કરોડોનું કૌભાંડ નિરવ મોદી આ હોટેલ માં કરી રહયો છે ‘જલસા’, જાણો એનું એક દિવસનું ભાડું ……

0

પંજાબ નેશન બેંક સાથે 11,000 કરોડનું કૌભાંડ આચરનાર નીરવ મોદી એ પણ વિજય માલ્યાની જેમ જ રણછોડ બનીને દેશ છોડી વિદેશમાં ભાગી ગયો છે ને કરી રહ્યો છે ન્યૂયોર્કની હોટેલમાં લાખોનું બીલ ભરીને જલસા.
જી હા, એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ હાલ નીરવ મોદી ન્યૂયોર્કમાં છે અને ન્યૂયોર્કમાં આવે જેડ બ્લૂ ના મેરિયાત રિસોર્ટમાં હાલ આરામ ફરમાવી રહ્યો છે. તમારી જાણ માટે જણાવી દઈએ કે નીરવ મોદીની વાઈફ અમેરિકન નાગરીત્વ ધરાવે છે.
ભારત દેશના બેંકિંગ ક્ષેત્રમાં સૌથી મોટું કૌભાંડ કરનાર આરોપી નીરવ મોટી એ હાલ દેશ છોડી પલાયન થઈ ગયો છે. અને તે ન્યૂયોર્કની પ્રખ્યાત સેન્ટ્રલ પાર્કના મેરિયટ રોસોર્ટમાં 36 માં ફ્લોરે રોકાઈ જલસા કરી રહ્યો છે.
તેનું એક દિવસનું ભાડું જ સામાન્ય વ્યક્તિની મહિનાની આવક કરતાં પણ વધારે છે. પૂરા પંચોતેર હજારરૂપિયા એ રિસોર્ટનું એક દિવસનું ભાડું છે. ખયાલ તે કેટલા દિવસ આ મોઘા દાટ રિસોર્ટમાં રોકવાનો છે. તેના તમામ મોબાઈલ પણ હાલ ઓફ બતાવી રહ્યા છે.
આ રિસોર્ટના સ્ટાફનો એવો દાવો છે કે તે લોકોએ આ જ રિસોર્ટમાં નીરવ મોદીને જોયો છે. અને અમી મોદી પણ આ રિસોર્ટમાં વારંવાર આવી રહી છે. જો કે હાલ નીરવ મોદી એકદમ શાંત જોવા મળ્યો હતો. તેના ફેસ પરથી પણ તે ચિંતાતુર જોવા મળ્યો હતો..આવું હોટેલના સ્ટાફ લોકોએ નિવેદન આપ્યું છે.
NDTV ના ન્યૂઝ અનુસાર એ રિસોર્ટની બહાર પણ નીરવ મોદીને જોવા માટે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. અને જ્યારે હોટેલના માલિકને પૂછવામાં આવ્યું કે શું સાચે નીરવ મોદી આહીનયા છે..તો તેઓએ જણાવ્યુ કે તે હાલ તેના રૂમમાં હજાર નથી. નીરવ મોદીના બાળકો તો તેના ઘરે જ છે. માત્ર અમી મોદી અને નીરવ મોદી જ ભારત છોડી પલાયન થયા છે.

પંજાબ બેન્કનો મુખ્ય આરોપી નીયવ મોદી ક્યાં છે તે હાલ મંત્રાલયને પણ ખબર નથી. મંત્રાલયમાંથી પણ બધા હાલ નીરવ મોદીને ગોતી રહ્યા છે. કરોડોના કૌભાંડ સાથે જોડાયેલ નીરવ મોદીનો પાસપોર્ટ પણ રદ્દ થયો છે. તેના કાકા મેહુલ ચોક્સીનો અને તેના મામાનો પાસપોર્ટ પણ રદ્દ કરવામાં આવ્યો છે જે આ કૌભાંડ સાથે સંડોવાયેલ છે.
સીબીઆઈએ હાલ નોરવ મોદી , તેની પત્ની અમી મોદી અને કાકા મેહુલ ચોકસી ને વિશાળ સામે હાલ નવી એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં ઈંટરપોલની પણ મદદ માંગવામાં આવી છે. જો કે હાલ બધા જ આરોપીઓ ભારત છોડી વિદેશમાં જતાં રહ્યા છે.
ઈનકમટેક્સ વિભાગે પણ નીરવ મોદીની ટોટલ 29 સંપત્તિ અને 100 થી બેન્ક ખાતાઑ જપ્ત કર્યા છે. અહીંયા આવું બધુ ચાલી રહ્યું છે ત્યારે નીરવ મોદી ન્યૂયોર્કમાં જલ્સા કરી રહ્યો છે. એ પણ આલીશાન હોટેલમાં.

Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here