પેટની ચરબી ઓછી કરવા માંગો છો ? તો આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો આ 6 સુપરફૂડ્સ

0

આજકાલ ભાગદોડથી ભરેલી જિંદગીમાં મોટાપાની સમસ્યા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આમ જોઈએ તો દરેક વ્યક્તિ ફિટ એન્ડ ફાઇન બનવા માટેના સપના જોઈને બેઠો હોય છે. પરંતુ કલાકોના કલાકો ખુરસી પર બેઠા બેઠા જ કામ કરવાનું તેમજ શારીરીક કસરત વાળા કામોની ઉણપ ઉપરાંત બગડતી લાઈફ સ્ટાઈલમાં ખાસ કરીને પેટની ચરબી વધવાનું પ્રમાન વધતું જાય છે.

 

વધેલું પેટ તમારા લુકને ખરાબ કરી રહ્યું છે. સાથે જ તમને અનફીટ કેટેગરીમાં પણ સામેલ કરી મૂકે છે. જો તમે સમયના અભાવને કારણે કસરત નહી કરી શકતા તો એવા સુપરફૂડ ખાઈને પણ ફિટ રહી શકો છો. જે આરામથી તમારા ઘરે જ મળી જશે. અને એની મદદથી તમે આરામથી તમારા પેટની ચરબીને ઓછી કરી શકશો .

દાડમ :


સંશોધનમાં એ વાત જાણવા મળી છે કે, દાડમમાં મૌજૂદ એંટીઓક્સિડેંટ મેટાબોલીઝમ વધારવામાં સહાયક બને છે . સાથે સાથે એ બોડીને ડીટીક્સ કરવામાં પણ મદદરૂપ થાય છે. દાડમનું સેવન અથવા એનું જ્યુસ બનાવીને પીવાથી આરામથી તમારું પેટ ઘટાડી શકો છો. પરંતુ યાદ રાખો કે, જો તમે જ્યુસ પીવાના છો તો એમાં સુગર એડ ન કરો.

સફરજન :

રોજ એક સફરજન ખાવાથી ડોક્ટરને દૂર રાખી શકાય છે. આ તો તમે જાણો જ છો. પણ શું તમે એ જાણો છો કે રોજ એક સફરજન ખાવાથી વધી ગયેલી પેટની ચરબીને પણ ઘટાડી શકાય છે. ઓછી કેલરીયુક્ત સફરજન ખાવાથી પેટની ચરબી થોડા જ સમયમાં ઘટી જતી હોય છે. એમાં વિટામિન, મિનરલ્સ, એંટીઓક્સિડંટ અને ફાઈબર વધારે પ્રમાણમાં હોવાથી જ સફરજન શરીરમાં એનર્જી આપે છે. અને વજન પણ ઓછું કરે છે.

કેળાં :

જો તમને વારંવાર ભૂખ લાગે છે. તો તમે તમારા ફાસ્ટફૂડમાં કેળાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. કેમકે કેળું એ ફૂડની ક્રેવિંગને ઓછી કરે છે. જેના કારણે વજન ઘટે છે.

ટામેટાં :

ટામેટાં એ લોહીમાં ભળીને પેટની ચરબીને બળવાનું કામ કરે છે એક સલાહ છે કે તમે રોજ તમારા ભોજનમાં ટામેટાનું સેવન કરો. જેના કારણે વધતું વજન અટકી જશે ને પેટની ચરબી ઓછી થશે.

બીન્સ :

બીન્સમાં ફાઇબરનો ભરપૂર સ્ત્રોત રહેલો છે. અને ફાઈબર બેલી ફેટ ઘટાડવા માટે તેજીથી મદદ કરે છે. આનાથી માંસપેસીઓ જ મજબૂત થાય છે એવું નથી પણ પાચનશક્તિમાંય વધારો કરે છે. તમે કોઈપણ પ્રકારના બીન્સને તમારા આહારમાં સામેલ કરીને તમારા પેટની ચરબી ઓછી કરી શકો છો.

તરબૂઝ :

તરબૂચમાં વિટામિન અને મેગ્નેશિયમની માત્રા વધારે પડતી છે. આમાં 90 % પાણીનો ભાગ રહેલો છે. આને ખોરાક તરીકે લેવાથી કે તેનું જ્યુસ પીવાથી સરળતાથી તમે તમારા પેટની ચરબી ઓછી કરી શકો છો. આને ખાવાથી ભૂખ ઓછી લાગે છે જેના કારણે ચરબી આસનાથી ઘટી શકે છે.

જો તમે પણ તમારા પેટની ચરબીને ઘટાડવા માંગતા હોય તો તમારા ડાયેટમા આજે જ સામેલ કરો આ સુપરફૂડને. આ ફૂદસની ખાસ વાત એ છે કે, ખાવામાં ટેસ્ટી અને ફાયદાકારક છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here