પીએમ મોદીના સપનાની ટ્રેન બનીને થઇ ગઈ તૈયાર, 15 ઓગસ્ટના રોજ દિલ્લીથી દેખાડશે લીલી ઝંડી…..જુવો Photos

0

ટુરિઝમને પ્રમોટ કરવા માટે ખાસ રીતે બનાવામાં આવેલી પીએમ મોદીના સપનાની સ્ટીમ એક્સપ્રેસ બનીને તૈયાર થઇ ચુકી છે. આ ટ્રેનને જગાધારી વર્કશોપ ના 300 એમ્લોઇએ 16 દિવસોમાં તૈયાર કરી છે. આ ટ્રેન સ્ટીમ એન્જીનથી ચાલશે અને પુરી રીતે તે ઇકોફ્રેન્ડલી હશે. 15 ઓગસ્ટ ના રોજ પીએમ નવી દીલ્લી થી આ ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે.ક્યાંથી ક્યાંની વચ્ચે ચાલશે:

ટ્રેન ફરૂખનગરથી હરસરુ સ્ટેશન(11.25કિમી) ની વચ્ચે દોડશે.

શું ખાસિયત છે ટ્રેનની:

સ્ટીમ એક્સપ્રેસમાં 8 કોચ હશે, દરેક કોચમાં 90 સીટો હશે. કોચની બહાર કેસરિ અને લીલા રંગની પ્લેન વિનાયલ શીટને પેસ્ટ કર્યા પછી વચ્ચે સફેદ પેન્ટ કરવામાં આવેલું છે. ટ્રેનની અંદરના લુકને વિશેષ ફિનિશિંગ આપવામાં આવ્યું છે. તેમાં યાત્રીઓ ને ફોન ચાર્જ કરવાની ફેસિલિટી પણ મળશે.

બ્રેક માટે અલગ થી સિસ્ટમ તૈયાર કર્યું:

જ્યા ઇલેક્ટ્રોનિક એન્જીન માં એયર પ્રેશર હોય છે તો, સ્ટીમ એન્જીનથી ટ્રેન રોકવા માટે વેક્યુમ સિસ્ટમ કામ કરે છે. તેના માટે આ ટ્રેનને બ્રેક માટે અલગ થી કંટ્રોલ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યું છે. તેને સ્ટીમ એન્જીનથી કંટ્રોલ કરી શકાશે.

બ્રેક કંટ્રોલ સિસ્ટમ બે જગ્યાએ આપવામાં આવેલું છે. એક જગ્યાથી બ્રેક કામ ન કરી શકે તો બીજી જગ્યા પરથી તેને કંટ્રોલ કરી શકાય છે. ટ્રેનમાં 200 થી વધુ એલઇડી લાઈટો લગાવામાં આવેલી છે. સાથે જ ઓછા પાવર પર ચાલનારા પંખા લગાવામાં આવ્યા છે. પાવર સપ્લાઈ માટે દરેક કોચમાં ડ્રાઈ બૈટરીનો ડબલ સેટ લગાવામાં આવેલો છે. ડ્રાઈ બેટરીની આ ખાસિયત હોય છે કે તેના ફ્યુજ નથી નીકળતા અને રીપેરીંગ નું કામ પણ ઓછું થાય છે.

કેટલી હશે સ્પીડ:

આ ટ્રેનની મેક્સિમમ સ્પીડ 60 કિમિ પ્રતિ કલાક હશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!