જો તમે ક્યારેય પણ આધાર કાર્ડ કઢાવ્યું હોય તો આ ન્યુઝ તમારા માટે જ છે….હોંશ ઉડી જશે એવા થયા ખુલાસા

0

આગળના વર્ષ નવેમ્બરમાં જ આધાર કાર્ડ બનાવાવાળી ઓથોરીટી UIDAI એ દેશના લોકોને ભરોસો આપ્યો હતો કે, ‘આધાર કાર્ડના ડેટા પૂરી રીતે સુરક્ષીત અને સિક્યોર છે. જેથી આ ડેટા કોઈપણ સંજોગે લીક નહિ થઇ શકે.

પણ એક ઈંગ્લીશની સમાચારની ફ્રેશ ન્યુઝ અનુસાર ઇન્વેસ્ટીગેશનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

તમારા આધાર કાર્ડની જાણકારી બિલકુલ પણ સુરક્ષીત નથી. આ શોધખોળમાં જાણ થઇ છે કે માત્ર 500 રૂપિયા આપીને અને 10 મીનીટની અંદર દેશ ભરના કરોડો લોકોનાં આધાર કાર્ડની જાણકારી હાંસિલ કરી શકાય છે.

દ ટ્રીબ્યુંનના રિપોર્ટરને  Whatsapp ગ્રુપના આધારે, માત્ર 500 રૂપિયામાં જ સર્વિસ ખરીદી અને તેને લગભગ હર ભારતીયોના આધાર કાર્ડના એક્સેસ મળી ગયા છે.

કેવી રીતે થયું ઈન્વેસ્ટીગેશન:

જો કે એક ઈન્વેસ્ટીગેશનમાં એક એજેંટ વિશેની જાણ થઇ જેણે પોતાનું નામ અનીલ કુમાર બતાવ્યું છે. અનિલને એક એક્સેસ પોર્ટલ બનાવવા માટે કહ્યું.

અનિલે રિપોર્ટર પાસેથી નામ, ઈ-મેઈલ અને મોબાઈલ નંબર માંગ્યો. જેના બાદ અનિલે રિપોર્ટરને એક નંબર આપ્યો જેના પર  Paytm દ્વારા 500 રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહ્યું. પૈસા મળ્યા બાદ એજેંટે માત્ર 10 મીનીટમાં એક ગેટવે આપ્યો અને લોગ-ઇન પાસવર્ડ આપ્યો. તેના પછી તેમને માત્ર આધાર કાર્ડનો નંબર જ નાખવાનો હતો અને કોઈ પણ વ્યક્તિ વિશેની જાણકારી આસાનીથી મેળવી શકાય છે.

300 રૂપિયા ખર્ચ કરો અને તેનાથી તમને એક Software મળશે જેનાથી તમે કોઈનું પણ આધાર કાર્ડ પ્રિન્ટ કરાવી શકશો:

બાદમાં આ અનીલ કુમારને આધાર કાર્ડની પ્રિન્ટ કરાવવા માટે કહ્યું. તો તેણે Paytm ની મદદથી ફરીથી 300 રૂપિયા લીધા અને ફરી રીમોટ દ્વારા ‘ટીમ વ્યુઅર’ નાં માધ્યમથી એક શોધખોળ કરનારી રિપોર્ટરના કોમ્પ્યુટરમાં એક સોફ્ટવેઇર ઇન્સ્ટોલ કર્યો અને જેવું જ કામ ખત્મ થયું તો તેમણે આ સોફ્ટવેઈરને ડીલીટ કરી નાખ્યું. આ સોફ્ટવેઈરની મદદથી હવે કોઈના પણ આધાર નંબરને નાખીને તેની પૂરી જાણકારી સમેત આધાર કાર્ડને પ્રિન્ટ કરાવી શકાય છે.

આ વિશેની જાણકારી હોવા પર યુઆઇડીએઆઈ અધિકારી હેરાન જ રહી ગયા હતા અને તેમણે જલ્દી જ બેંગ્લોરમાં ટેકનીકલસ ટીમને ચેતવણી આપીને સાવધ કર્યા. ચંદીગઢમાં  યુઆઇડીએઆઈ ની રીજનલ એડશિનલ ડાયરેક્ટર-જનરલ, સંજય જીંદલે જણાવ્યું કે જો આ સાચું છે તો તે ખુબ ચોંકાવનારૂ છે કેમકે ડાયરેક્ટર-જનરલ અને મારા સિવાય કોઈ અન્ય પાસે લોગ-ઇન પાસવર્ડ ન હોવો જોઈએ.

જાલંધરમાં પાછળના 6 મહિનાઓથી સક્રિય છે આ ગ્રુપ:

રીપોર્ટની જાણકારી પ્રમાણે આ ગ્રુપ 6 મહિનાથી સક્રિય છે. એક રૈકેટે સૌથી પહેલા તે ત્રણ લાખ ગ્રામીણ લોકોને ટારગેટ કર્યા હતા, જેઓને સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલયની કોમન સર્વિસ સેન્ટર સ્કીમ સેન્ટર ખોલ્યા હતા. તેમણે આ લોકો પાસેથી આધાર કાર્ડ વિશેની  જાણકારી કાઢવી આસાન સમજી અને તેમને જ પોતાના ચુંગલમાં ફસાવી નાખ્યા હતા.

ખાસ વાત એ છે કે UIDAI નું પોર્ટલ જે માત્ર આધારનાં ડેટાબેસના એડમીન દ્વારા જ એક્સેસ કરી શકાય છે, આ સમયે ડાઉન પડ્યું છે. માનવામાં આવે છે કે આધાર કાર્ડના  ડેટામાં થયેલી જબરદસ્ત સેંધને કારણ જ આ સાઈટ ઠપ્પ પડી ગઈ છે. અને જો તમે તમારા બ્રાઉઝર પર portal.uidai.gov.in નાખો છો તો તમને આ મેસેજ મળશે.

નવી દિલ્લીને કન્વેનર ગોપાલ કૃષ્ણનનાં આધારે, આ લીકેજનો મતલબ છે કે આધાર પ્રાઈવેસી ટેસ્ટનાં મામલામાં પૂરી રીતે તે ફેઈલ સાબિત થયું છે. ડેટા પ્રોટેક્શન કાનૂનનો કોઈ મતલબ નથી રહી ગયો છે કેમ કે ડેટાની સાથે તો પહેલાથી જ છેડછાડ થઇ ચુકી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.