વાહ ભારતીય મહેમાનગતિ: વિદેશીઓ પાસે પૈસા ખતમ થઇ ગયા તો એમને ઘરે લઇ આવ્યો આ પરિવાર અને ખુબ જ કર્યું માન સમ્માન

0

ભારતીય રૂપિયાની નોટબંધી વખતે 6 વિદેશી પ્રવાસીઓને તેમના મુંબઈના મિત્ર સાથે પીઠોરગઢના પાઠક પરિવારે એ જાણીને કે તેમને નાણાંની તકલીફ થઇ છે, બે હાથ ફેલાવીને આવકારો આપ્યો હતો. બે છોકરીઓમાં પોલેન્ડથી એન્જલ કિસ કોસ્માલા, યુક્રેનની ઇયુનિવો ઓલ્ગો અને પાંચ છોકરાઓ રશિયાના પર્વતારોહક તારઝનોવ એલ્કેસી, હૈતીથી ફિલ્મમેકર મેક્સ સ્ટીફન ઓલિવર ફેબલ્સ, લિથિઓનિયાના રોક્સ, ફ્રાન્સના લાયોનેલ માર્ટિનેઝ અને મુંબઈના તેમના ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર મિત્ર રાહુલ હેમેન્તી પાંડે 16 નવેમ્બર 2016ના રોજ પિથોરાગઢ પહોંચ્યા.

એ સમયે ભારતીય ચલણની અછતના કારણે આ લોકોને ઘણીવાર બેન્કના ધક્કા ખાધા પછી પણ તેમની નોટો બદલવામાં અસમર્થ રહયા હતા. સદનસીબે તેઓની મુલાકાત યોગેશ પાઠક, થિયેટર ફોર એજ્યુકેશન ઈન માસ સોસાયટીના સચિવ સાથે થઇ. તેને તેમને મદદ કરવાનું વચન આપ્યું. યોગેશે આ વિશે તેમના પિતા કેદાર દત્ત પાઠક અને માતા કવિતા પાઠક સાથે વાત કરી કે આ ગ્રુપને ઘરે ભોજન માટે આમંત્રિત કર્યું છે. અને તેમના માતા-પિતા બંને ઝટથી હા પડી દીધી.

પછીના દિવસે આ ગ્રુપે પાઠક પરિવાર સાથે આહલાદક ભોજનનો સ્વાદ માણ્યો. પાઠક પરિવારે તેમને પેટ ભરીને પહાડી વાનગીઓ પીરસી. સાથે જ પ્રેમભાવ સાથે કેટલાક રૂપિયા પણ આપ્યા. યોગેશ, તેમના માતા-પિતા, બહેન રેણુ, ભાઈ દિનેશ, ભાભી આશા અને ભત્રીજાઓ આશિષ અને મુકુલ સહીત આખો પાઠક પરિવાર તેમની સેવામાં ખાડે પગે ઉભા રહયા હતા અને અતિથિ દેવો ભવઃ એટલે કે મહેમાન ભગવાન સમાન હોય છે, ની ભાવનાને સાર્થક કરી હતી.

પાઠક પરિવારની આગતા-સ્વાગતા જોઈને આ ગ્રુપે ભાવુક થઈને આભાર માન્યો હતો. આ પરિવારે તેમને નવા ચલણના 4000 રૂપિયા પણ આપ્યા હતા. તેમના માટે અજાણી ધરતી પર આટલી મદદ પણ ખૂબ જ મહત્વ ધરાવતી હતી. કુર્માંચાલ બેંકના બ્રાન્ચ મેનેજર પંકજ તિવારીએ પણ વિદેશી પ્રવાસીઓને તેમની સ્થિતિ સમજ્યા પછી પોતાના તરફથી 1000 રૂપિયાની મદદ કરી હતી.

આ ગ્રુપ અહીં માનવતાનો સંદેશ લોકો સુધી પહોંચવા માટે ડોક્યુમેન્ટરી શૂટ કરવા આવ્યું હતું, અને પાઠક પરિવારને મળ્યા પછી તેમને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ મળ્યું હતું. આ ગ્રુપે એક ઈન્ટર્વ્યુમાં કાળા નાણાને પાછું લાવવા અને ભ્રષ્ટાચારને રોકવા માટે વડાપ્રધાન દ્વારા લેવમાં આવેલા નોટબંધીના આ પગલાના વખાણ કર્યા હતા. તેઓએ એવું પણ કહ્યું હતું કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here