પેટ્રોલ,ડીઝલ વગરની ગાડી ભારતમાં લોન્ચ થશે, 250 KM ની માઈલેજ પાસે, વાંચો જોરદાર ખાસિયત આ ગાડી વિશે…

0

હોન્ડા મોટર્સે પોતાની પેટ્રોલ વગર ચાલવાવાળી એટલે કે ઇલેક્ટ્રિક ગાડી એ ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી દીધી છે. કંપનીની આ ગાડી એ ૨૦૨૩ થી ૨૦૨૪ દરમિયાન લોન્ચ કરશે. આ તેની B સેગ્મેન્ટની હેચબેક હશે. અત્યારે આ કંપની એ ભારતના માર્કેટ પ્રમાણે ડેટા કલેક્ટ કરી રહી છે. મીડિયાનું માનીએ તો આ ગાડી એ આવતા વર્ષે ચીનની સાથે ગ્લોબલ લોન્ચ કરવામાં આવશે.

હોન્ડા Urban EV કોન્સેપ્ટ

હોન્ડાએ સપ્ટેમ્બર ૨૦૧૭માં ફ્રેન્કફર્ટ મોટર શો દરમિયાન પોતાની Urban EV કોન્સેપ્ટ કારને શો કરી હતી. હવે આ ગાડીનું પ્રોડક્શન એ ફાઈનલ સ્ટેજ પર છે. આના પછી ગાડીની ટેસ્ટીંગ શરુ થશે. આવતા વર્ષે ચીનમાં આ ગાડી લોન્ચ કરવામાં આવશે. આને ટેસલાની ડીઝાઇન પર તૈયાર કરવામાં આવી છે.

ઈન્ડીયન ગવર્મેન્ટનું પૂરું ધ્યાન એ અત્યારે ઇલેક્ટ્રિક ગાડીઓ તરફ જ છે. પ્રદુષણને રોકવા માટે સરકારે કંપનીઓને ઇલેક્ટ્રિક અને CNG થી ચાલવાવાળી ગાડીઓ બનાવવાની માટે પ્રેરણા આપે છે. આવામાં હોન્ડા કંપનીએ શરૂઆત હાઈબ્રીડ એન્જીન સાથે કરી છે. કંપની આં ગાડીમાં હાઈબ્રીડ એન્જીન આપી રહી છે. આવા પ્રકારની ગાડીઓથી પ્રદુષણ બહુ ઓછું થાય છે.

એક્સટીરીયર, ઇન્ટીરીયર અને ફીચર્સ

હોન્ડાની આ ગાડી એ વાઈટ કલરમાં હશે જેમાં બમ્પરને બોડી સાથે જ જોડી દેવામાં આવ્યા છે. આના બમ્પરમાં LED હેડલાઈટ સાથે ડીજીટલ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવે છે જેની પર મોડેલનું નામ બતાવશે. ગાડીના બોનેટ પર બ્લેક સોલર પ્લેટ હશે જેનાથી તાપથી બેટરી અને બીજા પાર્ટને એનર્જી મળશે.

આ ગાડીમાં સિંગલ ડોર હશે જે આગળની તરફ ખુલશે. ડોરમાં નીચે બ્લ્યુ LED હશે. ગાડીમાં અંદર સોફા જેવી લાંબી સીટ હશે જેની પર આરામથી ત્રણ જણ બેસી શકશે. સ્ટેરીંગને અલગ રીતે ડીઝાઇન કરવામાં આવ્યું છે જેમાં મલ્ટી કંટ્રોલ ઓપ્શન આપવામાં આવશે. અંદર લગભગ ડેશબોર્ડની સાઈઝ જેટલું LED સ્ક્રીન હશે જે ઇન્ફોટેનમેંટનું કામ કરશે.
એવું જાણવા મળ્યું છે કે જયારે તેમાં ફૂલ ચાર્જ હશે ત્યારે તે ૨૫૦ KM સુધી ચલાવી શકાશે.

આપણા દેશમાં આ કારને કઈ ગાડી ટક્કર આપશે.

આમ તો ઇન્ડિયામાં કોઈપણ ઇલેક્ટ્રિક ગાડી એ લોન્ચ થઇ નથી પણ મારુતિ પર તેની પહેલી ઇલેક્ટ્રિક વેગનઆર પર કામ કરી રહી છે. રીપોર્ટસ અનુસાર વર્ષ ૨૦૨૦માં આ ગાડીને લોન્ચ કરવામાં આવશે. આ ગાડી એ ટોયોટા સાથે મળીને બનાવવાની છે. ટાટા એ પોતાની ટાઈગોર અને e-Verito ઇલેક્ટ્રિક પર કામ કરી રહી છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here