PM મોદી ને મળીને હરખાઈ ઉઠ્યા બૉલીવુડ ના સિતારાઓ, રણવીર સિંહે ક્લિક કરી સેલ્ફી…..જુવો વધુ તસવીરો

0

બૉલીવુડ ના અમુક દિગ્ગ્જ કલાકારો રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને વરુણ ધવન જેવા સિતારાઓ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મુલાકાત કરી હતી. આ બેઠક ત્યારે થઇ રહી છે જ્યારે અમુક અઠવાડિયા પહેલા પ્રધાનમંત્રી જી એ બૉલીવુડ પ્રોડ્યુસરો ની મુલાકાત કરી અને તેઓને ફિલ્મ ઉદ્યોગ ની સામે આવી રહેલા મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ મુલાકાત પછી સરકારે ફિલ્મ ની ટિકિટો પર જીએસટી ઘટાડી દીધી છે.આ મુદ્દા સાથે જોડાયેલ રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી ની સાથે ફિલ્મ ઉદ્યોગ ના લોકોની બેઠક થઇ રહી છે જેમાં કલાકારો પણ શામિલ છે. આ બેઠક ની પહેલી તસ્વીર ટ્રેડ એનાલિસ્ટ તરણ એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કરી છે જેમાં રણવીર સિંહ સેલ્ફી લેતા નજરમાં આવી રહ્યા છે.રિપોર્ટ અનુસાર આ બેઠક ફિલ્મ નિર્માતા કરન જોહરે આયોજિત કરી છે. ફિલ્મ ઉદ્યોગ ના પ્રતિનિધિમંડળ માં નિર્દેશક અને કલાકારો પણ શામિલ છે. પ્રતિનિધિમંડળ માં રોહિત શેટ્ટી, રાજકુમાર રાવ, વિક્કી કૌશલ, આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ શામિલ છે.
પ્રધાનમંત્રી સાથે 19 ડિસેમ્બર ના રોજ થયેલી બેઠક ની સોશિયલ મીડિયા પર આ વાત ને લઇને આલોચના થઇ હતી કે પૈનલ માં કોઈ મહિલા પ્રતિનિધિ ન હતી. તેના પછી હવે આ પૈનલ માં આલિયા અને ભૂમિ ને શામિલ કરવામાં આવ્યા હતા.
કરન જોહર ની બીજી મુલાકતા:રિપોર્ટ અનુસાર આ બેઠક ફિલ્મ નિર્માતા કરન જોહર દ્વારા યોજવામાં આવી હતી. આની પહેલા પણ કરન જોહર આ મુદ્દા પર મોદી જી ને મળી ચુક્યા હતા.
રણવીર ને ગળે મળ્યા:એવામાં બાકીના સિતારાઓ એ પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો જયારે બૉલીવુડ ના પાવર હાઉસ કહેવાતા રણવીર સિંહ એ તો મોદી જી ને ગળે લગાડી દીધા હતા.
ફિલ્મ રિલીઝ ના પહેલા ગુડલક:વિક્કી કૌશલ માટે પણ આ મુલાકાત ખુબ જ ખાસ રહી હતી. કેમ કે આ મુલાકાત ના ઠીક પછીના દિવસે એટલે કે આજે વિક્કી ની ફિલ્મ ‘ઉરી’ રિલીઝ થઇ ગઈ છે, માટે રિલીઝ ના આગળના દિવસે મોદી જી ને મળવું વિક્કી માટે ગુડલક છે.
વરુણ ધવન:આ તસ્વીર માં પીએમ મોદી ને મળવા માટે ની વરુણ ની તીવ્રતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
રોહિત શેટ્ટી:ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી ને મળવા માટે આવ્યા છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here