પીપ્પલી (લીંડી પીપર) ના લાજવાબ ફાયદાઓ જાણો, માત્ર બે દાણા આ ચીજ સાથે લેવાથી મોટાપો થઇ જાશે દૂર….

0

પીપ્પલી કે નાની પીપલ કે મોટી પીપલ અનેક ઔષધીય ગુણો થી ભરપુર હોવા ને કારણે આયુર્વેદ ની એક પ્રમુખ દવા છે. ધણા લોકો આને મસાલા ના રૂપ મા જાણે છે. પણ આના ગુણો વિશે જાણતા નથી.
પીપ્પલી કોમળ ડાળી જમીન ઉપર ૧-૨ મીટર સુધી ફેલાયેલી હોય છે. આના પાન ધેરા લીલા રંગના ૨-૩ ઈચ લાંબા અને પહોળા હોય છે. આના કાચા ફળો ૧ ઈંચ જેટલા લાંબા અને આકાર ના હોય છે.
કાચા ફળો નો રંગ હલ્કા પીળા રંગ જેવો હોય છે. જે પછી ધેરો લીલો રંગ અને ત્યાર બાદ કાળો થઈ જાય છે. આના ફળો ને નાની પીપળી કે લોંગ પેપર કહેવા મા આવે છે.
ભારત ના ગરમ ક્ષેત્રો, હીમાલય થી અસમ, પશ્ચીમ બંગાળ ની પહાડી અને પશ્ચીમ ધાટ ના સદા હરીત જંગલો સુધી મળી આવે છે. પીપ્પલી ની ઉત્તરીય પુર્વ તથા દક્ષીણ ભારત મા ખેતી પણ કરવા મા આવે છે. જાણી એ આયુર્વેદીક પીપ્પલી ના ફાયદા.
પીપ્પલી ના ફાયદા વજન ને ઓછુ કરે છે:
પીપ્પલી ના ફાયદા ની વાત કરી તો આ મોટાપા ને ઓછુ કરવા માટે સહાયક છે. પીપ્પલી નુ ચુર્ણ લગભગ અડધા ગ્રામ જેટલી માત્રા મા સવાર સાંજ મધ સાથે પ્રતિદીન એક મહીના સુધી લેવાથી વજન મા ધણી રાહત મળે છે. પીપ્પલી ના એક બે દાણા દુધ મા નાખી ને ઉકાળી ને પીવાથી પણ મોટાપા મા રાહત થાય છે.

પીપ્પલી ફાયદા અસ્થમા માટે:૨ ગ્રામ નાની પીપલ કે પીપ્પલી નો ભુકો કરી ને ૪ કપ પાણી મા ઉકાળો અને બે કપ રહી જાય ત્યા સુધી ઉકાળો. ત્યાર બાદ તેને ગાળી લ્યો. આ પાણી ને દિવસ ભર ૨-૩ કલાક ના અંતર થી થોડુ થોડુ પીવો. અમુક દિવસો મા જ શ્વાસ ફુલવા ની તકલીફ ઓછી થઈ જાશે.

પીપ્પલી નુ ચુર્ણ માથા ના દુખાવા મા રાહત આપે છે:પીપ્પલી ને પાણી મા પીસીને માથા ઉપર લેપ કરી ને લગાડવા થી માથા દુખાવો મટી જાય છે. પીપ્પલી અને વચ ચુર્ણ બરાબર માત્રા મા લઈ ને ૩ ગ્રામ ની માત્રા મા નિયમીત રૂપ થી ગરમ દુધ સાથે બે વાર સેવન કરવા થી માથા નો દુખાવો ઠીક થઈ જાય છે.

પીપ્પલી ના ફાયદા હ્રદય રોગ માટે:પીપ્પલી ચુર્ણ ને મધ મેળવી ને સવારે પ્રતિદિવસ સેવન કરવા થી કોલેસ્ટ્રોલ ની માત્રા નિયમીત રહે છે. અને હ્રદય રોગ મા લાભ થાય છે. એ સીવાય પીપ્પલી અને હરડે ને બરાબર મીક્સ કરી ને પીસીને એક ચમચી ની માત્રા સવારે સાંજે મધ્યમ ગરમ પાણી મા સેવન કરવા થી પેટ નો દુખાવો, મરોડ અને દુર્ગંધ યુક્ત અતીસાર પણ ઠીક થઈ જાય છે.

પીપ્પલી ના ફાયદા ટી.બી. અને સંક્રમણ જેવા રોગ માટે:પીપ્પલી મા પ્રતિરોધક ક્ષમતા વધારવા ના ગુણ હોય છે. જેના કારણે ટી.બી. અને અન્ય સંક્રમણ રોગો ની ચીકીત્સા મા આનો ઉપયોગ લાભદાયક છે. પીપ્પલી ફેફસા ની શક્તિ સુધારવા મા લાભદાયક છે. કારણ કે આ ભુખ ને સારી બહેતર બનાવે છે. આ ટી.બી અને તેના ઈલાજ દરમ્યાન વજન ઓછુ થવા ના નુકશાન થી બચવા મા મદદ રૂપ થાય છે. એ સીવાય આ ટી.બી. ના ઉપચાર મા ઉપયોગ મા લેવાતી દવા ના અસર થી થવા વાળા લીવર ના નુકશાન થી પણ બચાવે છે.

પીપ્પલી ના ફાયદા આર્થરાઈટીસ અને ગઠીયા માટે:આ જડ્ડી બુટ્ટી નો ફાયદો આર્થરાઈટીસ અને ગઠીયા જેવી સમસ્યામા સારો ફાયદો થાય છે. આ જ્ડ્ડી બુટ્ટી ના મુળ નો ઉપયોગ આ રોગ ના ઈલાજ માટે કરવા મા આવે છે. ૩૦ પીપ્પલી ના ફળ ને લ્યો અને તેનિ એક બારીક પેસ્ટ બનાવો. તેમા મધ અને ગાય ના કાચા દુધ ને મીક્સ કરો. અને આને ભોજન ના ૧૦ – ૧૫ મીનીટ પહેલા ૩ ગ્રામ જેટલુ લ્યો. આમ કરવા થી આ રોગ મા અવશ્ય ફાયદો થાય છે.

પીપ્પલી ના ફાયદા લીવર માટે:આ લીવર અને પ્લીહા ના વીકારો મા પીપ્પલી રસાયન ઉપચાર ની સાથે પ્રયોગ કરવા મા આવે છે. આ એક વિશેષ ઉપચાર પ્રકીયા છે. જેમા પીપ્પલી પાઉડર ને ધીરે ધીરે વધારવા મા આવે છે. અને અગીયાર કે એકવીસ દિવસ સુધી ફરીથી દુધ સાથે આની ખોરાક ધટાડવા મા આવે છે. જો તમને લીવર ની કોઈ સમસ્યા હોય તો ૫ ગ્રામ પીપ્પલી ની સાથે એક ગ્રામ પીપલી મુલ મીક્સ કરી ને લ્યો.

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here