નર્મદા જિલ્લામાં આવેલું અને સૌ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનતું નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર, જે મનમોહક કલા ને કોતરણીથી સજ્જ છે ….

0

ભારત દેશ તેની સસ્કૃતિ અને ધર્મ માટે જાણીતો દેશ છે. આ દેશમાં વિવિધ સ્થળે અનેક મંદિરો આવેલા છે. જે મંદિરો બનાવવા પાછળ લાખો રૂપિયાના ખર્ચે અને અદભૂત કલા કારીગરીથી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તો આજે એવું જ પ્રખ્યાત ને મન મોહી લેનાર મંદિર જે ગુજરાતનાં પોયચામાં આવેલું છે તે સ્વામિનારાયણ મંદિર નિલકંઠ ધામ વિષે આજે વાત કરીશું.આ નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર નર્મદા જિલ્લાના પોયચા ગામે આવેલું એક સુંદર મંદિર છે. આ મંદિર નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવ્યું છે. આ મંદિર અદભૂત કલા અને કોતરણીથી બનાવવામાં આવ્યું છે. આ વડોદરાથી 65 કિમી દૂર આવેલ છે.
આ મંદિર એ વૈદિક સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારોને બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં નીલ વર્ણ ધરાવતી ભગવાન સ્વામી નારાયણની પ્રતિમા સજ્જ છે. આ મંદિરમાં તમને ધાર્મિકતા સાથે સાથે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના દર્શન થશે. જે આજની યુવા પેઢી માટે નવું શીખવા ને જાણવા મળશે.
224 વર્ષ પહેલા અહીંયા આવેલ નર્મદા નદીને કિનારે ભગવાન નીલકંઠે અહીંયા સ્નાન કર્યું હતું. અને એટ્લે જ આ મંદિર એ જ સ્થળે બંધાવવામાં આવ્યું છે. આ મંદિર બાંધવાની શરૂઆત 2013માં થઈ હતી. અને આ મંદિર અતિ વિશાળ ને ભવ્ય છે. આ મંદિર 23 એકરથી પણ વધારે જમીનમાં ફેલાયેલ છે.

આ મંદિરમાં જ્યારે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે 3 કરોડથી પણ વધારે ભગવાન સ્વામિનારાયણના મંત્રોના જાપ કરી ને ત્યારબાદ અહીંયા મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. આ જગ્યાને પરિશ્રમનું ઘર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરના દર્શને અને આ મંદિરની ભવ્યતાને જોવા માટે દિવાળીના વેકેશ્ક્નમાં લોકો દૂર દૂરથી અહીંયા આવે છે.આ મંદિરમાં જોવાલાયક સ્થળો :

નર્મદા નદીના કાંઠે આવેલ આ મંદિરમાં મુખ્ય આકર્ષણ અહીની સાંજની આરતી છે. જેમાં તમે વિશાળકાય હાથીની પોતાની સૂંઢની મદદથી ઘંટ વગાડતો નજરે પડશે. બીજું કે અહીંયા ભવ્ય ભગવાન વિષ્ણુ અને શેષનાગની મુર્તિ છે. તેમજ ભગવાન ગણેશ, હનુમાનજી અને સપ્તઋષિ સિવાય મુખ્ય મંદિર ફરતે વિશાળ 12 મંદિરો આવેલા છે. તેમજ મંદિરના પટાંગણમાં વિશાળ ફુવારાઓ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એ ઉપરાંત પણ ઘણી વસ્તુઓ જોવા લાયક આમંદિરે છે.

મંદિરની આરતીનો સમય :

સવારે પાંચ વાગ્યાનો અને સાંજે છ વાગ્યાનો છે. .
આ મંદિર વડોદરાથી 65 કિલોમીટર વડોદરા અને રાજપીપળાનાં રસ્તે નર્મદા નદીને કાંઠે અને પોયચા ગામમાં આવેલ છે. આ મંદિરમાં ભગવાનની મુર્તિ આશરે 152 ફૂટ ઊંચી છે. ઉપરાંત આ મંદિરમાં બહારથી આવનાર પ્રવાસી અને દર્શનાર્થી માટે રહેવા, જમવાની પણ બધી જ સગવડો ઉપલબ્ધ છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here