પિતાનો નો જીવ બચાવવા માટે આ છોકરીએ જે કામ કર્યું, તેને જાણીને તમારી પણ આંખો ભીની થઇ જાશે….

0

કોઈકે સાચું જ કહ્યું છે કે દુનિયામાં કોઈ પણ ઇન્સાન માટે તેના માતા-પિતા જ બધું જ હોય છે અને દુનિયામાં સૌથી મોટી દૌલત પણ માતા-પિતા જ હોય છે. તેઓ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે, જેને આપણે બધા સૌથી વધુ પસંદ કરતા હોઈએ છીએ. પણ, આજના જમાનામાં આ બધી વાતો જાણે કે ક્યાંક ખોવાઈ ગઈ છે. ભાગ-દોડ ભરેલા જીવનમાં લોકો માટે પોતાના માતા-પિતા માટે સમય જ ક્યાં છે? પણ આજે અમે તમને એક એવી કહાની કહેવા જઈ રહ્યા છીએ જે માતા-પિતા અને તેના બાળકો વચ્ચે પ્રેમ દર્શાવે છે. આ એક છોકરી ની કહાની છે, જેણે પોતાના પિતાના જીવનને બચાવવા માટે કઈક આવું ખતરનાક પગલું ભર્યું હતું. છોકરીએ લીવર આપીને બચાવ્યો પોતાના પિતાનો જીવ:

દુનિયામાં મોટાભાગે લોકો દીકરાની ઈચ્છા રાખતા હોય છે અને સમજે છે કે દીકરીઓ તેઓના માટે એક બોજ સમાન છે, જે એક દિવસ તેઓને છોડીને ચાલી જાશે. અમુક લોકોને તો એવું પણ લાગતું હોય છે કે દીકરીઓ ક્યારેય પણ પોતાના કામમાં આવતી નથી. જયારે ઘણીવાર આપણી સામે એવી વાતો આવી જાતિ હોય છેજ્યારે દીકરીઓ દીકરાઓ કરતા પણ કઈક વધુ કરી જાતિ હોય છે. એવી જ એક ઘટના હાલમાં જ જોવા મળી જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ પણ થઇ હતી. આ છોકરીએ પોતાના શરીરનો એક હિસ્સો આપીને પોતાના પિતાનો જીવ બચાવ્યો હતો.ડોકટરે જણાવી આ બહાદુર છોકરીની કહાની:

અમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ તે છોકરીનું નામ પૂજા બીજારનિયા છે. પૂજાના પિતાનું લીવર ખરાબ થઇ ગયું હતું, ડોકટરે જણાવ્યું કે તેનું લીવર બદલાવવું પડશે અને જો આવું કરવામાં નહિ આવે તો તેનો જીવ પણ જઈ શકે છે. પછી પૂજાએ એ કામ કરી બતાવ્યું જેને કરતા છોકરાઓ ઘબરાતા હોય છે. પૂજાએ પોતાનું એક લીવર દાન કરીને પોતાના પિતાનો જીવ બચાવી લીધો હતો.પૂજાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડોક્ટરોએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી અને તે વાતની જાણકારી આપતા લખ્યું, ”બહાદુર છોકરી: અસલ જીવનમાં આવા સાચા હીરાઓ ખુબ ઓછા જોવા મળતા હોય છે જેઓ કિસ્મત, ડર અને નામુમકીન જેવા શબ્દો પર ભરોસા નથી કરતા. આ તે લોકો માટે એક શીખ સમાન છે જેઓ છોકરીઓને બેકાર સમજતાં હોય છે. તમને જણાવી દઈએ કે આ છોકરીએ વાસ્તવમાં દુનિયાની સામે એક મિસાલ કાયમ કરી છે જે સમય આવવા પર પોતાની હિંમત દેખાડતા હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!