PM મોદી એ પોતાના ફિટનેસ ચેલેન્જ વિડીયો કેટલા પૈસા ખર્ચ કર્યા? આરટીઆઈ માં મળ્યો જવાબ…..

0

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલા ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતા જે યોગ વિડીયો બનાવ્યો હતો, તેના માટે તેમણે કેટલો ખર્ચ કર્યો છે તેના પર દાવાઓ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નો તો દાવો હતો કે આ યોગ વિડીયો ને બનાવામાં 35 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા, પણ હવે આ વિડીયોના સાચા ખર્ચની જાણકારી સામે આવી ગઈ છે.પ્રધાનમંત્રી કાર્યાલય એ એક આરટીઆઈ ના જવાબમાં કહ્યું કે જૂનમાં પીએમ મોદી એ જે ફિટનેસ વિડીયો શેયર કર્યો હતો તેના પર એક રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવેલો નથી. આ વિડીયો પ્રધાનમંત્રી એ 13 જૂનના રોજ વિરાટ ના ચેલેન્જ ને સ્વીકાર કરતા પોતાના ટ્વીટ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું.

આ વિડીયો માં તે ચટ્ટાન પર પીઠના આધારે વ્યાયમ કરતા, ખુલ્લા પગે પાણી, ઘાસ અને પથ્થર પર ચાલતા દેખાઈ રહ્યા હતા. આ વીડિયોમાં તેમણે કાળા રંગની જોગિંગ ડ્રેસ પહેરી રાખી હતી. જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ શશી થરુરે દાવો કર્યો હતો કે પીએમ ના આ વીડિયોને બનાવામાં 35 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.પીએમ એ આ મામલામાં જવાબ આપ્યો કે, નરેન્દ્ર મોદી એ જે વિડીયો પોસ્ટ કર્યો હતો તેને બનાવામાં કોઈ ખર્ચ આવ્યો ન હતો. વિડીયો પ્રધાનમંત્રી આવાસ માં બનાવામાં આવ્યો હતો”. આ જે જવાબ મળ્યો છે તેમાં પણ ઉલ્લેખ  છે કે વીડિયોગ્રાફી પીએમ ના કેમેરામેને કરી હતી અને વિડીયો બનવા માટે કોઈપણ પ્રકારની કોઈ ખરીદારી કરવામાં આવી નથી. આ વીડિયોમાં પ્રધાનમંત્રી યોગ અને વ્યાયામ કરતા દેખાઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે ફિટનેસ ચેલેન્જ કેન્દ્રીય મંત્રી રાજયવર્ધન સિંહ રાઠૌરે શરુ કર્યું હતું અને વિરાટ કોહલીને ચેલેન્જ આપ્યું હતું. જેના પછી વિરાટ કોહલીના ચેલેન્જને સ્વીકારતા પોતાનો વિડ્યો નાખ્યો હતો અને આ ચુનૌતી પીએમ મોદી સહીત અન્ય લોકોએ પણ આપી હતી. વિરાટની આ ચુનૌતી નો સ્વીકાર કરતા #HumFitTohIndiaFit ટેગ ની સાથે મોદી એ આ ચેલેન્જના જવાબમાં લખ્યું હતું કે તે જલ્દી જ પોતાનો વિડીયો શેયર કરશે. તેના પછી પીએમ મોદી એ 1 ફિટનેસ વિડીયો ટ્વીટર પર શેયર કર્યો હતો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!