જો આટલી વાતોનુ ધ્યાન રાખશો તો ક્યારેય કોઈ પેટ્રોલપંપવાળા તમારું પેટ્રોલ ચોરી નહી કરી શકે !!

0

કેટલાક પેટ્રોલ પંપ પર મીટર સેટ કરેલું હોવા છતાં નોઝલ બટનમાં કારસ્તાની કરીને પેટ્રોલ ચોરી કરવામાં આવી રહી છે. દેશમાં અને રાજ્યમાં આવા કિસ્સાઓથી પેટ્રોલિયમ કંપનીઓ પણ સતર્ક થઇ ગઈ છે. તેથી આ કિસ્સામાં ‘નયી દુનિયા’ એ તપાસ કરતા કેટલાક પંપ ઓપરેટર મશીન વધુ નફો મેળવવાનાં ચક્કરમાં કેટલાક પંપ સંચાલકોએ મશીનમાં એક  ચિપ લગાવી રીમોટને નિયંત્રણમાં રાખે છે.

આ રીતે, તેઓ દરેક લિટર પેટ્રોલ પર થોડું પેટ્રોલ બચાવી લે છે. બીજી બાજુ, કે ઓઇલ કંપનીઓ દાવો કરવામાં આવે છે કે એમનાં નવા મશીનોમાં કોઈ પણ પ્રકારની ચાલાકી શક્ય નથી. કેટલાક સમય પહેલા ભોપાલના બે બે પેટ્રોલ પંપમાં ચિપ લગાવી પેટ્રોલ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો.  બંને પંપ કોંગ્રેસના નેતાના સંબંધીઓ ના હતા. ત્યારબાદ ગરબડી સામે સ્પષ્ટ થતાં કંપની દ્વારા બંધ કરવામાં આવેલ.

મોંઘા વેંચવામાં આવે છે પાર્ટસ :

પેટ્રોલિયમ ધંધા સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક બે વર્ષ પહેલા દુબઇમાં સોફ્ટવેર તૈયાર કરીને બોલાવવામાં આવ્યા હતા. કેટલીક ગેંગના સૂત્રોધારે આ સોફ્ટવેરને બે થી પાંચ લાખ રૂપિયાની મર્યાદામાં પંપના ઓપરેટરોને વેચે છે. તે ચિપ પંપમાં લગાવવામાં આવે છે જેને રિમોર્ટથી ઓપરેટ કરવામાં આવે છે. જે તે કર્મચારીઓ એમાં પૈસા અને પેટ્રોલ ડિઝલની માત્રા પહેલેથી જ સેટ કરી નાખે છે. અને ગ્રાહકને લાગે કે એને પૂરું પેટ્રોલ જ મળ્યું છે. પરંતુ પેટ્રોલની ચોરી જ થઈ હોય છે.

જામર મૂકવા માટેનું સૂચન

સામાન્ય તપાસમાં તો ચિપમાં થયેલ ગડબડી પકડમાં નથી આવતી. પેટ્રોલ પંપના મશીન બનાવતી કંપનીને સુજાવ આપવામાં આવ્યો છે કે, એમાં જામર મુકવામાં આવે.  કે જેથી પેટ્રોલ પંપની આસપાસના 40 મીટરના વિસ્તારમાં કોઈ મોબાઇલ અથવા રિમોટ કામ ન કરી શકે.  – મહેન્દ્ર સિંહ ખડકા, ડેપ્યુટી જનરલ મેનેજર, ઈન્ડિયન ઓઈલ કોર્પરેશન. 

આવી રીતે તમે છેતરામણીથી બચી શકો છો :

વાહનમાં બેસી રહેવાની જગ્યાએ ત્તમે નીચે ઉતરો અને કર્મચારીની પાસે ઊભા રહો. આનાથી નોઝલ રીવરને બરાબર પ્રેસ કરીને થતી ગરબડીને રોકી શકો છો. કેટલાક પંપો પરતો કર્મચારી ગ્રાહકને વાતોમાં રોકીને પણ આવી છેતરામણી કરતાં હોય છે.
ઝેડ આકારનાં મશીનમાં પેટ્રોલ ચોરીના કેટલાય મામલા સામે આવ્યા છે. જેને જોઈને પેટ્રોલિયમ કંપનીઓએ નવા ઓટોમેટિક મશીનો લગાવવાનાં શરૂ કર્યા છે. જેમાં બધી જ બાબતોનું રેકોર્ડિંગ થાય છે.

મોટાભાગના લોકો પંપ પર 100,200 કે 500 અથવા તો પૂરા 1000 નું પેટ્રોલ લેતા હોય છે. પરંતુ આ માત્રા પર મશીનમાં સેટિંગ બદલી નાખવામાં આવે છે. એટ્લે એના કરતાં 120, 150 જેવી રકમના આંકડાનું જ પેટ્રોલ લેવાનું રાખો.

હાઇવે અથવા ગ્રામીણ વિસ્તારના પેટ્રોલ પંપમાં આ પ્રકારની છેતરામણી વધારે પ્રમાણમાં શક્ય છે.

કેમકે અહીના કર્મચારીઓને પણ એ ખ્યાલ હોય છે કે, ગ્રાહકો ઓછું પેટ્રોલ મળ્યાની ફરોયાદ કરવા ઓછા જ આવવાના છે.

નવા મશીનોમાં ચોરીનો ભય ઓછો રહે છે : 

જે લોકો બદમાશી કરવી છે એ તો કરવાના જ છે ને ગમે ત્યાં કરી શકે છે. નવી મશીનો લગાવ્યા પછી ચોરી માટે કોઈ અવકાશ નથી રહેતો.  – જી.એસ. કોહલી, પ્રમુખ, એમપી પેટ્રોલ ડીલર ‘ફેડરેશન

ગમે ત્યારે થઈ શકે છે તપાસ :

હવે તમામ કંપનીઓ આધુનિક મશીનો મૂકવા આવે છે જેથી પેટ્રોલ ચોરી ઓછી થઇ છે. અને જો કોઈ ચેડાં કરે એટલે તરત જ કંપનીને ખબર પડી જાય છે. .દિલ્હી અને મુંબઇથી આવતી કંપનીઓની ટીમ ક્યારેય પણ તપાસ કરી શકે છે. – પારસ  જૈન, વાઈસ પ્રેસિડેન્ટ, એમપી પેટ્રોલ ડીલર ફેડરેશન

નોઝલ બટનમાંથી પણ ચોરી :

પાઇપ મોં પર નાના બટન મૂકવામાં આવે છે અને પેટ્રોલની માત્રા અને પૈસા સેટ કરીને કર્મચારી 10 થી 15 સેકન્ડ માટે  અંગૂઠો અથવા આંગળીથી  બટન દબાવીને રાખે છે.જેના કારણે મીટરનું રીડિંગ ચાલુ રહે છે. પરંતુ પેટ્રોલ પેટ્રોલ બંધ હોય છે.

મિલાવટમાં મધ્યપ્રદેશ છે બીજા નંબરે :

સુપ્રીમ કોર્ટેનાં એક અહેવાલ અનુસાર,  ભેળસેળવાળું પેટ્રોલના કિસ્સામાં અન્ય રાજ્ય કરતા મધ્યપ્રદેશ બીજા નંબર પર છે. તે પેટ્રોલ અને ડીઝલમાં મિલાવણી મુદ્દેની એક સુનાવણી દરમિયાન સરકાર સોગંદનામાં મારફતે કહ્યું હતું. મિલાવટમાં છેલ્લા ત્રણ વર્ષોમાં, એમપીમાં 364 કેસો નોંધાયા હતા. ઉત્તર પ્રદેશ નંબર એક છે.અહીં 672 કેસો નોંધ્યા છે. જ્યારે  સમગ્ર દેશમાં ઓછું પેટ્રોલ અને મિલાવટના ટોટલ અને 3801 કેસો નોંધાયા હતા. .

અરજી ઉપરણી સુનાવણી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.  કે કેરોસીનની લાખો લિટરની હેરાફેરી થઇ રહી છે. પંપના માલિકો અને ડીલરો નેતાઓ જેટલા તાકાતવર છે, જેથી તેઓ તેમની આ વ્યવસ્થા અને સિસ્ટમને બદલવા નહી દે. આ સુનાવણી  મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ટીએસ ઠાકુર દ્વારા કરવામાં આવી હતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here