ફોન ને સર્વિસ સેન્ટર પર લઈ જવા પેહલા જરૂર કરો આ 6 કામ, નહિ તો જીવનભર પછ્તાવું પડશે

0

સર્વિસ સેન્ટર પર ફોન આપવા પેહલા આ 6 વાતો નું ધ્યાન રાખવું ,જેના થી તમારા ડેટા અને ફોન બંને સુરક્ષિત રહે છે.

આજે અમે તમને એ 6 વાતો વિસે જણાવવા જઈ રહ્યા છીએ જેને સર્વિસ સેન્ટર પર આપ્યા પેહલા ધ્યાન રાખવું જરૂરી છે. જો કે ઉતાવળ માં કોઈ વખત કોઈક યુઝર્સ આવી ભૂલો કરી દે છે.જેના પછી પસ્તાવું પડે છે. એવા માં યુઝર્સ ના પર્સનલ ફોન ના ડેટા લીક થઈ જાય છે. આવો જાણીએ કઈ છે એ 6 વાતો.

ફક્ત ઓથોરાઈઝડ સેન્ટર પર જવું.

જો તમારા ફોન માં ખરાબી હોય અને ફોન વોરંટી પિરિયડ માં હોય તો એને ફક્ત ઓથોરાઈઝડ સર્વિસ સેન્ટર માં બતાવવો. એના સિવાય તમારા ફોન ની વોરંટી પિરિયડ પૂરી થઈ જાય ત્યારે પણ એને સર્વિસ સેન્ટર માં જ બતાવવો. કોઈ લોકલ સર્વિસ સેન્ટર પર ન તો તમને ફોન ની વોરંટી મળશે ઉપર થી ફોન માં નકલી પાર્ટ્સ લગાવવા નો ખતરો રહે છે.

ડેટા બેકઅપ

ફોન ને સર્વિસ સેન્ટર પર દેતા પેહલા એમાં પડેલ બધા ડેટા નું બેકઅપ બનાવી લો. કોઈ વખત યુઝર્સ એના ડેટા નું બેકઅપ લેતા ભૂલી જાય છે તો એના ફોન માં પડેલ બધા ડેટા ડીલીટ થઈ જાય છે.

ડીલીટ કરો પર્સનલ ડેટા.

સર્વિસ સેન્ટર પર લઈ જતા પહેલા એમાં પડેલ ડેટા નું બેકઅપ બનાવી ને પછી ફોન માંથી ડીલીટ કરી દો. તમે પર્સનલ ડેટા ડીલીટ કરતા ભૂલી જશો તો એનો ખોટો ઉપયોગ થઈ શકે છે.

ન ભૂલો સિમ અને મેમરી કાર્ડ કાઢવાનું.

ફોન ને સર્વિસ સેન્ટર પર આપવા પેહલા ફોન માંથી મેમરી કાર્ડ અને સિમ કાર્ડ કાઢવા નું ન ભૂલતા. એ બંને કાર્ડ નો ખોટો ઉપયોગ પરેશનીઓ માં પાડી શકે છે.

લિસ્ટ બનાવો

ફોન ને સર્વિસ સેન્ટર પર લઈ જતા પહેલા એક લિસ્ટ બનાવી લો. એ લિસ્ટ માં દરેક પરેશાનીઓ વિસે લાખો જે તમારા સ્માર્ટફોન માં આવતી હોય. ઘણી વખત એવું થાય છે કે ઘણા યુઝર્સ ત્યાં જઈ ને જરૂરી વાતો કેહવા નું ભૂલી જાય છે . એવા માં પરેશનીઓ બની રહે છે. કે પછી પાછું સર્વિસ સેન્ટર પર જવા નો વારો આવે છે.

કારણ શું છે એ જાણો

ફોન માં કોઈ ખરાબી આવે તો એ શા માટે આવી એના વિસે જરૂર થી પૂછો. જો કોઈ ભૂલ ને કારણે આવી હોય તો એનું કારણ જાણવું જરૂરી છે નહીં તો તમારો ફોન કરી પાછો ખરાબ થઈ શકે છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here