પૌંઆ પિઝા 🍕 મેંદા વગર જ બનાવો: વાંચી લો રેસિપી સ્ટેપ બાય સ્ટેપ અને શેર કરજો

0

પૌંઆ પિઝા 😋🍕

હેલો મિત્રો,
આજ સુધી તમે પૌંઆ માંથી બનતી અમુક વાનગી જ બનાવી હશે. જેમ કે બટાકા પૌંઆ, પૌંઆ કટલેસ વગેરે..
પણ આજે હું જે રેસિપિ તમારી સાથે શેર કરું છું એ પૌંઆ માંથી બનતી એકદમ યુનિક રેસિપિ છે.. આજે આપણે બનાવીશું પૌંઆ પિઝા 🍕જે મેંદા અને યીસ્ટ વગર બને છે અને તેમાં બાળકો ને ભાવતું ચીઝ પણ છે અને કોર્ન પણ છે..
તો ચાલો આજે બનાવીએ પૌંઆ પિઝા 😋 🍕

 • બનાવવા માટેની સામગ્રી :-
 • પૌંઆ – એક કપ
 • કાચા ઝીણાં છીણેલા બટાકા- 3 નંગ
 • મીઠું – સ્વાદ અનુસાર
 • મરી પાઉડર – 1/4 ચમચી
 • રેડ ચિલી ફ્લેક્સ – અડધી ચમચી
 • ઓરેગાનો – 1 ચમચી
 • કોર્ન ફ્લોર – 1/4 કપ
 • ઘી – 1 ચમચી
 • પાણી – જરૂર મુજબ
 • ટોપીંગ માટે :-
 • ટોમેટો સોસ – 2 ચમચી
 • છીણેલું ચીઝ – 1 કપ
 • બાફેલા મકાઈ ના દાણા – અડધો કપ
 • સમારેલા લીલા કેપ્સીકમ – અડધો કપ
 • ઝીણી સમારેલી ડુંગળી – અડધો કપ
 • ચેરી ટોમેટો – અડધો કપ

સર્વ કરવા માટે :-

ટોમેટો કેચઅપ

બનાવવાની રીત :- 1.સૌ પ્રથમ એક મિક્સર જાર લો અને તેમાં એક કપ પૌંઆ નાંખો અને તેનો પાઉડર બનાવી લો.
બનાવેલા પૌંઆ પાઉડર ને સાઇડ પર રાખો.

2.ત્યાર બાદ એક બીજો બાઉલ લો અને તેમાં કાચા ઝીણાં છીણેલા બટાકા નાખો. પછી તેમાં મીઠું, મરી પાઉડર, રેડ ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, અને 1/4 કપ કોર્ન ફ્લોર અને તૈયાર કરેલો પૌંઆ પાઉડર ઉમેરી ને બધું મિક્સ કરી લો.
( જો તમને લાગે કે આ મિશ્રણ સૂકું થાય છે તો તમે તેમાં જરૂર મુજબ પાણી નાખી શકો છો. આ મિશ્રણ ખુબ જાડું કે પાતળું ના હોઉં જોઈએ. ટીક્કી બનાવતી વખતે જે થિકનેસ રાખીએ છીએ એજ થિકનેસ રાખવાની છે.)

3. હવે આ મિશ્રણ લો અને તેને એક ટીક્કી નો આકાર આપો. આ ટીક્કી રેગ્યુલર ટીક્કી કરતા મોટી હોવી જોઈએ.મતલબ કે આનો આપણે મીની પીઝા બેઈઝ તૈયાર કરવાનો છે.

4.ત્યાર બાદ એક પેન લો અને તેમાં એક ચમચી ઘી નાખો. અને તેમાં તૈયાર કરેલો મીની પૌંઆ પીઝા બેઈઝ નાંખો અને તેને થોડી વાર માટે શેલો ફ્રાય થવા દો.
ઉપર ની સાઇડ પર પણ થોડું ઘી લગાવો. અને બંને બાજુ થી શેલો ફ્રાય કરો.

5.શૅલો ફ્રાય થઈ જાય પછી એ પીઝા બેઈઝ પર ટોમેટો સોસ પાથરી દો. અને તેની ઉપર છીણેલું ચીઝ, બાફેલા મકાઈ ના દાણા, સમારેલા લીલા કેપ્સીકમ, ઝીણી સમારેલી ડુંગળી અને ચેરી ટોમેટો પાથરી દો. પછી ફરીથી તેની ઉપર છીણેલું ચીઝ પાથરી દો.( જો તમારી પાસે ચેરી ટોમેટો ના હોય તો તમે રેગ્યુલર સમારેલા ટામેટાં પણ લઈ શકો છો.)

6.અને ચીઝ પીગળી જાય ત્યાં સુધી તેને ફરી એક વાર કુક થવા દો.

તો તૈયાર છે બાળકો ને ભાવતા એવા પૌંઆ પિઝા 🍕🍕🍕🍕🍕
તમે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. આ પૌંઆ પિઝા ટેસ્ટી ની સાથે સાથે હેલ્થી પણ છે.. 😋☺
તમે તમારા બાળકો ને આ ટીફીન બોક્સ માં પણ આપી શકો છો.
બાળકો પણ ખુશ અને તમે પણ ખુશખુશાલ.. ☺😘

તમે ઘરે આ રેસિપિ જરૂર થી બનાવજો અને મને કેહજો જરૂર કે આ વાનગી તમને કેવી લાગી..! ❤ 😘 😍

લેખિકા :- કીર્તિ જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here