મોદી સરકારના નાના વેપારીઓને દિવાળીની ગિફ્ટ, માત્ર 59 મિનિટની પ્રોસેસથી જ તમને મળી જશે 1 કરોડની લોન….

0

પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી આજે નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના ઉદ્યોગો માટે મોટી ગિફ્ટ લઈને આવ્યા છે. જેમાં ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના વ્યવસાયને ઓનલાઇન લોન સર્વિસ (એમએસએમઇ) અથવા “ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ જ શરૂ કરી દીધું છે.

હા, હવે આ યોજના હેઠળ, કોઈ પણ બાંયધરી વિના એક કરોડ રૂપિયાની લોન લઈ શકાય છે. અત્યાર સુધી તમે સંભાળ્યું હશે કે લોન લેવા માટે બેંકોના કેટલાય ધક્કા ખાવા પડતાં હોય છે અને પહેરેલા ચંપલ પણ ઘસાઈ જતાં હોય છે. પરંતુ હવે આ સેવાથી માત્ર 59 મિનિટમાં જ તમારી લોન મંજૂર કરવામાં આવશે.

આ સેવા મેળવવા માટે, તમારે psbloansin59minutes.com પર રજીસ્ટર કરીને નોંધણી કરાવવી આવશ્યક છે. આ વેબસાઇટ્સ સરકારના નાણાંકીય સેવાઓ વિભાગના નિયંત્રણ હેઠળ છે.

સંપૂર્ણ પ્રક્રિયા શું છે ?
અરજદારોને આ વેબસાઇટ પર લોન માટે તેમના કમ્પ્યુટર પરથી પહેલાં નોંધણી કરાવવી પડશે, પછી અરજદારોને ત્રણ પ્રકારના દસ્તાવેજો માટે પૂછવામાં આવશે. પ્રથમ ઉદ્યોગપતિએ તેમના જીએસટીઆઈએન અને જીએસટી યુઝર આઈડી અને પાસવર્ડ આપવો પડશે.
બીજું કે તમારે આવકવેરા અંગેની રિટર્ન ફાઇલની માહિતી આપવી આવશ્યક છે. બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ની માહિતી અપલોડ કરવી આવશ્યક છે.અને ત્રીજું તમારે નેટ બેંકિંગ ન યુઝ કરવો આવશ્યક છે.

તમને કેટલો દિવસ લોન મળશે ?
તમામ દસ્તાવેજો અપલોડ કર્યા પછી, મંત્રાલય, બેંક અને આવકવેરા વિભાગ આ દસ્તાવેજોની ચકાસણી કરશે જે જરૂરી દસ્તાવેજો સાચા હશે તો એક સપ્તાહની અંદર લોનની રકમ તમને તમારા ખાતામાં મળી જશે. આ આખી પ્રક્રિયા દરમિયાન માત્ર બે જ જ દિવસોમાં કામ આવરી લેવામાં આવશે.

આ બેંકો ક્યારે લોન આપશે
તમારી માહિતી જણાવી રહ્યા છીએ કે, આ પહેલો મોકો હશે જે કોઈ સરકારી જોયાના અંતર્ગત એકમાત્ર રાજ્ય દ્વારા સંચાલિત બેંક એમએસએમઇ આ ક્ષેત્રમાં પ્રથમ વખત આવે છે. આ યોજનામાં યોજનામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક અને વિજયા બેંકનો સમાવેશ થાય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here