પેટમાં થયેલા અલ્સરને ઠીક કરવા માટે ખાઓ આ 16 વસ્તુઓ…

0

પેટનું અલ્સર એક મોટી સમસ્યા છે. તે કોઈપણ ઉંમરની વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. તેમાં પેટની લાઈનીંગની આસપાસ સંક્રમણ થઈ જાય છે અને અમુક દિવસો સુધી ઈલાજ ન કરવા બાદ આ સમસ્યા ખુબ જ ગંભીર બની જાય છે. ‘હેલીકોબેક્ટર પાઈરોલી’ નામના બેક્ટેરિયાને લીધે પેટનું અલ્સર થાય છે. જો તમને પણ પેટનું અલ્સર છે તો આ 16 પ્રકારના ભોજનથી પેટ અલ્સરથી તમને રાહત મળી શકે છે.

1. ફૂલકોબી:


ફૂલકોબીમાં સલ્ફોરાફેન હોય છે જે પેટમાં અલ્સર ઉત્પન કરનારા બેક્ટેરિયા ‘એચ પાઈલોરી’ ને નષ્ટ કરી નાખે છે. સાત દિવસ સુધી દિવસમાં બે વાર ફૂલકોબી ખાવાથી પેટનું અલ્સર કરનારા બેક્ટેરિયાનો પ્રભાવ ઓછો થઇ જાય છે.

2. પત્તા કોબી:

આ કોબીમાં એસ-મેથીલ મેથીયોનીન હોય છે કે પેટના પીએચ લેવલને સંતુલીન રાખે છે અને પેટની લાઈનીંગમાં સુજનની સમસ્યાને ખત્મ કરીને અલ્સરથી બચાવે છે.

3. મૂળા:

મૂળામાં ફાઈબર હોય છે જે પાચનને બેહતર રાખે છે અને જીંક ખનીજને અવશોષિત કરે છે. નિયમિત સફેદ મૂળા ખાવાથી પેટની સુજન ઓછી થઇ જાય છે અને કબ્જની સમસ્યા દુર થઇ જાય છે અને અલ્સરમાં પણ સારો એવો પ્રભાવ આપે છે.

4. સફરજન:

નિયમિત એક સફરજન ખાવાથી પેટના અલ્સરની સમસ્યા ઓછી થઇ જાય છે. સફરજનમાં ફ્લેવોનોયડ હોય છે જે એચ પાઈલોરી નામના પેટના અલ્સર માટેના બેક્ટેરિયાને રોકે છે.

5. બ્લુબેરી:

નિયમિત સવારે બ્લુબેરી ખાવાથી પેટના અલ્સરમાં ફાયદો થાય છે. તે પોષકયુક્ત હોય છે જે પ્રતિરક્ષા તંત્રને બેહતર બનાવે છે અને અલ્સરને તેજીમાં ઠીક થવામાં મદદ કરે છે.

6. બ્લેક બેરી:

બ્લેક બેરીમાં ઉચ્ચ માત્રામાં ફીનોલીક યૌગિક હોય છે અને તે ફાઈબરને પણ વધુ સ્ત્રોત આપે છે. આ પાચનક્રિયા ને બેહતર બનાવે છે અને અલ્સરથી બચાવે છે.

7. સ્ટ્રોબેરી:

સ્ટ્રોબેરીમાં એન્ટીઓક્સિડેંટ હોય છે કે પેટની લાઈનીંગને મજબુત કરે છે અને પેટના અલ્સરને સુરક્ષા પ્રદાન કરે છે. નિયમિત એક કપ સ્ટ્રોબેરી સ્નેક્ના રૂપમાં જરૂર ખાઓ.

8. શિમલા મિર્ચ:

શિમલા મિર્ચ પેટના અલ્સરને દુર કરવામાં ખુબ જ ફાયદેમંદ હોય છે. શિમલા મિર્ચ ને નિયમિત સલાડના રૂપમાં ખાવાથી અલ્સર માટે ફાયદેમંદ છે.

9. ગાજર:

ગાજર પેટની લાઈનીંગને મજબુત કરવા માટે ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. તેમાં વિટામીન A હોય છે જે પેટના અલ્સરથી બચાવે છે.

10. બ્રોકલી:

રીસર્ચ અનુસાર બ્રોક્લીમાં એવા રસાયણો હોય છે જે પેટના અલ્સર ઉત્પન કરનારા બેક્ટેરિયાને મારે છે. બ્રોક્લીમાં સલ્ફોરાફેન હોય છે જે પેટના અલ્સરથી બચાવે છે.

11. દહીં:

દહીં શરીર માટે ખુબ જ ફાયદેમંદ હોય છે જેમાં પ્રોબાયોટીક્સ, લેકટોબેસિલસ અને એસીડોફિલસ હોય છે જે અલ્સરને ઠીક કરવામાં મદગાર છે.

12. ઓલીવ ઓઈલ:

ઓલીવ ઓઈલ માં ફીનોલ અને એન્ટીબેકટેરીયલ ગુણ હોય છે, જે અલ્સરમાં ફાયદેમંદ હોય છે.

13. મધ:

મધ માત્ર ત્વચા પર નિખાર જ નહી પણ પેટના અલ્સર માટે પણ ફાયદેમંદ છે.

14. લસણ:

રોજાના લસણની બે-ત્રણ કળી ખાવાથી અલ્સરમાં ઘણો ફાયદો થાય છે.

15. ગ્રીન ટી:

કેફીન વગરની ગ્રીન ટી માં ઈસીજીસી નામનું ઉચ્ચ માત્રામાં કેટેનીન મળી આવે છે. નિયમિત રૂપથી ગ્રીન ટી  પીવાથી તેમાં મોજુદ એન્ટીઓક્સિડેંટ અલ્સરને મીટાવે છે.

16. લીકોરીસ:

લીકોરીસમાં એન્ટીફ્લેમેટરી અને એન્ટીઓક્સિડેંટ ગુણ હોય છે જે પેટની સુજન, પેટનું અલ્સર અને પેટની કબ્જ માં પણ રાહત આપે છે.

લેખન સંકલન : જાનવી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.