પીળી હળદર, જ્યોતિષ શાસ્ત્ર માં પીળી હળદર નું મહત્વ વાંચો આર્ટિકલ

0

ધર્મ હોય કે પછી જ્યોતિષ કે પછી આપણું સામાન્ય જીવન દરેક કામ પીળી હળદર વગર અધૂરું છે. હળદર ખાવા માં તો સ્વાદ વધારે જ છે, સાથે સાથે તે દરેક મંગળ કામ માં પણ શોભે છે. હળદર નો પીળો રંગ તેને બૃહસ્પતિ (ગુરુ) સાથે જોડે છે. જ્યોતિષ શાસ્ત્ર માં બૃહસ્પતિ ને મજબૂત કરવા માટે હળદર નો ઉપયોગ થાય છે . તો આજે અમે તમને જણાવીશું પીળી હળદર ની જ્યોતિષીય વાતો વિશે. અને તમે યાદ રાખી લો, જ્યારે જરૂર જણાય ત્યારે આનો પ્રયોગ કરો.

હળદર નું મહત્વ

 • હળદર એક વિશેષ પ્રકાર ની ઔષધિ છે, જેની અંદર દૈવીય ગુણ રહેલો છે.
 • હિન્દુ ધર્મ માં તેને શુભ અને મંગલકારી માનવા માં આવે છે.
 • હળદર ભોજન માં સ્વાદ ની સાથે જીવન માં સંપન્નતા પણ લાવે છે.
 • હળદર માં મુખ્ય રૂપે વિષરોધક શક્તિ રહેલી છે. અને તે નકારાત્મક ઉર્જા ને પણ નષ્ટ કરે છે.
 • આથી જ હળદર નો ઉપયોગ હવન અને ઔષધિય ના રૂપે કરવા માં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર માં પીળી હળદર નું મહત્વ

જે લોકો જ્યોતિષ ની જાણકારી રાખે છે તેઓ નું કહેવું છે કે હળદર ના પ્રયોગ થી કુંડળી માં રહેલી ગ્રહો ની કોઈપણ સમસ્યા ને નિવારી શકાય છે. હળદર ખાસ તો બૃહસ્પતિ થી જોડાયેલી દરેક સમસ્યા નું સમાધાન કરી શકે છે. આ હળદર ઘણા રંગ ની હોય છે. તે પીળા, નારંગી અને કાળા રંગ ની હોય છે. આથી તેના રંગ ને આધારે તેનો પ્રયોગ કરવા માં આવે છે.

પીળી હળદર નો સંબંધ બૃહસ્પતિ સાથે છે, જ્યારે નારંગી હળદર નો સંબંધ મંગળ સાથે છે. અને કાળી હળદર નો સંબંધ શનિ ના ગ્રહ સાથે છે. માણસ ના બૃહસ્પતિ ને મજબૂત કરવા  માટે પીળી હળદર નો પ્રયોગ કરવા માં આવે છે. સાથે સાથે બૃહસ્પતિ થી જોડાયેલ સમસ્યા નું સમાધાન માટે પીળી હળદર રામબાણ સમાન છે.

હળદર થી થતાં લાભ

જ્યોતિષ માન્યતા માં કહ્યા અનુસાર હળદર એ વિભિન્ન ગુણો નો ભંડાર છે. હળદર વગર ભોજન અધૂરું છે અને કોઈ પણ શુભ પ્રસંગ પણ અધૂરો છે. અહી આપણે જાણીશું તેના ફાયદાઓ વિશે.

 • ભોજન માં હળદર નો સંતુલિત માત્રા માં પ્રયોગ આરોગ્ય વાન બનાવે છે.
 • જળ ની અંદર હળદર ભેળવી ને સૂર્ય ને અર્પિત કરવા થી લગ્ન માં આવતી બાધાઓ દૂર થાય છે.
 • પેટ ને લગતી સમસ્યા અથવા કેન્સર જેવી બીમારી હોય તો હળદર નો દાન કરવા થી લાભ થાય છે.
 • દરરોજ સવારે હળદર નું તિલક કરવા થી વાણી ની શક્તિ મળે છે.

કેવી રીતે મજબૂત થશે બૃહસ્પતિ?

જો તમારી કુંડળી માં બૃહસ્પતિ (ગુરુ) નબળો છે. અને તેનાથી તમારા જીવન માં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તો હળદર નો ઔષધિય પ્રયોગ કરવા થી ગુરુ ને મજબૂત કરી શકાય છે.

 • ગાંઠ વાળી પીળી હળદર ને પીળા દોરા માં બાંધી ગળા માં અથવા બાહુ માં પહેરવું.
 • તે પીળા પુખરજ ની જેમ કાર્ય કરે છે જેના થી ગુરુ તાકતવર બને છે.
 • ગુરુવારે સવારે હળદર ને ધારણ કરવી ખૂબ જ સારું કહેવાય છે.

લગ્ન માં આવતી બાધાઓ માટે હળદર નો પ્રયોગ કેમ કરવો

જો તમારા લગ્ન માં સતત એક પછી એક બાધા આવી રહી હોય, કે પછી કોઈ કારણ થી તમારી સગાઈ કરવા માં વિઘ્ન આવે છે, તો આવા સમયે હળદર નો આ પ્રયોગ કરવા થી તમારા લગ્ન જલ્દી થઈ જશે.

 • સ્નાન કરવા ના પાણી માં થોડી પીસેલી હળદર ભેળવવી.
 • રોજ સવારે સૂર્ય  ની સામે હળદર ભેળવેલું જળ અર્પણ કરવું.
 • જળ ચડાવ્યા પછી કળશ ની કિનારે લાગેલી હળદર ને માથા અને ગળા પર લગાવવી. અને આ પ્રયોગ સતત એક મહિના સુધી કરવો.

નકારાત્મક શક્તિ ને દૂર કરશે હળદર

જ્યોતિષ અનુસાર હળદર ના વિશેષ પ્રયોગ થી નીચેની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. અને તેનો પ્રયોગ કરવો.

 • માંગલિક કાર્યો માં હળદર ના ઉપયોગ થી કોઈ પણ પ્રકાર ની નકારાત્મક ઉર્જા નો પ્રવેશ રોકી શકાય છે.
 • હળદર લગાવી સ્નાન કરવા થી માણસ નું તેજ વધે.
 • આમ લગાતાર હળદર થી સ્નાન કરવા માં આવે તો કોઈ પણ પ્રકાર ની જ્યોતિષીય અને રોગો માં પણ લાભ થાય છે.

આમ જોવાન ના કોઈ પણ ક્ષેત્ર માં ખાવા પીવા થી લઈ ને ધાર્મિક કાર્યો સુધી દરેક કાર્ય માં હળદર નો ઉપયોગ કરવા માં આવે છે. હળદર નો ઔષધિય અને ધાર્મિક સામગ્રી છે, જે માણસ ને ઘણા પ્રકારે ફાયદો આપે છે.

માધવી આશરા ‘ખત્રી’

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here