પિતા સૈફ ના લગ્ન માટે માતા અમૃતા એ કરી હતી સારા ને તૈયાર , સૈફ એ પણ મોકલ્યો હતો ઇમોશનલ લેટર

0

કરણ જોહર ના શો કોફી વિથ કરણ ના સિઝન 6 પર સસજ સુધી કેટલીય જોડીઓ જોવા મળી છે. હાલ માં જ સૈફ અલી ખાન તેની દીકરી સારા સાથે કરણ જોહર ના ચેટ શો માં પહોંચ્યા હતા. શો માં બને એ એમના જીવન થી જોડેલ ઘણા ખુલાસા ઓ કર્યા . એટલું જ નહીં જ્યારે સૈફ અલી ખાન એ તેની દીકરી સામે બેડરૂમ ની વાતો કરી તો સારા શરમાઈ ગઈ.

આ ચેટ શો આ સૈફ ની એક્સ વાઈફ અને એકટ્રેસ અમૃતા સિંહ ની પણ વાત કરવા માં આવી. સારા એ તેની મા વિસે વાત કરતા જણાવ્યું કે મા અમૃતા સિંહ એ તેને પિતા સૈફ અલી ખાન ના બીજા લગ્ન માં શામેલ થવા માટે ખુદ તેના હાથો થી તૈયાર કરી હતી.

સારા એ શો માં કહ્યું કે “મારી મા એ પોતે જ એના હાથો થી પિતા ના બીજા લગ્ન નર્સ દિવસે તૈયાર કરી હતી. એ દિવસે બધા લોકો એમ વિચારતા હતા કે મારી મા એવા મોકા પર અસહજ મહેસુસ કરશે કે પછી કરીના માટે એવું કંઈ હશે ,પણ આવું કંઈ જ નહતું જરા પણ નહતું. સારા એ કહ્યું , ” મારી મા એ પાપા ના લગ્ન પર મોકલતા મને એમ કહ્યું કે સારો સમય વિતાવજે અને તારા પિતા માટે ત્યાં રહેજે.

ત્યાં જ સૈફ એ પણ આ વાત જણાવી કે કેવી રીતે એમને તેના બીજા લગ્ન ને દિવસે તેની પત્ની અમૃત સિંહ ને એક પત્ર લખ્યો હતો. આ પત્ર માં એમને અમૃતા સિંહ ને એમના આગળ ના જીવન માટે શુભકામનાઓ આપી હતી. સૈફ એ કહ્યું કે પત્ર મોકલ્યા પેહલા એમને એ પત્ર કરીના ને વંચાવ્યો પણ હતો. સૈફ એ આગળ કહ્યું કે કરીના ઘણી સપોર્ટિંવ છે. ત્યાં સુધી કે કરીના એ જ સૈફ ને કહ્યું હતું આ લેટર અમૃતા ને મોકલવા માટે.

જણાવી દઈએ કે સૈફ અને કરીના ના લગ્ન 16 ઓક્ટોબર 2012 ના થયા હતા. ત્યાં જ અમૃતા સાથે તેમની મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે એ 21 વર્ષ ના હતા અને અમૃતા 33 વર્ષ ની. પેહલી જ મુલાકાત માં જ સૈફ અને અમૃતા એક બીજા ના દિવાના થઈ ગયા હતા અને એક બીજા સાથે રહેવા નો નિર્ણય કરી લીધો હતો.

ઓક્ટોબર 1991 માં સૈફ અને અમૃતા ની ધૂમધામ થી લગ્ન થયા હતા અને અમૃતા નાના નવાબ ની બેગમ બની હતી. બંને ના લગ્ન લગભગ 13 વર્ષ ચાલ્યા અને પછી બંને એ અલગ થઈ ગયા..

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here