારેય સ્ત્રીઓથી ફોડવામાં આવતું નથી. એ વર્જિત છે. તેમજ નાળિયેરને લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે. માટે જ્યારે પણ લક્ષ્મી પૂજા હોય ત્યારે ખાસ કરીને નાળિયેરનો ઉપયોગ થાય છે.

નાળિયેર
લોકો ઘણી વાર એવુ માનતા હોય છે કે પૂજામાં વપરાયેલ નાળિયેર જો ખરાબ નીકળે તો એને અશુભ માનવામાં આવે છે. એ એવું દર્શાવે છે કે ભગવાન તમારાથી નારાજ છે. પરંતુ આ સત્ય થોડું વિપરીત છે. જો પૂજામાં નાળિયેર વપરાયેલ ખરાબ નીકળે તો તે ખૂબ જ શુભ છે. અને એનું પણ એક ખાસ કારણ છે.

મનોકામના પૂર્ણ થવાના સંકેત :
જો પોજા દરમ્યાન વપરાયેલ નારિયેળ સૂકું નીકળે તો તેનો અર્થ એ કે ભગવાને તમારા નાળિયેરનો પ્રસાદ માની લીધો છે ને તમારી બધી જ મનોકામના પૂરી થવાની છે. એટલા માટે નાળિયેર સૂકું નીકળ્યું છે. આ તમારી બધી જ મનોકામના પૂર્ણ થવાના પણ સંકેત છે. આ સમયે તમારા મનમાં જે પણ ઈચ્છાઓ હશે તે બધી જ પૂરી થવાની છે. અને ભગવાન તે જરૂર પૂરી કરશે.

નાળિયેર પ્રાસદ
પરંતુ જો તમારા નારિયેળ એકદમ તાજું જ નીકળ્યું હોય તો એને ભગવાનનો પ્રસાદ સમજી બધાને પ્રેમથી વહેંચી નાખવું જોઈએ. શુભ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here