ફક્ત આ 3 જાતિઓના લોકો જ કરે છે રાષ્ટ્રપતિની સુરક્ષા, યોગ્યતા હોવા પર પણ ન કરી શકો તમે રાષ્ટ્રપતિની સુરક્ષા

0

દેશના પ્રથમ નાગરિકના રૂપમાં ઓળખાતું રાષ્ટ્રપતિ પદ એકવાર ફરી ચર્ચાઓમાં આવ્યું છે. રાષ્ટ્રપતિને દેશના પ્રથમ નાગરિક માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ પાસે ઘણા પ્રકારના વિશેષ અધિકાર હોય છે, પરંતુ આ વખતે રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને ઘમાસાણ મચી પડયું છે. સવાલ રાષ્ટ્રપતિની સુરક્ષાનો નહિ, પરંતુ સવાલ એ લોકો પર છે, જે રાષ્ટ્રપતિની સુરક્ષા કરે છે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની સુરક્ષા ફક્ત ત્રણ જાતિઓના લોકો જ કરી શકે છે, જેના કારણે આ મુદ્દો ફરી એકવાર ચર્ચાઓના આસમાને છે.

રાષ્ટ્રપતિની સુરક્ષા ફક્ત ત્રણ જાતિઓના લોકો જ કરી શકે છે, એવામાં અન્ય જાતિના લોકો પાસે ભલે કેટલી પણ યોગ્યતા કેમ ન હોય, પરંતુ જો આ ત્રણ વિશેષ જાતિઓથી સંબંધ ન ધરાવતા હોય, તો તેઓ રાષ્ટ્રપતિના બોડીગાર્ડ બની શકે નહિ. આ જ મુદ્દા પર કેટલાય વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને દિલ્હીની કોર્ટે કેન્દ્ર સરકાર અને રમી પાસેથી જવાબ માંગ્યો છે. આ મુદ્દો વર્ષ 2017થી ચર્ચાયો છે, પરંતુ એકવાર ફરી કોર્ટની સુનાવણી પછી ચર્ચાઓમાં આવી ગયો છે.

શું છે આ મુદ્દો?
આ મુદ્દો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે સિન્ડિકેટ બોડીગાર્ડ એ ગ્રૂપ્સના ખાલી 3 પદો પર ભરતી માટે આવેદન મંગાવાયા અને તેમાં લખ્યું હતું કે ફક્ત જાતિના લોકો જ આ પદ માટે આવેદન આપી શકે છે. જેમાં જાટ, રાજપૂત અને શિખ જાતિનો ઉલ્લેખ હતો. એવામાં હરિયાણાના રહેવાસી ગૌરવ યાદવે જનહિત યાચિકા દાખલ કરી. આ યાચિકામાં લખવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિની સુરક્ષા કરવા માટેની આ પ્રક્રિયાને રદ્દ કરવામાં આવે. જણાવી દઈએ કે આ પહેલા પણ સુપ્રીમ કરતે આ પ્રકારની એક યાચિકાને રદ્દ કરી હતી.

દિલ્હી કોર્ટે સરકાર અને આર્મી પાસે માંગ્યો જવાબ
આ આખા પ્રકરણ પર દિલ્હીની કોર્ટે સરકાર, રક્ષા મંત્રાલય અને આર્મી પાસે જવાબ માંગ્યા છે. દિલ્હીની હાઇકોર્ટે આ યાચિકાને ગંભીરતાથી લેતા તેના પર સુનાવણી કરી છે અને સરકાર અને આર્મીને પૂછ્યું છે કે આ યાચિકા પર પોતાનો જવાબ આપે. આ યાચિકામાં કહેવામાં આવ્યું છે કે યોગ્યતા હોવા છતાં પણ અમે રાષ્ટ્રપતિની સુરક્ષા કરી શકતા નથી, કારણકે અમે આ વિશેષ જાતિમાં નથી આવતા.

2013માં સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ
રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ગાર્ડની નિયુક્તિ પર નિર્ણય 2013માં સુપ્રીમ કોર્ટે સેનાની ભલામણ પર આદેશ આપ્યો હતો. જેના અંતર્ગત જાટ, રાજપૂત અને શિખ સમુદાયના લોકો જ રાષ્ટ્રપતિ સુરક્ષા કરી શકે છે એટલે કે તેમના બોડીગાર્ડ બની શકે છે. એવામાં હવે આ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here