PM મોદીનું એલાન-એ-જંગ: જાણો મોદીએ શું ચેતવણી આપી આતંકવાદીઓને – જાણીને રુવાડા ઉભા થઇ જશે

0

15th Feb Update:

પીએમ મોદીએ કહ્યું કે દુનિયાથી અલગ પડી ચુકેલો આપણો પાડોશી દેશ જો એ સમજતો હોય કે આ ષડયંત્રથી તે આપણા દેશમાં અસ્થિરતા લાવવામાં સફળ થઇ જશે તો તે ક્યારેય શક્ય નહિ થાય. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન ભારતને ક્યારેય પણ અસ્થિર નહિ કરી શકે. પીએમએ એમ પણ કહ્યું કે તેઓ આલોચના કરનારાઓની ભાવનાઓને સમજે છે અને તેઓને આવું કરવાનો પૂરો અધિકાર પણ છે.પીએમ નરેન્દ્ર મોદીએ ભારતની સેમી બુલેટ ટ્રેન ‘વંદે ભારત’ એક્સપ્રેસનું ઉદ્દઘાટન કરી દીધું છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પર પાકિસ્તાનને કડક શબ્દોમાં સંદેશ આપ્યો હતો અને કહ્યું કે આતંકીઓએ કિંમત ચૂકવવી પડશે. ગુરુવારે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 37 જવાનો શહીદ થઇ ગયા છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે.

પીએમએ પુલવામાના આતંકી હુમલામાં શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને કહ્યું કે જેમણે દેશની સેવા કરતા પોતાના પ્રાણ ત્યજી દીધા છે, દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેઓના પરિવારોની સાથે છે. પીએમએ કહ્યું કે દેશના સૈનિકોના શૌર્ય પર તેની બહાદુરી પર પૂરો ભરોસો છે.

મોદીજીએ કહ્યું કે દેશમાં આક્રોશ છે અને લોકોનું લોહી ઊકળી રહ્યું છે. પીએમએ કહ્યું કે આતંકીઓ ખુબ જ મોટી ભૂલ કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે આ હુમલા માટે તેઓને સજા જરૂર મળશે. મોદીજીએ કહ્યું કે આ સમયે દેશમાં કઈક કરી બતાવાની ભાવના જાગી છે. સુરક્ષાબળોને પુરી છૂટ આપી દેવામાં આવી છે.મોદીજીએ કહ્યું કે પુરી દુનિયામાં અલગ થઇ ચુકેલો આપણો પાડોશી દેશએ સમજી રહ્યો છે કે આ ષડયંત્રથી તે આપણા દેશમાં અસ્થિરતા લાવવામાં સફળ થઇ જશે તો તે શક્ય નથી. મોદીજીએ કહ્યું કે પાકિસ્તાન ભારતને ક્યારેય પણ અસ્થિર નહિ કરી શકે. મોદીજીએ કહ્યું કે તે આલોચના કરનારાઓની ભાવનાઓને સમજી રહ્યા છે, અને તેઓને આવું કરવાનો પૂરો અધિકાર છે. મોદીજીએ કહ્યું કે, “મારો દરેક સાથીઓને અનુરોધ છે કે, આ ખુબ જ સંવેદનશીલ અને ભાવુક સમસ્યા છે. માટે રાજનીતિક દળોથી દૂર રહો. આ હુમલાનો દેશ એકસાથે મુકાબલો કરી રહ્યો છે. આ સ્વર (અવાજ) વિશ્વભરમાં પહોંચવો જોઈએ.”

એ પહેલા મોદીજીએ કહ્યું કે, “હું પુલવામાના આતંકી હુમલામાં શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ, તેના પરિવારોની સાથે છે. પીએમએ કહ્યું કે દેશના સૈનિકોના શૌર્ય પર તેની બહાદુરી પર પૂરો ભરોસો છે. મોદીજીએ આગળ કહ્યું કે, તેને પૂરો ભરોસો છે કે દેશભક્તિના રંગમાં રંગાયેલા લોકો યોગ્ય જાણકારીઓ પણ આપણી એજન્સીઓ સુધી પહોંચાડશે. જેથી આતંકને કચડી દેવામાં અમારી લડાઈ વધારે જોશમાં થઇ શકે.”

મોદીજીએ દેશને ભરોસો અપાવતા કહ્યું કે, “સાથીઓ, પુલવામાં હુમલા પછી, હવે મન:સ્થિતિ અને વિસ્તાર દુઃખ અને સાથે જ આક્રોશનો પણ છે. આવા હુમલામાં દેશ ડટીને મુકાબલો કરશે, હવે દેશ અટકશે નહિ.”

જુઓ વિડીયો…

16th Feb Update:

શનિવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના યવતમલ અને ધુલેની એક દિવસની મુલાકાતે છે, ત્યારે યવતમલમાં તેઓ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, નાંદેડનું લોકાર્પણ કરશે. એ પછી તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલા ઘરોના ઇ-ગૃહ પ્રવેશના લાભાર્થીઓને ચાવીઓ આપશે. પછી વડાપ્રધાન અજની (નાગપુર)-પુણે ટ્રેનનું વિડિઓ લિંક દ્વારા ઉદ્ઘાટન કરશે અને સેન્ટ્રલ રોડ ફંડ હેઠળ રસ્તાઓ માટે શિલાન્યાસ પણ કરશે.

ત્યારે આ પ્રસંગે મહારાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધ્યા પણ હતા. પોતાના સંબોધનમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢતા, નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પુલવામા આતંકવાદી હુમલા પાછળ જે લોકોનો હાથ છે એને ચોક્કસપણે સજા કરશે, ભલે તેઓ કેટલો પણ સંતાવાનો પ્રયાસ કેમ ના કરે. અને સાથે જ દેશવાસીઓને ધીરજ અને વિશ્વાસ રાખવા પણ કહ્યું છે.

મહારાષ્ટ્રમાં જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પુલવામા ઘટનાને ધ્યાનમાં રાખીને દેશના સુરક્ષાબળોનો ગુસ્સો સમજે છે, ખાસ કરીને સીઆરપીએફનો અને એ જ કારણે દેશના સશસ્ત્ર દળોને છુટ્ટો હાથ આપવામાં આવ્યો છે. હવે તેઓએ જ નક્કી કરશે કે ગુનેગારોને શું સજા આપવી છે.

હું તમારો ગુસ્સો સમજુ છું. દેશના જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય, દેશ ધીરજ રાખીને જવાનો પર ભરોસો રાખે. શહીદોના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. મહારાષ્ટ્રના બે સપૂતોએ આ હુમલામાં જીવ ગુમાવ્યો છે, તેમનું આ બલિદાન વ્યર્થ નહિ જાય. જે આતંકવાદી સંગઠનોએ આ અપરાધ કર્યો છે, તે કેટલા પણ છુપાઈ જવાનો પ્રયાસ કરી લે, તેમને સજા મળશે.

પાકિસ્તાન પર નિશાનો સાધતા વડાપ્રધાને કહ્યું, “ભાગલા પછી જે દેશ અસ્તિત્વમાં આવ્યો છે, એને આતંકવાદને આશ્રય આપ્યો છે અને નાદારીની કગાર પર પહોંચી ગયો છે એ દેશ આતંકવાદનો સમાનાર્થી બની ગયો છે.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here