આનંદીબેન ના સ્ટેટમેન્ટ પર જશોદાબેન નો પલટવાર, હું નરેન્દ્ર મોદી ની પત્ની અને એ મારા રામ અને….વાંચો આગળ

0

હમણાં થોડા દિવસો પહેલા એક ન્યુઝ પેપરમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને કુંવારા હોવાનું એવું નિવેદન આપ્યું હતું એ જોઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન અને PM મોદી એ અલગ થઇ ગયેલા છે તેમને આનંદીબેને આપેલ નિવેદન બહુ આશ્ચર્યજનક લાગ્યું હતું. ત્યારબાદ જશોદાબેને એક વિડીઓમાં કહ્યું હતું કે, ” હું આનંદીબેન પટેલ દ્વારા આપવામાં આવેલ નિવેદન કે જેમાં નરેન્દ્ર મોદીને કુંવારા કહેવામાં આવ્યા છે એના લીધે થોડી હેરાન છું. મોદીજીએ જાતે જ લોકસભા ચુંટણી દરમિયાન ૨૦૧૪માં પોતાના એક દસ્તાવેજમાં લખ્યું હતું કે તેઓ પરણિત છે અને તેમાં તેમણે મારા નામનો ઉલ્લેખ પણ કરેલ છે.”

જશોદાબેને વધુમાં જણાવ્યું હતું કે, ” એક સુશિક્ષિત સ્ત્રી (આનંદીબેન પટેલ) દ્વારા એક મહિલા શિક્ષક (જશીદાબેન) માટે આવી રીતે બોલવું એ શોભનીય નથી. આટલું જ નહિ તેમણે પોતાના આવા વર્તનથી ભારતના પ્રધાનમંત્રીની છબીને પણ નુકશાન પહોચાડીયું છે. તેઓ મારા માટે બહુ સન્માનીય છે તે મારા રામ છે.” ઉત્તર ગુજરાતમાં પોતાના ગામ ઊંઝાથી એક ચેનલ ઈન્ટરવ્યૂમાં જશોદાબેનના ભાઈ અશોકે આ વાતની ખાતરી કરી હતી જે વાત એ જશોદાબેન કરી રહ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે જયારે સોશિયલ મીડિયામાં આનંદીબેનનું આ નિવેદન આવ્યું તો અમને વિશ્વાસ નહોતો થયો પણ જયારે એક ફેમસ ન્યુઝ પેપરમાં આ વાત આવી ત્યારે અમને લાગ્યું કે આ વાત ખોટી ના હોઈ શકે. એટલા માટે જ તેમણે આનંદીબેનના આ નિવેદનને જવાબ આપવાનું નક્કી કર્યું. તેમના ભાઈ વધુમાં જણાવે છે કે અમે ઘરે જ મોબાઈલથી એક વિડીઓ બનાવ્યો જેમાં જશોદાબેન બધું જણાવી રહ્યા છે.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here