‘પીહુ’ફિલ્મ જશે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં, 6 વર્ષ ની પિહુ કોણ છે? જુવો PHOTOS અને વાંચો એના વિશે….

0

તમે વિનોદ કાપડી ની ફિલ્મ પિહુ નું ટ્રેલર જોઈને એ જરૂર વિચારતા હશો કે આખરે આ નાની બાળકી ‘પિહુ’ કોણ છે, તેના માં-બાપ કોણ છે, તેનો પરિવાર કોણ છે, ક્યાં રહે છે? આજે અમે તમને પિહુ વિશે તથા તેના પરિવાર ની જાણકારી આપીશું.
2 વર્ષ ની પિહુ નું સાચું નામ ‘માયરા વિશ્વકર્મા’ છે જેના પર બનેલી 100 મિનિટ ની લાંબી ફિલ્મ પિહુ જે 16 નવેમ્બર ના રોજ રિલીઝ થવાની છે. માયરા નો જન્મ 17 નવેમ્બર 2012 ના રોજ થયો હતો. વિનોદ કાપડી ને આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે અને તે ગોવા ફિલ્મ ફેસ્ટિવલ 2017 માં દેખાડવામાં આવેલી 26 ફિલ્મો ની લિસ્ટ માં પહેલા નંબર પર સ્ક્રીન કરવામાં આવી હતી.પિહુ ના માતા-પિતા નું નામ રોહિત વિશ્વકર્મા અને પ્રેરણા શર્મા છે.ફિલ્મમાં માયરા ના કિરદાર ને નેચરલ બનાવા માટે તેના માં અને પિતા નો રોલ તેના અસલી માં-બાપે જ નિભાવ્યો છે.જણાવી દઈએ કે આ ફિલ્મ બાળકી પર ડર ની એક સાચી કહાની પર આધારિત છે. બે દિવસ માં જ પિહુ ના ટ્રેલર ને 35 લાખ વાર જોવામાં આવી ચૂક્યું છે. પત્રકારથી નિર્દેશક બનેલા નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર વિનોદ કાપડી એ માત્ર 2 વર્ષ ની એકમાત્ર કલાકાર માયરા પર એક્ટિંગ ના દમ પર 100 મિનિટ લાંબી પિહુ ફિલ્મ બનાવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સનસની મચાવી દીધી છે.
સલમાન ખાન ના બજરંગી ભાઈજાન માં મુન્ની એટલે કે હર્ષાલી ની એક્ટિંગ જોઈને લોકો એ જે રીતે પ્રેમ મુન્ની ને આપ્યો, માયરા વિશ્વકર્મા ‘પિહુ’ ના કિરદાર માં તેનાથી મોટી કલાકાર સાબિત થવાની છે. બૉલીવુડ ની ફિલ્મ બજરંગી ભાઈજાન માં હર્ષાલી ની સાથે સુપરસ્ટાર સલમાન ખાન હતા જયારે પિહુ ફિલ્મ એકલા માયરા વિશ્વકર્મા પર જ ટકેલી છે.
જણાવી દઈએ કે ફિલ્મનું ટ્રેલર જ્યારથી આવ્યું છે મહાનાયક અમિતાબ બચ્ચન થી લઈને દમદાર એક્ટિંગ મનોજ વાજપેયી સુધી દરેક ને ચોંકાવ્યા છે અને દરેક કોઈ ફિલ્મ ના રિલીઝ થવાની વાટ જોઈ રહ્યા છે.પિહું મૂળ રૂપથી છત્તીસગઢ ના અંબિકાપુર ના વિશ્વકર્મા પરિવાર ની બાળકી છે જેનો જન્મ દિલ્લી થી યુપી ના નોઇડા શહેરમાં થયો હતો. માયરા ના માતા-પિતા એ તેના એક વર્ષ પૂરું થયાની ખુશી માં ભવ્ય બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સિવાય ફિલ્મ રિલીઝ ના આગળના દિવસે પણ પિહુ ના 6 વર્ષ પુરા થયાની ખુશીમાં કેક કટિંગ અને પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું છે.જણાવી દઈએ કે સૌ પ્રથમ કૃષ્ણા જી એ આ ફિલ્મ માટે પૈસા લગાવ્યા હતા પણ હાર્ટ એટેક ને લીધે તે દુનિયાથી ચાલી ગયા હતા.કૃષ્ણા જી એ તે સમયે ફિલ્મ ને ફાઇનૅન્સ કર્યું જયારે આ કહાની સાંભળી ને કદાચ કોઈ ન કરે. ફિલ્મમાં કોઈ સ્ટાર નથી, કોઈ મોટું નામ નથી, સમય ઓછો હતો કેમ કે પિહુ મોટી થતી જઈ રહી હતી. ફિલ્મ ટિમ પાસે અમુક જ મહિનાનો સમય હતી. ફિલ્મ ની ડિમાન્ડ હતી કે બાળકી ને પુરી રીતે બોલતા આવડવું ન જોઈએ જેને લીધે માયરા ના મોટી થવા પહેલા જ ફિલ્મને બનાવી પડે તેમ હતી.  પિહુ ફિલ્મ ની કહાની:ફિલ્મના ટ્રેલર ની શરૂઆત માં પિહુ ની માંતા ની ડેડ બોડી પડેલી હોય છે, પછી બાળકી જાગે છે. પછી આવે છે એક ગીત જે બાળકી ગાઈ રહી છે-નાની તેરી મોરની કો મોર લે ગયા. પછી મોબાઈલ પર કદાચ કાર્ટૂન નો વિડીયો જોઈને તે ખુશ થાય છે.પિહુ નું ઘર શણગારેલું છે.એવું લાગે છે કે કોઈ પાર્ટી હતી, લાઇટ્સ તથા ફુગ્ગા ઓ પણ રાખેલા છે. અહીંથી ટ્રેલર માં ભય, ખતરો, ખૌફ વગેરેની શરૂઆત થાય છે, 2 વર્ષ ની પિહુ ફ્રિજ માં બેસી જાય છે, પછી બહાર નીકળવાની કોશિશ કરે છે એવામાં ફ્રિજ ની ઉપરથી સામાન પડવા લાગે છે. પછી પપ્પા ને અવાજ લગાવે છે.પછી તે પોતાની માં ની ડેડ બોડી ની પાસે જાય છે અને તેને ઉઠવાનું કહે છે. ઘરમાં એકલી 2 વર્ષની બાળકી જેના પિતા ઘરે નથી અને માતા ઘરે છે પણ માત્ર તેની લાશ જ છે.ટ્રેલર ના અંતમાં પિહુ ની ડોલ ઉપરના ફ્લોર પરથી નીચે પડી જાય છે, જેને લીધે પિહુ પણ બાલ્કની ની રેલિંગ પર ચઢી જાય છે અને બોલે છે કે-પિહુ ની ડોલ આવો. રેલિંગ માના બે પાઇપ પિહુ ચઢી જાય છે અને ત્યારે જ તેના પગ લપસી જાય છે અને ટ્રેલર નો અંત આવે છે.દર્શકો ને પણ આ ફિફિલ્મની વાટ છે કે આખરે પિહુ નું શું થાશે અને એવું તે શું બન્યું કે તેની માની લાશ બેડ પર પડેલી હોય છે. આ ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં એક નવો જ ઇતિહાસ રચવા જઈ રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here