ફોનને ખોટી પદ્ધતિથી કરી રહ્યા છો ચાર્જ? તો જાણો ચાર્જ કરવાનો સાચી પદ્ધતિ….નહીંતર થશે નુકશાન

0

આજના જમાનામાં સ્માર્ટફોને આપણા જીવનમાં અન્ય દરેક ગૈંજેટ્સ નો ઉપીયોગ જાણે કે ઓછો કરો દીધો છે. સ્માર્ટફોનનાં ઉપીયોગે આજ કેમેરા અને મ્યુજિક પ્લેયર જેવા ગૈંજેટ્સનો ઉપીયોગ કરવો લોકો માટે ખુબ ઓછી માત્રામાં બની ગયો છે. પણ સ્માર્ટ ફોન સાથેની સૌથી મોટી સમસ્યા તેમાં ચાર્જીંગ કરવાની છે. સ્માર્ટફોનને ચાર્જ કરવાની બાબતમાં આપણને એ ખબરજ નથી કે ચાર્જ કરવાની સાચી પદ્ધતિ શું છે.

સ્માર્ટફોનનો ઉપીયોગ આપળે આજે ઘણા કામો માટે કરીએ છીએ કે પછી એમ કહીએ કે દરેક સમયે આપળે આપલા સ્માર્ટ ફોન સાથે ચીપકી રહીએ છીએ. માટે સ્માર્ટફોનમાં જો બધાથી મોટી સમસ્યા છે તો એ છે તેમનું ચાર્જીંગ. જો કે અમુક કંપનીઓ અમુક સ્માર્ટફોનમાં મોટી અને ખુબ સારી કોલેટીની બેટરી આપી રહી છે, છતાં પણ એ વાતનો ઇનકાર ન કરી શકીએ કે આપળને ફોનને ચાર્જ કરવો એટલે કરવાનોજ હોય છે. કદાચ તમને એ જાણીને નવાઈ લાગશે કે આપળે બધા ફોનને ખોટી પદ્ધતિથી ચાર્જ કરી રહ્યા છીએ.

1. ફોનને ક્યારેય પણ એક વખતમાં ફૂલ ચાર્જ ન કરો.

હંમેશા પોતાના ફોનને અલગ અલગ હિસ્સામાં ચાર્જ કરો. એક વારમાં ફોનને ફૂલ ચાર્જ કરવો ક્યારેય ન જોઈએ. દરેક સ્માર્ટફોનમાં લીથીયમની બેટરી આવેલી હોય છે જેને ઘણી વારમાં ચાર્જ કરવાની હોય છે.

2. બેટરી ક્યારેય પણ 100% ચાર્જ ન કરો.

ક્યારેય પણ બેટરીને 100% ચાર્જ ન કરવું જોઈએ. તેનાથી બેટરી જલ્દી ખરાબ થઈ જતી હોય છે ને બેટરીમાં બ્લાસ્ટ થાવાનો પણ ભય રહે છે. માટે બેટરીને 90 થી 95% સુધીજ ચાર્જ કરો.

3. બેટરીને પૂરી રાત ચાર્જમાં ન મૂકી રાખો.

વધારે ચાર્જ કરવાથી બેટરીની લાઈફ ઓછી થઈ જાય છે. માટે બેટરીને ક્યારેય પણ પૂરી રાત સુધી ચાર્જમાં લગાવેલી ન રાખો.

4. ફોનને ક્યારેય પણ કવરની સાથે ચાર્જમાં ન લાગવો.

જો તમે તમારા ફોનને કવરની સાથે ચાર્જમાં લગાવો છો તે બેટરીનો ગરમ હોવાનો ભય ખુબ વધી જતો હોય છે, જેનું પરિણામ હાનીકારક બની શકે છે. માટે જલ્દીથી ચાર્જ થવા માટે અને બેટરીને લાંબા સમય સુધી ચલાવા માટે સ્માર્ટફોનને ચાર્જ કરતા પહેલા તેમાં લાગેલા કવરને કાઢી નાખો.

આ બધી ટીપ્સ થી તમે તમારા ફોન તથા બેટરીનું આયુષ્ય વધારી શકશો સાથે જ બેટરી બ્લાસ્ટ થવાનાં ભયથી પણ બચી શકશો.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!