પીઠ ના મસા થી રાહત મેળવવા માટે અપનાવો આ 9 ટિપ્સ, છુમંતર થઇ જશે મસા …શેર કરો ટિપ્સ

0

મોટાભાગે મહિલાઓ પોતાના ચેહરા પર થનારા દાગ ધબ્બા અને મસા કે ખીલ પ્રત્યે વધુ ધ્યાન આપતી હોય છે જયારે પીઠ પર થનારા મસા ને તેઓ ગણકારતી હોય છે. પણ જયારે પરસેવો કે ધૂળ-માટી આપણા શરીર પર પડે છે તો તે સમસ્યા નું કારણ બની જાય છે. પીઠ ના રોમછિદ્ર ચેહરા ના મુકાબલે વધુ મોટા હોય છે. આપણે તેનાથી રાહત મેળવવા માટે પાઉડર પણ લગાડતા હોઈએ છીએ પણ તે કઈ ખાસ અસર નથી દેખાડતા. આજે અમે એવા ઉપાય જણાવીશું જેનાથી તમારી આ સમસ્યા દૂર થઇ જાશે.પીઠ પર મસા થવાના આ 4 કારણો હોઈ શકે છે.

  1. ભોજનમાં પોષણ ની ખામી:
  2. વધુ મસાલાયુક્ત ખોરાક નું સેવન:
  3. ગર્ભાવસ્થા પછી હોર્મોન્સ માં આવેલા બદલાવ:
  4. માસિક ધર્મ ને લીધે માનસિક તણાવ નું હોવું:

ઘરેલુ ઉપાય:

1. તજ: તે પીઠ ને સાફ અને સુંદર બનાવે છે. તજ ના પાઉડર માં ફોદીના નો રસ કે કાચુ દૂધ મિલાવીને તેને પુરી રીતે પીઠ પર લગાવો. જયારે તે સુકાઈ જાય ત્યારે ઠંડા પાણી થી સાફ કરી લો.

2. કાચું દૂધ:પીઠ ના મસા માટે જાયફળ માં કાચું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી પીઠ પર લગાવી લો. ઓછામાં ઓછા બે કલાક પછી ઠંડા પાણી થી ધોઈ લો, આવું અઠવાડિયા માં બે વાર કરો.

3. ખુલ્લા અને ઢીલા કપડા:

મસા થી રાહત મેળવવા માટે તમે તમારા ટાઈટ ડ્રેસ ને ચેન્જ કરીને ખુલ્લા અને કોટન ના ઢીલા કપડા પહેરવાનું શરૂ કરી દો. બેડ શીટ ને પણ બે ત્રણ દિવસે બદલી નાખવી જોઈએ, અને એવામાં પીઠના આધારે ઓછું સુવાનું રાખો.

4. સંતુલિત આહાર:

તમારા શરીર માં થનારી કોઈપણ સમસ્યા તમારા આહાર ને લીધે પણ થતી હોય છે. પોતાના ભોજનમાં ફળ શાકભાજી અને જ્યુસનો વધુ ઉપીયોગ કરો. દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીઓ.

5. સ્ક્ર્બ કરો:પીઠ પર મોટાભાગે પરસેવો અને તેલ જામ થઇ જાવાને લિધે છિદ્રો બંધ થઇ જાતા હોય છે. એવામાં રોજ સ્ક્ર્બ કરવાથી ત્વચા પર જામેલો પરસેવો અને તેલ ની પરત દૂર થઇ જાય છે અને મસા ઓછા થઇ જાય છે.

6. ગુલાબજળ અને મુલતાની માટી:
તેનો ઉપીયોગ મોટાભાગે ચેહરા પર કરવામાં આવે છે પણ ગુલાબજળ અને મુલતાની માટી નો લેપ પીઠ પરના મસા ને દૂર કરવા માટે પણ ઉપીયોગી છે. સારા પરિણામ માટે ગુલાબ જળ માં થોડું ગ્લિસરીન પણ મિક્સ કરી લો. આ પેસ્ટ ને રાતે સૂતાં પહેલા લગાવો અને સવારે ઠંડા પાણી થી ધોઈ લો.

7. નારિયેળ નું પાણી:
પીઠ ને બેદાગ કરવા માટે કાચા નારિયેળ ના પાણી ને અમુક દિવસ લગાતાર પીઠ પર લગાવો. તેનાથી અમુક જ દિવસો માં દાગ ધબ્બા સાફ થઇ જાશે.

8. એલોવેરા નું પેસ્ટ:તમે સૌથી પહેલા એલોવેરા અને ટમેટા ની પેસ્ટ બનાવીને મિક્સ કરી લો. હવે આ પેસ્ટ ને પીઠ પર ઓછામાં ઓછા અળધા કલાક માટે લગાવી રાખો. પછી તેને ઠંડા પાણી થી ધોઈ નાખો.

9. જઉં નો લોટ:

જઉં ના લોટ નો ઉપીયોગ કરીને પણ પીઠ ના મસા અને ધબ્બા થી છુટકારો મેળવી શકાય છે. તેના માટે જઉં ના લોટ ને સાંતળી લો અને તેમાં મધ મિલાવી લો. જયારે તે ઠંડુ થઈ જાય તો તેને પોતાની પીઠ પર વિસ મીનીટ સુધી લગાવીને છોડી દો. સુકાવા પર તેને નવશેકા પાણી થી સાફ કરી લો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here