પોલીસના આ કોન્સ્ટેબલે એક ગાયના વાછરડાને બચાવવા માટે કર્યું કઈક આવું, આવો જીવનો જોખમ તો કોઈ હિંમતવાન વ્યક્તિ જ કરી શકે છે…

0

આપણા દેશમાં જાનવરોના જીવની કદાચ કોઈ કિંમત નથી હોતી. ખાસ કરીને, રસ્તાઓ પર રખડનારા પશુઓની, કોને ક્યારે અને ક્યા કોણ ઠોકર મારી દે, તેનાથી કોઈને કોઈ પણ મતલબ નથી હોતો. તેનો જીવ એકદમ સસ્તો છે. જાનવરો મરે છે તો મારવા દો, આપણું શું જાય છે. આપણા દેશના લોકોની આજ ધારણાં છે અને કદાચ તમે પણ આ વાત પર સહેમત છો.

પણ એક બાજુ બે દિલ લોકો છે, અને બીજી તરફ ઘણા ફરિશ્તાઓ એવા પણ છે, જે આ બેઝુબાન જાનવરોના જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. એવોજ એક વ્યક્તિ વિશે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, જેમણે ગાયના એક વાછરડાનો જીવ બચાવ્યો હતો.

તમે તો જાણતા જ હશો કે મોટાભાગે યુપી પોલીસના નકારાત્મક છબી ચર્ચાનો વિષય બની રહેતી હોય છે. પણ આ વખતે યુપી પોલીસે એક સિપાહીએ જે કારનામો કર્યો છે, તેનાથી ભરોસો થાય છે કે જાનવરો પ્રતિ ઈન્સાનિયત આજે પણ લોકોમાં જીવિત છે.

આ ઘટના ઉતરપ્રદેશના રાયબરેલી જીલ્લાના સાહબજંગ ઈલાકાની છે. પોલીશને સુચના મળી હતી કે લહેરપુર ગામના કુવામાં એક વાછરડું રાતથી જ પડી ગયું છે. ઘટનાની જાણકારી મળતા જ મૌકા પર પોલીશ પહોંચી ગઈ હતી. રસ્સીનો બંદોબસ્ત કરવામાં આવ્યો, પણ કુવો ખુબજ ઊંડો હતો, માટે કોઈની પણ અંદર જવાની હિમ્મત થતી ન હતી. ત્યારે જ કોઈએ કુવામાં ઉતરવા પર કોન્સ્ટેબલ રામ નિવાસ ખુદ પોતે જ કુવામાં નીચે ઉતરી ગયા અને વાછરડાને બહાર કાઢ્યો.

 

જ્યારે તેના વિશે કોન્સ્ટેબલ રામ નિવાસને પૂછવામાં આવ્યું તો ત્યારે તેમણે કહ્યું કે…

‘જયારે અમે સવારે 6.30 પર કોલ આવ્યો કે કુવામાં આગળની રાતથી જ વાછરડું તડપી રહ્યું હતું, તે સમયે અમે અમારી પીઆરવી માં હતા. અમે સ્થળ પર પહોંચ્યા તો કોઈ પણ ગ્રામીણ કુવામાં ઉતરવા માટે તૈયાર ન હતા. ત્યારે મેં ખુદ વાછરડાને બહાર નીકાળવા માટેનો નિર્ણય કરી લીધો. હું નીચે ઉતર્યો અને વાછરડાને બહાર કાઢ્યો.

ગાયને હિંદુ ધર્મમાં માતાનો દર્જો પ્રાપ્ત થયેલો છે. તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે, પણ આજકાલ તેજ ગાયની દુર્ગતિ પણ જોવામાં આવે છે. ગાય રસ્તાઓ પર પ્લાસ્ટિક ખાવા માટે મજબુર થઇ જાય છે. એવામાં કોઈ જાનવરનો જીવ બચાવવા માટે કોઈ પણ પોતાનો જીવ જોખમમાં મુકવા માટે તૈયાર નથી, તો કોઈ પતાના જોવને જોખમમાં મુકીને આવા પશુઓની રક્ષા કરે છે.

આપણા માટે એ જરૂરી છે કે આપણે જાનવરોનો જીવ સસ્તો ન સમજીએ. તે પણ પ્રકૃતિની એક મહામુલ્ય કૃતિ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!