બદામ ખાવાથી મોટાપો થઇ શકે છે કમ, જાણો વિગતે….

0

જો તમે પણ ઘણા દિવસોથી તમારો મોટાપો ઓછો કરવા વિશે વિચારી રહ્યા છો અને તમારી પાસે જીમ જવા માટે સમય નથી, તો તમારે માત્ર મુઠ્ઠી ભર બદામ ખાવાની આવશ્યકતા છે. એક સ્ટડી નાં રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે બદામ ખાવાથી તમે તમારું એક્સ્ટ્રા વજન કમ કરી શકો છો.

બદામ શરીર માટે ખુબ જ સારી માનવામાં આવે છે. બદામમાં સ્વસ્થ વસા અને હાઈ લેવલના વિટામીન અને મિનરલ્સ થી ભરેલી હોય છે. એક મુઠ્ઠી બદામ ખાવાથી પેટ ભરાઈ જાય છે અને તેને લીધે તમને ભૂખ નહિ લાગે, જેનાથી તમે આરામથી તમારું વજન ઓછુ કરી શકશો.

બદામમાં ઘણી માત્રામાં મિનરલ્સ હોય છે જેવા કે મૈગેઝીન, કોપર અને મેગ્નેશિયમ અને બી-કોમ્પ્લેક્ષ વિટામિન્સ જેવા કે નીયાસીન તથા બાયોટીન જે શરીરને ઉર્જા પૈદા કરવામાં મદદ આપે છે. તમારું શરીર જેટલું વધુ એક્ટીવ રહેશે તમારી કેલેરીઝ તેટલી જ વધુ બર્ન થાશે.

આ સુકો મેવો પુરા શરીર માટે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, કેમ કે તે દિલને સ્વસ્થ બનાવે છે. જેમાં મોનોસૈચ્યુંરેટેડ ફૈટી એસીડ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને શરીરથી દુર કરી શકે છે, જેનાથી આપણું દિલ દરેક પ્રકારની સમસ્યાઓ થી સુરક્ષીત રહે છે.

બીજી બાજુ જો જોવામાં આવે તો બદામ માં વિટામીન-ઈ હોય છે જે કાર્ડીઓવેસ્કુંલર હેલ્થ ને ફ્રી રૈડીક્લ્સ થી બચાવે છે. તો હવે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે મુઠ્ઠીભર બદામ ખાવાનું ન ભૂલો. કેમ કે તેને ખાવાથી માત્ર તમારું વજન જ ઓછુ નહિ થાય પણ તમે સુરક્ષીત પણ બની રહેશો.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.