“શું આપ પીઠના દુખાવાથી પરેશાન છો??” વાંચી લો કારણો અને ઉપાયો 100% ફાયદો થશે

0

“શું આપ પીઠના દુખાવાથી પરેશાન છો??”
આલેખન અને સંકલન :- મુકેશ સોજીત્રા

ઓછો શારીરિક શ્રમ અને ઝડપી જીવન શૈલી અનેક રોગોને નોતરે છે!! અમુક રોગો સાઈલન્ટ રીતે શરીરમાં ઘર કરી જતા હોય છે. એમાંનું એક છે પીઠનો દુખાવો!! પુરુષો કરતા સ્ત્રીઓમાં આ દુખાવો સર્વસામાન્ય રીતે વધારે જોવા મળે છે. શરૂઆતમાં સામાન્ય દુખાવો થાય છે જો એને અવગણવામાં આવે તો આ દુઃખાવો સતત વધતો જાય છે. જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરવામાં આવે તો પીઠમાં થતા દુઃખાવાથી બચી શકાય છે!!

દુખાવા ના કારણો અને ઉપાયો
સુવાની ખોટી પદ્ધતિ .. સામાન્ય રીતે થોડી કડક પથારીમાં સુવું જોઈએ. વધારે પડતી લચીલી પથારીમાં સુવાથી પીઠમાં દુખાવો થઇ શકે છે.
પાછળ મોટા મોટા વજનના ભારે ભરખમ થેલાઓ લટકાવીને ચાલવું.. ખાસ કરીને શાળામાં જતા બાળકો નાનપણથી જ પાછળ કેરી બેગ લઈને જતા હોય છે આના કારણે ચાલતી વખતે શરીર ટટાર રહેવું જોઈએ એ રહેતું નથી. આવા થેલાઓ શરીરની પાછળ લટકાવવાનું ટાળવું જોઈએ.

લાંબો સમય સુધી સાંકડી ખુરશીમાં બેસી રહેવું.. જો તમારો વ્યવસાય જ એવો હોય તો દર ત્રીસ મીનીટે ખુરશીમાંથી ઉભા થઇ ને બે મિનીટ હલન ચલન કરવું.. પણ એકધારું સતત ખુરશીમાં બેસી રહેવાથી પીઠ દર્દની શક્યતાઓ વધી જાય છે. ભોજનમાં લીલા શાકભાજી નો ઉપયોગ ઓછો થતો હોય તો પણ પીઠનો દુખાવો થઇ શકે છે..

બાઈક કે કારની સીટ અનુકુળ હોવી જોઈએ!! ઘણી મોંઘી બાઇકોમાં સાવ ટૂંકી અને સાંકડી સીટ હોય છે જેને કારણે બાઈક આગળ ઝૂકીને ચલાવવી પડે છે.. શરીરની આવી સ્થિતિ લાંબો સમય રહે તો પીઠનો દુખાવો થઇ શકે છે..આવી બાઈકોની સવારી ના કરવી.. કારમાં પણ ઘણી વાર સીટો અનુકુળ ના હોય તો આવી સીટો એડજસ્ટ કરાવી લેવી.
ખુબ જ જોરથી છીંક ખાવાની ટેવ હોય તો લાંબા ગાલે પીઠનો દુખાવો થઇ શકે છે..

વધારે પડતા લટકા ઝટકા વાળા ડાંસ કરવાથી પણ પીઠનો દુખાવો થઇ શકે છે.ઘણા લોકોને ખુબ મોટા મોટા હિંચકા ખાવાનો શોખ હોય છે.. આમ કરવાથી શરીર સંતુલનમાં રહેતું નથી અને લાંબા ગાલે પીઠનો દુખાવો થઇ શકે છે.
આજ કાલ નવી ફેશન ચાલી છે બે ત્રણ વરસના બાળકને એના પિતાજી બાઈકની આગળ બેસાડીને રાઈડ કરાવે છે.. બાળકને પેટ્રોલની ટાંકી પર બેસારે છે.. આવા બાળકને મોટા થાય એટલે પીઠનો દુખાવો થવાની સંભાવના વધી જાય છે. બાળકના હાડકા ખુબ જ કુમળા હોય છે.પેટ્રોલની કે ડીઝલની ટાંકી પેટ્રોલ કે ડીઝલ ભરવા માટે છે નહિ કે બાળકને બેસાડવા માટે આટલી સાદી સમજ પણ શિક્ષિત વાલીઓમાં નથી.

નાના બાળકો જયારે રિક્ષામાં કે વાનમાં શાળાએ જાય છે ત્યારે એને અંદર ઠાંસી ઠાંસી ને ભરવામાં આવે છે બાળકને હલનચલનનો લાભ મળતો નથી.. આ પણ પીઠના દુખાવાનું એક મહત્વનું કારણ છે.
નાનપણથી જ શરીરમાં વજન ના વધી જાય એ જોવું.. એક વાર ઓવર વેઇટ થયા પછી પીઠની સમસ્યા આવવાની સંભાવના અનેક ગણી વધી જાય છે!!

આટલું કરો અને પીઠના દુખાવાને કાયમ દૂર રાખો, કાયમ પાંચ સૂર્ય નમસ્કાર કરો, દસ મિનીટ હળવું જોગીંગ કરો.
પથારીમાંથી ઉભા થતા વખતે હળવે હળવે ઉભા થાવ એક ઝટકા સાથે નહિ.

વજનદાર વસ્તુ લઈને દાદર પર ચડતી વખતે ધીમે ધીમે ચડો. બસ કે મોટરમાં બેસતી વખતે વ્યવસ્થિત બેસો.. કોઈ પણ વાહનમાં ટીંગાઈ ને ના બેસો. લીલા શાકભાજી ભરપુર ખાવ.
લાંબો સમય સુધી ખુરશીમાં ના બેસો. ટીવી જોતી વખતે બેઠા બેઠા જોવો.. સુતા સુતા ટીવી જોવાથી ડોકને લંબાવી પડે છે અને પરિણામે પીઠનો દુખાવો થઇ શકે છે!!

અઠવાડિયે એક વાર ભોયતળીયે સુવાનું રાખો!!
દરરોજ ઘરની અગાશીમાં દાદર ચડીને પાંચ વાર જાવ અને પાંચ વાર ઉતરો આમ કરવાથી હળવી કસરત થઇ જશે!!
પીઠ પર પંદર દિવસે ફરજીયાત માલીશ કરાવો..

આલેખન અને સંકલન
મુકેશ સોજીત્રા

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here