પેટદર્દ ને લીધે મહિલાનું મૃત્યુ થયું પછી અંતિમસંસ્કાર પછી અસ્થિ વીણ્યા તો નીકળું કંઇક આવું, ચોંકી જશો જોઇને – વાંચો સમગ્ર અહેવાલ

યમુનાનગર: સાચું કહીએ તો ડોક્ટર એક ભગવાન ને સમાન જ હોય છે. ડોકટરો મોટી મોટી બીમારીઓ ના પણ ઈલાજ કરી શકે છે. ઘણી વાર એવું પણ બને છે કે લોકો બીમારી થી મોત ના મુહ મા જાતા જાતા બચી જાય છે એ બધું ડોકટરો ના લીધે જ શક્ય બને છે. એજ જોતા ડોકટરો આપણા ને નવો જન્મ જ આપે છે. પણ ઘણી વાર એવું બને છે કે ડોકટરો ની નાની ભૂલ આપણ ને મોત ના મુહ મા ધકેલી દે છે. એક જોતા આપણે તેને જીવન દાતા કહીએ છીએ તો બીજી તરફ આવી ભૂલને લીધે લોકો મરણ પામતા હોય છે. આવુજ કાઈક એક મહિલા સાથે બન્યું હતું. પેપરમિલ કોલોનીમાં રહેતી એક મહિલાનું પેટમાં દુખાવાને કારણે મોત થઇ ગયું. તેનું થોડાક દિવસો પહેલા જ ઓપરેશન થયું હતું, તે પછી પણ તે સાજી ન થઇ અને તેનું મોત થઇ ગયું. પરિજનોએ અંતિમસંસ્કાર પછી શુક્રવારે જ્યારે અસ્થિઓ ભેગા કર્યા તો ત્યાંથી એક કાતર મળી. પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરોએ ઓપરેશન દરમિયાન કાતર પેટમાં જ છોડી દીધી હતી એટલે તેનું પેટના દુખાવાથી મૃત્યુ થયું. તે પછી સ્મશાન ઘાટ પર પોલીસ અને ફોરેન્સિક ટીમ પહોંચી.

– મરનાર મહિલાના પતિ સુરેન્દ્ર કુમારે જણાવ્યું કે તેની પત્ની નિર્મલાદેવી (52) પેટની બીમારીથી હેરાન થતી હતી અને તેનો ઇલાજ જગાધરીની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો.
– ઇલાજ દરમિયાન ડોક્ટરોએ ઓપરેશન કર્યું પરંતુ તેને આરામ ન થયો. પેટનો દુખાવો સતત વધતો રહ્યો. ડોક્ટરો તેને પેઇન કિલરનું ઇંજેક્શન આપતા રહ્યા. ગુરુવારે મહિલાનું દર્દ વધ્યું. ઇંજેક્શન પછી પણ દર્દ ઓછું ન થયું. આ કારણે તેનું મોત થઇ ગયું. પરિવારજનોએ તેનો અંતિમસંસ્કાર કરી દીધો.

અસ્થિઓ ભેગા કરવા ગયા તો મળી કાતર

– શુક્રવારે જ્યારે મહિલાના પરિવારજનો અસ્થિઓ ભેગા કરવા સ્મશાન પહોંચ્યા તો અસ્થિઓની વચ્ચે કાતર મળી.
– પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરોએ બેદરકારીથી પેટમાં કાતર છોડી દીધી હતી અને તેના કારણે જ તેનું દર્દ વધી રહ્યું હતું. આ જ કારણે તેનું મૃત્યુ થયું.

પરિવારજનોએ બોલાવી પોલીસ અને ફોરેન્સિક ટીમ

– પરિવારજનોએ પોલીસને જાણ કરીને સ્મશાનમાં જ બોલાવી લીધી. પોલીસ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર પહોંચી.
– સિટી પોલીસ-સ્ટેશનના એસએચઓ સુનીલકુમારે જણાવ્યું કે પોલીસે પરિવારજનોની ફરિયાદ નોંધી લીધી છે. તપાસ ચાલી રહી છે. તે પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

પરિજનોએ અંતિમસંસ્કાર પછી શુક્રવારે જ્યારે અસ્થિઓ ભેગા કર્યા તો ત્યાંથી એક કાતર મળી

 


Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!