પેટ નીકળવાનું શરુ થઇ ગયું છે તો અત્યારથી ચાલુ કરી દો આ 6 કામ, થઇ જશે નોર્મલ

0

કહેવામાં આવે છે કે મોટાપો એ બધી બીમારીઓની જડ છે. એક વાર તમારા શરીરમાં ચરબી વધવાની ચાલુ થઇ ગઈ એટલે કે તમે જાડા થતા ગયા તો ધીમે ધીમે બીમારી તમને ગેરી લેશે. આજની લાઈફ સ્ટાઇલ માં મોટાપા ની તકલીફ લોકો માં વધતી જાય છે. આ સંજોગ નથી કે આધુનિક લાઈફ સ્ટાઇલવાળા મોટાભાગના લોકો મોટાપા ના લીધે હેરાન  થાય છે.

એવું નથી કે મોટાપાને નિયંતારણ નથી કરી શકાતું. પરંતુ તેના માટે તમારે તમારી જીવનશૈલી ને બદલવી પડશે અને તેની સાથે થોડા ઉપાયો પણ અપનાવા પડશે. મોટાપો એક મોટી તકલીફ ના બની જાય, એના પહેલા તમે આ ઉપાયો કરો અને જોવો મોટાપો કેવો ભાગે છે.સંતુલિત ખોરાક

રોજ સંતુલિત ખોરાક લેવો. ધ્યાન રાખવું કે ભોજનમાં ઉપયોગ આવતી કૈલેરી અને શરીરની જરૂરયાત માં અંતર હોય છે, તો શરીર માં પહોંચનારી કૈલેરી ઓગળવાને બદલે શરીર માં જમા થાવા લાગે છે. તેનાથી મોટાપો વાઘી જાય છે. તેના માટે જરૂરી છે કે ભોજન માં વિટામિન અને ખનીજ પૂરતા પ્રમાણમાં હોય, જે શરીર માટે ઉપયોગી હોય. સાથે તમારા ભોજન માં કાબોહાઈડ્રેટ નો ઉપયોગને ઓછો કરો અને પ્રોટીન નું પ્રમાણ વધારો. તમે કોઈ ડાયટિશિયન અને ન્યૂટ્રિશિયન જોડે મળીને ડાયટ પ્લાન પણ બનાવી શકો છો. તેના મુજબ ભોજન કરવું.

નિયમિત કસરત કરો

એક સ્વસ્થ વ્યક્તિ માટે પણ નિયમિત કસરત કરવું ખુબ ઉપયોગી છે, અને મોટાપા થી છુટકારા માટે તો કસરત ખુબજ ઉપયોગી છે. તમે પહેલા હલકી ફુલકી અને સરળ કસરત થી શરૂઆત કરી શકો છો. પછી ધીમે ધીમે તમે કસરત નો સમય વધારી શકો.

હકારાત્મક રહો

મજેદાર વાત એ છે કે મોટાપા ને ઓછો કરવા માટે હકારાત્મક નજરીયો ખુબ ઉપયોગી સાબિત થાય છે. મોટાપા ને ઓછો કરવા માટે હકારાત્મક નજરીયો તમને તમારો આત્મવિશ્વાસ ને વધારી રાખે અને આત્મબળ ને ઉંચો રાખે છે.

તમારી લાઈફ સ્ટાઇલ બદલો

તમારી લાઈફ સ્ટાઇલ માં બદલાવ કરવો એ પણ મોટાપા ઘટાડવા માટે એક બેસ્ટ રીત બની શકે. તે માટે તમે થોડી વાતનો ખ્યાલ રાખવો પડશે. જેવી રીતે ફાસ્ટ ફૂડ , જંક ફૂડ અને ડ્રિંક્સ લેવાનું તરત બંધ કરીદો. એલિવેટર અથવા લીફટ ને બદલે સીડી નો ઉપયોગ ને તમારી આદત માં લઈલો. જો તમને નજીક માં જવું હોય તો ગાડી અથવા સ્કૂટર ની જગ્યાએ ચાલતા જવાનું ને પ્રાથમિકતા આપો. આ ઉપરાંત જેટલું બને તેટલી શરીર ની ગતિવિધી વધારવી.

ડાયટિંગ ના કરો

કેટલી વાર મોટાપો ઓછો કરવા ડાયટિંગ નો ઉપયોગ લેવામાં આવે છે. પરંતુ સંશોધન માં સાબિત થયું છે કે ડાયટિંગ વ્યક્તિ માટે નુકસાનકારક છે. તે માટે ભૂલથી પણ ખાવાનું સ્કિપ ના કરો. બ્રેકફાસ્ટ તો કયારે પણ ના છોડો, અને એક ટાઈમમાં વધારે ભોજન ની બદલે થોડા થોડા ટાઈમે ભોજન લેવું રાખો.

પાણી પીવું

કેટલાક લોકો ઓછું પાણી પીવે છે અને તરસ ને નજરઅંદાજ કરે છે. આ પરિસ્થિતિ તમને મોટું બનાવી શકે છે. તેનાથી બચવા માટે પૂરતા પ્રમાણ માં પાણી પીવું જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here