પેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો? અજમાવો આ ઘરગથ્થું ઉપચાર બીજું કશું કરવાની જરૂરત નથી.

0

આજકાલ વ્યક્તિની લાઈફસ્ટાઈલ એટલી બધી બદલાઈ ગઈ છે કે તેના લીધે સ્વાસ્થ્યને ઘણીબધી તકલીફ થતી હોય છે. ઘણા મિત્રો કામ તો કરતા હોય છે પણ સતત લેપટોપ કે કોમ્પ્યુટરની સામે કે પછી ખુરશીમાં બેસીને કરવામાં આવતા કામના કારણે તેમના પેટની આસપાસ ચરબીના થર જામેલા જોવા મળતા હોય છે. આજકાલ લોકો પોતાના પેટની આસપાસની ચરબી ઓછી કરવા માટે ઘણું બધું ટ્રાય કરતા હોય છે દવા અને ડાયટીંગ સુધી તો ઠીક હતું પણ આજકાલ તો લોકો પેટની ચરબી ઘટાડવા માટે ઓપરેશન કે સર્જરી કરાવવા માટે પણ તૈયાર થઇ જય છે. તો આજે જે પણ મિત્રો પોતાના પેટની ચરબી ઘટાડવા માટે ઘણુબધું ટ્રાય કરી ચુક્યા છે તેમના માટે ખાસ માહિતી અને તેમના માટે પણ આ માહિતી ખાસ છે જેઓ પોતાના પેટની આસપાસ ચરબી જમા નથી થવા દેવા માંગતા.

પેટની ચરબી ઘટાડવા માટેના સરળ ઉપાય.

પેટની ચરબી ઘટાડવા માટે તરબૂચ ખુબ ફાયદાકારક છે. તરબૂચમાં પાણી વધારે પ્રમાણમાં હોય છે તરબૂચ ખાવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને તેના કારણે તમને ભૂખ ઓછી લાગે છે ભૂખ ઓછી લાગવાના કારણે તમે વધુ ખાઈ શકતા નથી. જો તમને જમવાના સમય વગર ખાવાની આદત હોય તો તમને જયારે પણ કશું ખાવાનું મન થાય તો ત્યારે પણ તરબૂચ જ ખાવ. તરબૂચ એ ચરબી ઓછી કરવામાં તમને મદદરૂપ થશે.

જમવામાં નિયમિત લીલા શાકભાજી, ફળ, સલાડ અને દૂધ જેવી વસ્તુઓનો સમાવેશ કરો. ચરબી અને વજન વધારે તેવી વસ્તુઓ તમારા ભોજનમાંથી બાદ કરો. દરરોજ સવારમાં એક ગ્લાસ હુંફાળું પાણી લો તેમાં લીંબુ અને એક ચમચી મધ નાખીને પીવો. રોજ આમ કરો આ પ્રક્રિયા તમારે નિયમિત કરવાની છે તમે તમારા શરીર પર ફરક એક કે બે મહિનામાં જ જોવા મળશે.

ઘણા બધા એવા મિત્રો પણ હશે જેમને કોબીજ પસંદ નથી પણ કદાચ તમે જાણતા નહિ હોવ કે કોબીજ એ તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ થશે. જો તમે કાચી કોબીજ નથી ખાઈ શકતા તો અવનવા સલાડ બનાવીને તેને ઉપયોગમાં લઇ શકો છો.

જે પણ મિત્રો ખરેખર પોતાના પેટ પરની ચરબી ઘટાડવા માંગે છે તેમના માટે આ એક બહુ ઉપયોગી ટીપ્સ છે. ચરબી ઘટાડવા માટે તમે જાતે જ હેલ્થ ડ્રીંક તૈયાર કરીને પી શકો છો. આવો તમને શીખવાડીએ કે કેવીરીતે બનાવશો એ હેલ્થી ડ્રીંક. સૌથી પહેલા ૩ થી ૪ ગ્લાસ પાણી લો તેમાં ૩ થી ૪ લીંબુ નો રસ ઉમેરો. હવે તેમાં ૬ થી ૭ તુલસીના પાન ઉમેરો, હવે તેમાં ખીરા કાકડીના થોડા ટુકડા ઉમેરો, તમે ઈચ્છો તો ખીર કાકડીનો જ્યુસ બનાવીને એડ કરી શકશો. હવે આ મિશ્રણને એક રાત એક વાસણમાં આખી રાત ઢાંકીને રહેવા દો. સવારે ઉઠીને તમારે આને પીવાનું રહેશે. રોજ સવારે તમારે આ ટીપ્સ ફોલો કરવાની છે આ હેલ્થ ડ્રીંકની મદદથી ફક્ત ચરબી જ નહિ ઘટે તે સાથે સાથે તમારા ચહેરા પર પણ ચમક લાવશે.

લસણ એ વજન ઘટાડવા માટે તો અકસીર ઉપાય છે જ સાથે સાથે લસણની મદદથી તમે પેટ પરની ચરબી પણ ઘટાડી શકો છો. આના માટે તમારે રોજ લસણની બે કળીઓ ચાવીને ખાવાની રહેશે અને તેની ઉપર એક ગ્લાસ હુંફાળું પાણી પીવો તમે ઈચ્છો તો પાણીમાં લીંબુનો રસ ઉમેરી શકો.

તમારા રોજીંદા જીવનના ખાવામાં જીરું જરૂરથી ખાવ. જીરું એ ચરબી ઘટાડવા માટે ખુબ ફાયદાકારક છે. જીરા સિવાય તમે રેગ્યુલર ખોરાકમાં સફરજન, અનાનસ, કાકડી અને ટામેટાનો પણ સમાવેશ કરો. આ બધી વસ્તુઓ તમને પેટની ચરબી ઘટાડવા માટે મદદરૂપ થશે. અનાનસમાં બ્રોમીલેન નામનું તત્વ હોય છે જે ચરબી ઘટાડવા માટે ફાયદાકારક છે. સફરજનમાં ફાયબર અને બીટા કૈરોટીન હોય છે જે ચરબી ઘટાડે છે. ટામેટામાં 9-oxo-ODA નામનું તત્વ હોય છે જે ચરબી ને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

હજી બીજી પણ એક એવી વસ્તુ છે જે તમારા ઘરના રસોડામાં હશે જ. એ વસ્તુ છે મીઠો લીમડો. જેમ આ વસ્તુ એ બહુ આસાનીથી મળે છે તેમ જ આનો વપરાશ પણ બહુ સરળ છે. રોજ સવારે ઉઠીને તમારે મીઠા લીમડાના ૪ થી ૫ પાન ચાવી જવાના રહેશે. થોડો સમય જો તમે આ ઉપાય નિયમિત કરશો તો તમે જાતે જ ચરબી ઓછી થઇ જોઈ શકશો. પેટની ચરબી ઓછી કરવામાં અજમો પણ એક મહત્વનું કામ કરે છે. આના માટે તમારે રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમો રાત્રે પલાળીને સવારમાં એ પીસીને પીવાનું રહેશે. તમે ઈચ્છો તો તેમાં મધ અને લીંબુ પણ ઉમેરી શકો છો. આ ઉપાય દરરોજ કરવાથી તમે ફરક જાતે જ જોઈ શકશો.

એલોવેરા પણ પેટની ચરબી ઓછી કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે એના માટે તમે નિયમિત એલોવેરા જ્યુસનું સેવન કરી શકો છો અને જો શક્ય હોય તો તમે એલોવેરાની અંદરથી જે ગર નીકળે એ પણ ખાઈ શકો છો. દરરોજ નિયમિત આ કરવાનું રહેશે તમે મોસંબી કે નારંગીના જ્યુસમાં પણ એલોવેરા મિક્સ કરીને ઉપયોગમાં લઇ શકો છો.

રોજ સવારે ચાલવા કે દોડવા જવાનો નિયમ બનાવો અને જો તમે ચાલવા કે દોડવાની સાથે ગ્રીન ટીનો ઉપયોગ કરશો તો આનાથી સારો ચરબી ઘટાડવાનો બીજો કોઈ રસ્તો નથી દિવસમાં તમે ઈચ્છો ત્યારે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો આનાથી પણ તમને ભૂખ ઓછી લાગે છે જેનાથી વારંવાર ખાવાની આદતથી છુટકારો મળશે.

રોજ ચાલવાની સાથે તમે એક ગ્લાસ હુંફાળા પાણીમાં મધ, લીંબુ ઉમેરીને પણ પી શકો છો આમ કરવાથી પણ તમારું વજન જાદુઈ રીતે ઓછું થશે જે તમે જાતે જોઈ શકશો.

દહીં પણ ખાવાથી શરીરની ચરબી ઓછી કરી શકાય છે. રોજ એક સમયે તો દહીં ખાવું જ જોઈએ. આમ કરવાથી થોડા જ મહિનામાં તમારા પેટની આસપાસ જમા થયેલી ચરબી ઓછી થતી જોઈ શકશો. દહીં એ શરીરમાં રહેલ ફેટને ઓગળવાનું કામ કરે છે.

ફુદીનો પણ પેટ ઉપરની ચરબી અને શરીરના વધેલા વજનને ઓછું કરવામાં મદદરૂપ થશે. તેના માટે તમારે દરરોજ ફુદીનો ખાવાનો રહેશે જો તમને તેના પાન એકલા ખાવા પસંદ ના હોય તો તમે ચામાં પણ ફુદીનો ઉમેરી શકો, ફુદીનાની ચટણી પણ ખાઈ શકો. અથવા ઈચ્છો તો ફુદીનાનું રાયતું બનાવીને પણ ઉપયોગમાં લઇ શકો. ફુદીનો કોઈપણ સ્વરૂપે ખાવ પણ ખાવો જોઈએ.

પેટની ચરબી વધવા પાછળના મુખ્ય કારણ.

આજકાલ લોકોનું બેઠાળુ જીવન એ તેમના સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. એક તો બેઠા બેઠા કામ કરવાનું અને ખાવા પીવાનું પણ ફાસ્ટફૂડ થઇ ગયું છે માટે શરીરને કષ્ઠ પડે એવું કોઈ જ કામ થતું નથી જેના કારણે ખોરાક બરોબર પચતો નથી અને તેના કારણે શરીર પર ચરબીના થર જામી જાય છે.

વધુ સમય સુધી એકની એક જગ્યાએ બેસી રહેવાથી પણ શરીર વધે છે, માટે થોડી થોડી વારે તમારી જગ્યાએ થી ઉભા થાવ અને થોડું ચાલવાનું રાખો તો તમારા વજનમાં અને શરીરમાં ફરક પડશે.

ઘણા લોકોને જમ્યા પછી બેસી રહેવાની આદત હોય છે અને તેઓ જમ્યા પછી હલન ચલન કરતા નથી આના કારણે પણ પેટની આસપાસ ચરબી વધે છે. જમીને તરત થોડું કામ કરો જેનાથી તમારા શરીરની હલનચલન વધશે. જો તમને જમીને તરત સુઈ જવાની આદત છે તો પણ તમારા શરીરમાં ચરબી વધી જશે. ક્યારેય જમ્યા પછી તરત સુઈ જવું નહિ.

ઘણા લોકો પુરતી ઊંઘ લેતા નથી હોતા જેના કારણે પણ શરીરમાં ચરબી વધી જાય છે. આ કારણે ફક્ત પેટ અને કમર પર ચરબી વધે છે એવું નથી શરીરના બાકીના ભાગમાં પણ આ કારણે ચરબી વધી જતી હોય છે.

ચરબી વધવા પાછળ જે તે વ્યક્તિનો ખોરાક પણ મહત્વનો ભાગ ભજવી જાય છે. જે વ્યક્તિ વધારે પડતું તીખું તળેલું અને મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના શરીરમાં પણ ફેટનું પ્રમાણ વધે છે અને તે પેટ અને કમર પર ચરબી વધવા લાગે છે. જે વ્યક્તિ દારૂનું સેવન કરતા હશે અને ધૂમ્રપાન કરતા હશે તેવા લોકોમાં પણ ચરબી વધવાનું પ્રમાણ વધારે જોઈ શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.