એક કાળો દોરો તમને બનાવી શકે છે કરોડપતિ, આ રીતે કરો ઉપયોગ

0

દરેક દેશના પોતના ખાસ રીલીરિવાજ અને માન્યતાઓ હોય છે. એ જ રીતે હિન્દૂ ધર્મમાં પણ ધાર્મિક માન્યતાઓ છે જે દેશભરમાં પ્રચલિત છે. એમાંથી જ કાળો દોરો બાંધવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે. કાળો દોરો સામાન્ય રીતે નજર ન લાગે એ માટે બાંધવામાં આવે છે. તેને લોકો હાથ, પગ, ગળા કે બાજુ પર બાંધે છે. ખાસ કરીને બાળકના જન્મ બાદ કાળો દોરો તેના અપેટ નીચે બાંધી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કાળો દોરો ન ફક્ત એક હિન્દૂ ધર્મની જ પરંપરા છે પરંતુ તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શુભ માનવામાં આવે છે. આ વાતમાં કોઈ બેમત નથી કે આપણું શરીર પાંચ તત્વોથી મળીને બન્યું છે – પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ અને આકાશ. આ બધા જ તત્વોથી શરીરને ભરપૂર ઉર્જા મળે છે. જે શરીરનું યોગ્ય સંચાલન કરવામાં મદદ કરે છે. આ ઉર્જાને કારણે જ આપણે જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓનો અનુભવ કરી શકીએ છીએ.

પરંતુ કોઈ વ્યક્તિની કુદ્રષ્ટિ એટલે કે ખરાબ નજર આપણને લાગી જાય કે આપણા પરિવારને લાગી જાય તો આ જ દોરો નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલી શકે છે. ખરેખર આ સામાન્ય દેખાતા કાળા દોરામાં એટલી શક્તિ હોય છે કે આ દરેક પ્રકારની ખરાબ વસ્તુઓને આપણા ઘર-પરિવારથી દૂર રાખે છે. કદાચ આ જ કારણ છે કે આજકાલની મોડર્ન પેઢી પણ આ કાળા દોરાને ગળામાં પહેરે છે. એવી માન્યતા છે કે જે પણ મનુષ્ય આ કાળા દોરાને ધારણ કરે છે, તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.

તમે એક વાત જરૂર નોંધી હશે કે ભારતના લોકો ખરાબ નજરોથી બચવા માટે હંમેશા કાળા રંગની વસ્તુઓ જ વાપરતા આવ્યા છે. કાળો દોરો અને કાળો ટીકો બંને જ ખરાબ નજરોના પ્રભાવથી નીકળવામાં આપણી મદદ કરે છે. જ્યા એક તરફ લાલ રંગનો દોરો પૂજા અને હવન જેવા શુભ કાર્યોમાં વપરાય છે, ત્યારે કાળો દોરો બુરાઈને ખતમ કરવા માટે નજરબટ્ટુ તરીકે મનાય છે. કાળો દોરો સામે ઉભેલી વ્યક્તિની ખરાબ નજર અને તેની એકગ્રતાને ભંગ કરી દે છે. જેના કારણે ખરાબ શક્તિઓ આપણા પર વધુ સમય માટે પ્રભાવ નથી પડી શકતી.

આ તો થયા કાળા દોરાના ફાયદાઓ, પરંતુ શું તમે જાણો છો કે કાળો દોરો તમારું નસીબ બદલવાની તાકાત રાખે છે. કાળો દોરો એટલો પ્રભાવી છે કે એ રાતોરાત તમને માલામાલ બનાવી શકે છે. તો જો તમે પણ અમારા આજના વિશેષ અને સરળ ઉપાયને અપનાવવા માંગો છો તો એ માટે તમે બજારમાંથી એક રેશમી કે સૂતરનો કાળો દોરો લઇ આવો. હવે મંગળવાર કે પછી શનિવારના દિવસે આ કાળા દોરાને લઈને હનુમાન મંદિર જાઓ અને નાની-નાની ગાંઠો બાંધીને હનુમાનજીના પગની સિંદૂર લગાવી લો.

આ દોરાના શુદ્ધિકરણ બાદ તમે આ દોરાને ઘરના મુખ્ય દ્વાર પર બાંધી લો. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ધનની કમી ક્યારેય નહિ આવે અને તમે સદૈવ માલામાલ બની રહેશો. આટલું જ નહિ પરંતુ દોરો બાંધ્યા પછી તમારા ઘરમાં ખુશીઓનું આગમન થશે અને તમારા પરિવારની ખુશીઓને કોઈની પણ ખરાબ નજર પ્રભાવિત નથી કરી શકે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here